ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી મણકો – 12
ગામ રાશિન, જિલ્લો અહમદનગર – મહારષ્ટ્રના રહીશ નીતિન સોનાવને, ઉમ્મર વર્ષ 28. ગભરાશો નહીં, આ કોઈ બેન્કના નાણાં લઈને વિદેશ પલાયન થયેલા વીરની કથા નથી. એક તરવરિયા યુવાનના દિલમાં શાંતિદૂત બનવાની તમન્ના જાગી અને દુનિયા આખી ખૂંદી વળવા નીકળી પડ્યો, તેની કહાણી છે, આ.
નીતિને 2013માં ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિક્મ્યુનિકેશન્સમાં એન્જીનિયરની ઉપાધિ સિંહગઢ-પૂનાથી મેળવી. ટેલિકોમના ક્ષેત્રમાં માત્ર છ મહિના કામ કર્યું. મહારાષ્ટ્ર ગાંધી સ્મારક નિધિ દ્વારા સ્થાપિત શાંતિ દળમાં શાંતિ દૂત તરીકે જોડાયા. દોઢેક વર્ષ સુધી જ્ઞાતિઓ વચ્ચેના ભેદભાવ હઠાવવા અને ધર્મો વચ્ચે સુસંવાદિતા લાવવા એ સંગઠન સાથે કામ કર્યું.
આ યુવાનના જીવનની થોડી પૂર્વભૂમિકા જાણીએ. નીતિનભાઈના જ શબ્દો ટાંકુ, “બચપણથી જ હું ચાર ધર્મોને અનુસરતા મારા વડીલો સાથે મોટો થયો. મારુ કુટુંબ હિન્દુ છે. મારી માતાએ ક્રીશ્ચિયાનિટી અપનાવી, હું તેને બાઇબલ વાંચી સંભળાવતો. મારા પિતાજી રમઝાન મહિનામાં એક મહિનો રોજા રાખતા, હું તેમની સાથે મસ્જિદમાં જતો અને ઇફ્તારમાં ભાગ લેતો. મારી દાદીમા ધન નિરંકારજીને (શીખ ધર્મનો એક ફાંટો) અનુસરતાં. મારા ઘરમાં દરેક વ્યક્તિ જુદો જુદો ધર્મ પાળતાં છતાં મેં ક્યારે ય તેમની વચ્ચે કોઈ વિખવાદ નથી જોયો. એક જ દીવાલ પર બધા ભગવાન પૂરેપૂરી શાંતિથી રહેતા હતા.”
બુદ્ધ, ગાંધી, બાબાસાહેબ આંબેડકર અને મહારાષ્ટ્રના અગ્રણી સમાજ સુધારક, કર્મશીલ અને રાજકારણના વિવેચક ડૉ. કુમાર સપ્તર્ષિનાં જીવન અને કાર્યોથી પ્રેરિત એવા નીતિનભાઈ અલગ અલગ કોમ અને ધર્મના લોકોને એકમેકની સાથે સુમેળથી રહેતા કરવાના પ્રયાસમાં છે, જેથી એક શાંતિપ્રિય સમાજની રચના થાય. જ્યાં કોમી રમખાણો વધુ થતાં તેવા વિસ્તારોમાં જ્ઞાતિના ભેદભાવ વિહોણા સમાજની રચના કરવા શિબિરો યોજી. જ્યાં કોમી રમખાણો વધુ થતાં તેવા વિસ્તારોમાં ધર્મો વચ્ચેનાં વૈમનસ્ય મિટાવવા સક્રિય થયા. તે ઉપરાંત મહારષ્ટ્રમાં દુષ્કાળ પીડિત લોકોનાં સ્વાસ્થ્ય માટે કામ કરવા જોડાયા. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પમાં સેવાઓ અને આદિવાસી વિદ્યાર્થી કલ્યાણ સારુ થતી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા.
