છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતના ચૂંટણીકીય રાજકારણમાં એક મોટો બદલાવ આવ્યો છે.
પીકે કહેતાં, પ્રશાંત કિશોર નમ્ર છે, સૌમ્ય છે. સટીક છે, સંમોહક છે. દરેક પ્રશ્નના એમની પાસે ગળે ઉતરે એવા જવાબ છે અને દરેક જવાબના ટેકામાં એમની પાસે ઓછામાં ઓછા છેલ્લાં ૧૫ વર્ષના ડેટાની બૌછાર છે. જનતા જનાર્દનને આનંદમય કરી દે એવાં સૂત્રો એમની પાસેથી મળી રહે છે અને વર્ષોથી જમીની-કાર્ય કરતાં (અથવા કરવાનો દેખાવ કરતાં) કાર્યકરો એમના તરફથી મળતાં સૂચનો મુજબ વર્તવામાં નાનમ અનુભવવાનું છોડી શકે છે.

ચૂંટણી આવે છે, પરિણામ જાહેર થાય છે. પીકે કહેતાં, પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટનાં સૂત્રો અને ગીતો રંગ લાવે છે. જે પક્ષને પોતે અને પોતાની ટીમે પરામર્શન કર્યું છે એ પક્ષની જીત થાય છે. વળી, આવું એક વાર નહીં એકથી વધુ વાર થાય છે. ’૯૦ અને ૨૦૦૦ના દાયકાની ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જેમ, ૧૦માંથી એકાદ બે મેચ હારે તો ય “ઠીક છે હવે”, એમ એમણે કન્સલ્ટન્સી પૂરી પાડેલો પક્ષ એકાદ વખત હારી પણ જાય, તો ય પ્રશાંત કિશોરનો દબદબો જારી રહે છે. (વારુ, પીકેને ઇન્ટરવ્યૂમાં ક્રિકેટના દાખલા આપવા અને ક્રિકેટની પરિભાષામાં વાત કરવી ગમે છે.)
પ્રાદેશિક પક્ષો એમનો વિશેષ સંપર્ક સાધે છે ને રાષ્ટ્રીય પક્ષો સાથે એમને બહુ લેણાદેણી રહેતી નથી. એના કારણમાં મોટે ભાગે, એમણે સૂચવ્યા મુજબ પૂર્ણ રીતે નહીં વર્ત્યા હોવાનું કે થોડાક અહમ્ના ટકરાવનું કારણ ખૂબ સલૂકાઈથી મૂકી જાણે છે. દરેક મોટી જીત પછી પોતે હવે એ કામ કરવાના નથી એવા સંકેતો મોટેભાગે ને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે આપતા રહે છે. એના ભાગરૂપે ક્યારેક કોઈક રાજકીય પક્ષમાં સીધા સક્રિય થાય છે તો ક્યારેક ટૂંક સમયમાં જણાવશે, એમ જણાવતા રહે છે.

ફરી ચૂંટણી આવે છે; ફરી, પોતે જે પક્ષ કે જે વ્યક્તિ સાથે રહીને જ પોતાના આ પ્રકારના પરામર્શ-કાર્યનો સત્તાવાર પ્રારંભ કર્યો હતો, તેને પણ હરાવી શકાય છે; એવું કેટલીક થિયરીઝ અને કેટલાંક ઉદાહરણો દ્વારા પ્રભાવકપણે કહી જાણે છે. આ વાતો પાંચ રાજ્યોમાં એ પક્ષની ૪-૧થી જીત પછી થાય છે. જો પ્રધાનસેવકને પત્રકારોને મુલાકાત આપવામાં પરહેજ ન હોત તો એમને ચોક્કસ ઇર્ષા થાત … એમ, એક ન્યૂઝ ચૅનલના એક વખતના વડા અને એક ચૅનલના ચાલુ વખતના વડા, એક ડાબે ને એક જમણે, એમ બંને બાજુ બેસીને એમને પ્રશ્નો પૂછે છે. પ્રશ્નો સંવાદમાં પરિવર્તિત થાય છે. સંવાદ સારો થાય છે. એક પક્ષને હરાવવાની વાતો થાય છે, અનેક પક્ષોને સાથે મેળવીને જીતાડવાની વાતો થાય છે. મુખ્ય રૂપે વાત જ આ થાય છે. જે વાત ગૌણ બની જાય છે તે આ છે – મોંઘા શિક્ષણની, દોહ્યલા સ્વાસ્થ્યની. કારમી મોંઘવારીની, ખદબદતા ભ્રષ્ટાચારની. ખેડૂતોની આવકની, અગાઉ ક્યારે ય નહોતી એટલી બેરોજગારીની. ઊંચે ચઢતી આર્થિક અસમાનતાની અને કેટલીક સંવેદનશીલ બાબતોમાં આમ ને આમ ચાલતું રહ્યું તો પાતાળે ય પહોંચી શકે એટલી વર્ગ-વર્ગ ને કોમ-કોમ વચ્ચેના અવિશ્વાસની.
