બંધારણ ઉમેશ સોલંકી|Poetry|13 April 2023 નથી મનમાં સદીઓનો થાક રક્તના કણેકણમાં આળસ ક્યાંથી મરડું તું વરતે એમ ક્યાંથી વરતું હા, ખરું મરું, છતાં ન મરું વળગ્યું કશું તીક્ષ્ણ ધારદાર ને સુંવાળું પણ ઘણું e.mail : umlomjs@gmail.com
ને એવું બધું ઉમેશ સોલંકી|Poetry|4 April 2023 દોડી-દોડીને થાકવાનું ઠરવાના ઠામે ઠરીને ભીતર પાછું ભાગવાનું હાય એવું કંઈક થાય ઊંઘી જઉં નામ, ઠામ ને એવું બધું ભૂલી જઉં e.mail :umlomjs@gmail.com
કકડો ઉમેશ સોલંકી|Poetry|24 March 2023 કીકીનો રંગ ફેલાઈ ગયો આસપાસ દૂર-સુદૂર સળંગ રાત રાત સામે લાગે ઓછકલું ગહનગભીરા દરિયાનું ઊંડાણ કશું સમજાય નહીં ખોબા જેટલું ય ઉલેચાય નહીં અચાનક હાથ આવ્યો કટકો અંધાર નીતરતો અંધારાનો કકડો e.mail : umlomjs@gmail.com