બાકી, વર્ષ ૨૦૨૨માં થનારી પાંચ રાજ્યોની ચૂંટણી થઈ ગઈ છે. ૨૦૨૩માં આવનારી નવ રાજ્યોની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે. ૨૦૨૪માં યોજાનારી દેશ આખાની ચૂંટણી યોજાવાની જ છે. લાગે છે, ચૂંટણીનાં આ સદાબહાર વર્ષોમાં થઈ રહેલી નરી હાર-જીતની ચર્ચા વચ્ચે, ચૂંટણીઓ લોકશાહીનું શિક્ષણ કે લોકમતનું ઘડતર બની રહે કે નહીં, વ્યૂહરચનાઓની વણઝાર ચોક્કસ બની રહેશે. જેમ 'ભારતમાતા કી જય’ આ દેશના ઘણા બધા સવાલોમાંથી મુક્તિ અપાવનારો જવાબ બની રહ્યો છે; એમ જ, આ દેશના ઘણાખરા રાજકીય પક્ષોને – દાયકાઓથી સક્રિય રાજકીય પક્ષોને – 'હર દર્દ કી દવા’ રૂપી ઉત્તર પીકેમાં જ જણાઈ રહ્યો છે.
શું આ જ વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા દેશનો સૌથી મોટો પ્રશ્ન નથી?!
લખ્યા તા. ૨૮-૨૯ માર્ચ ’૨૨
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 01
 



 આપ સૌને વિવિધ સમયે દાઉદભાઈનાં વિધવિધ પાસાંનો પરિચય થયો હશે. વિષય શિક્ષણ હોય કે સાહિત્ય, વાત ચૂંટણી ને લોકશાહીની હોય કે ભાષા અને સંસ્કૃતિની, મુદ્દો સ્ત્રી-પુરુષ સમાનતાનો હોય કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો, અભિવ્યક્તિ સંશોધનલેખ તરાહની હોય કે કટારલેખનની, ક્ષેત્ર વિદ્યાનું હોય કે વહીવટ-વ્યવસ્થાપનનું અને હા, આ સર્વે માટેનો મંચ વર્ગખંડ હોય, વ્યાખ્યાન ખંડ, સભાગૃહ કે પછી કાર્યાલય …  કહો જોઈએ, દાઉદભાઈના વ્યક્તિત્વ અને અભિવ્યક્તિમાંથી કયું તત્ત્વ અવિરત ફોરતું લાગે?
આપ સૌને વિવિધ સમયે દાઉદભાઈનાં વિધવિધ પાસાંનો પરિચય થયો હશે. વિષય શિક્ષણ હોય કે સાહિત્ય, વાત ચૂંટણી ને લોકશાહીની હોય કે ભાષા અને સંસ્કૃતિની, મુદ્દો સ્ત્રી-પુરુષ સમાનતાનો હોય કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો, અભિવ્યક્તિ સંશોધનલેખ તરાહની હોય કે કટારલેખનની, ક્ષેત્ર વિદ્યાનું હોય કે વહીવટ-વ્યવસ્થાપનનું અને હા, આ સર્વે માટેનો મંચ વર્ગખંડ હોય, વ્યાખ્યાન ખંડ, સભાગૃહ કે પછી કાર્યાલય …  કહો જોઈએ, દાઉદભાઈના વ્યક્તિત્વ અને અભિવ્યક્તિમાંથી કયું તત્ત્વ અવિરત ફોરતું લાગે? આ પુસ્તકના લેખો ‘નાગરિક’, ‘નાગરિકતા’, ‘સભ્ય સમાજ’ કે ‘civil society’ શબ્દના ઉલ્લેખ સાથે કે ઉલ્લેખ વગર પણ નાગરિકતાના પાઠ બની રહે છે. ‘સર્જકનો ધર્મ’ નિબંધ આ અનુભૂતિને એક અલગ જ ઊંચાઈ બક્ષે છે. લેખક કહે છે, “સર્જક એક અતિ સંવેદનશીલ વ્યક્તિ છે. … સંવેદનશીલ અને દિલદાર સર્જક તો સમાજના આત્માનો, એની સ્વતંત્રતા અને પવિત્રતાનો રખેવાળ છે. એનું સર્જનકર્મ માનવીના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે, પુરસ્કાર કરે એ અનિવાર્ય છે. આર્થિક, સામાજિક, રાજકીય કે લશ્કરી દબાણો કે ત્રાસથી દુનિયામાં ક્યાં ય અને ક્યારે ય પણ સર્જક ઝૂક્યો નથી.” પછી આગળ ઉમેરે છે, “આમ સમાજને તેથી જ સર્જકમાં એની આશાઓ અને એના ભાવિનો આખરી વિસામો જોવા મળ્યો છે. સાચો સર્જક હંમેશાં ઉદ્ઘોષતો રહ્યો છે.” ક્યારેક નાગરિકો મૂક થઈ જાય છે, સમાજ લથડિયાં ખાતો થઈ જાય છે, ત્યારે તેમને જગાડવાની, અવાજ ઉઠાવવા માટે પ્રેરવાની જવાબદારી સર્જકની બની રહે છે એમ પણ લેખક સોય ઝાટકીને કહે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સર્જકોએ સેવેલું મૌન લેખકને અકળાવતું રહ્યું છે, એ અંગે લેખકની અકળામણ આ લેખમાં પડઘા પડી પડીને અથડાઈ છે.
આ પુસ્તકના લેખો ‘નાગરિક’, ‘નાગરિકતા’, ‘સભ્ય સમાજ’ કે ‘civil society’ શબ્દના ઉલ્લેખ સાથે કે ઉલ્લેખ વગર પણ નાગરિકતાના પાઠ બની રહે છે. ‘સર્જકનો ધર્મ’ નિબંધ આ અનુભૂતિને એક અલગ જ ઊંચાઈ બક્ષે છે. લેખક કહે છે, “સર્જક એક અતિ સંવેદનશીલ વ્યક્તિ છે. … સંવેદનશીલ અને દિલદાર સર્જક તો સમાજના આત્માનો, એની સ્વતંત્રતા અને પવિત્રતાનો રખેવાળ છે. એનું સર્જનકર્મ માનવીના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે, પુરસ્કાર કરે એ અનિવાર્ય છે. આર્થિક, સામાજિક, રાજકીય કે લશ્કરી દબાણો કે ત્રાસથી દુનિયામાં ક્યાં ય અને ક્યારે ય પણ સર્જક ઝૂક્યો નથી.” પછી આગળ ઉમેરે છે, “આમ સમાજને તેથી જ સર્જકમાં એની આશાઓ અને એના ભાવિનો આખરી વિસામો જોવા મળ્યો છે. સાચો સર્જક હંમેશાં ઉદ્ઘોષતો રહ્યો છે.” ક્યારેક નાગરિકો મૂક થઈ જાય છે, સમાજ લથડિયાં ખાતો થઈ જાય છે, ત્યારે તેમને જગાડવાની, અવાજ ઉઠાવવા માટે પ્રેરવાની જવાબદારી સર્જકની બની રહે છે એમ પણ લેખક સોય ઝાટકીને કહે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સર્જકોએ સેવેલું મૌન લેખકને અકળાવતું રહ્યું છે, એ અંગે લેખકની અકળામણ આ લેખમાં પડઘા પડી પડીને અથડાઈ છે. ચાલી રહેલા ગૃહયુદ્ધનું એક કારણ ત્યાંની ૩૦ ટકા જેટલી આલ્બેનિયન વસ્તીની ભાષાનાં રક્ષણ અને પ્રોત્સાહન માટેની ઉત્કટ લાગણી છે. આ લાગણી યુદ્ધ થકી ખેલાય એ ઇતિહાસની એક વાસ્તવિકતા રહેલી છે. … પરંતુ નાગરિક સમાજ – civil society – યુદ્ધ સિવાયના માર્ગો વિશે વિચારે એ સભ્યતા અને સંસ્કૃતિના જતન માટે આવશ્યક છે.”
ચાલી રહેલા ગૃહયુદ્ધનું એક કારણ ત્યાંની ૩૦ ટકા જેટલી આલ્બેનિયન વસ્તીની ભાષાનાં રક્ષણ અને પ્રોત્સાહન માટેની ઉત્કટ લાગણી છે. આ લાગણી યુદ્ધ થકી ખેલાય એ ઇતિહાસની એક વાસ્તવિકતા રહેલી છે. … પરંતુ નાગરિક સમાજ – civil society – યુદ્ધ સિવાયના માર્ગો વિશે વિચારે એ સભ્યતા અને સંસ્કૃતિના જતન માટે આવશ્યક છે.”