ટેલિકોમ ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત અલ્પજીવી નીવડી. ભાઈ નીતિનને પોતાની કોમ અને બહોળા સમાજને વધુ ઉપયોગી થવાના વિચારે શાંતિથી બેસવા ન દીધા. ‘વિશ્વ શાંતિ અને મૈત્રી’ યાત્રાનું આયોજન કરીને 18 નવેમ્બર 2016ને દિવસે સેવાગ્રામ – વર્ધાથી સાઇકલ લઈને નીકળી પડયા. તેમની સાથે થાઈલેન્ડના અજય હાપસે પણ જોડાયા. સાબરમતી આશ્રમને ‘કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું’ એમ જાહેર કરીને ગાંધીએ ત્યાગી દીધેલો અને વર્ધા પાસેના સે ગાંવમાં સેવાગ્રામ આશ્રમ બનાવીને રહ્યા હતા, એ જ આશ્રમથી આ શાંતિ યાત્રાનો પ્રારંભ થયો. નીતિન સોનેવાનેની યાત્રા આશરે 1,095 દિવસ ચાલવાની યોજના છે. ભારતમાં તેઓએ અનેક સ્થળોએ જઈને વિશ્વશાંતિનો સંદેશ પહોંચાડ્યો અને ત્યાર બાદ થાઈલેન્ડ, કંબોડિયા, વિયેતનામ, ચીન, હોંગકોંગ, મકાઉ, જપાન, દક્ષિણ કોરિયા અને જેસુ ટાપુ પણ ગયા. ત્યાંથી છલાંગ મારી કેનેડા, અમેરિકા, ગ્વાટેમાલા, હોન્ડયુરસ, એલ સાલ્વાડોર, નિકારાગુઆ, કોસ્ટારિકા, પનામા, કોલમ્બિયા, એક્વાડોર અને પેરુ, એ બધા દેશોમાં સાઇકલ પ્રવાસ કર્યો.
હજુ એક બીજો ખંડ ખૂંદવાનો બાકી હતો. જેની શરૂઆત દક્ષિણ આફ્રિકાથી કરી, જ્યાં છ મિત્રો ભારતથી અને જપાનના એક બૌદ્ધ સાધુ યાત્રામાં જોડાયા. ગાંધી અને નેલ્સન મંડેલાનાં પગલે બે મહિના સુધીની મજલમાં આ મિત્રોએ સાથ આપ્યો. કેનિયા, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, તાન્ઝાનિયા, રુવાન્ડા અને યુગાંડા સુધી બૌદ્ધ સાધુએ સાથ આપ્યો. ત્યાર બાદ ઇથિયોપિયા, સુદાન અને ઇજિપ્તની સફર એકલ પંડે પૂરી કરી.
નીતિનભાઈને યુનાઇટેડ કિંગ્ડમ સુધીની યાત્રા કરતાં લગભગ ત્રણ વર્ષ થયા. ગ્લાસગોથી લંડનની 600 માઈલની મજલ પદયાત્રાથી પૂરી કરતાં 44 દિવસ થયા. 2 ઓક્ટોબર 2019ને દિવસે ટાવિસ્ટોક સ્કવેરમાં ગાંધી સ્મારક પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને નીતિન તથા અલગ અલગ સંગઠનોના 25-30 જેટલા પ્રતિનિધિઓએ કૂચ કરીને પાર્લામેન્ટ સ્કવેર પર ખડી કરાયેલી ગાંધીની પ્રતિમા પાસે જઈ ગાંધી 150ની ઉજવણી કરી. એ કૂચમાં સ્વાતંત્ર્ય સંગ્રામના નજીકથી સાક્ષી બનેલાં એક નાનીમા, આઝાદી બાદ તરત જન્મીને દેશપ્રેમથી ભરપૂર એવા નવા વાતાવરણમાં જન્મેલ પુત્રી અને યુનાઇટેડ કિંગ્ડમમાં જન્મીને સ્થાયી થયેલ દોહિત્ર એમ ત્રણ પેઢીના સભ્યોને એક સાથે ‘વૈષ્ણવ જન તો…’ અને ‘રઘુપતિ રાઘવ રાજારામ’ ગાતાં જોવાં-સાંભળવાં એ ય એક લ્હાવો હતો. નીતિન હવે યુરોપના દેશો અને ભૂમધ્ય પ્રદેશના કેટલાક દેશોમાં યાત્રા ગોઠવવાની પેરવીમાં છે. તેઓ ફ્રેન્કફર્ટથી બર્લિન પદયાત્રા કરવા ધારે છે. ત્યાર બાદ ભૂમધ્ય પ્રદેશના દેશોમાં, જેમાં ટર્કી, ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને ઈરાનનો સમાવેશ છે, ત્યાં જવાનું આયોજન છે. આ યાત્રા લાહોર – પાકિસ્તાન ખાતે સંપૂર્ણ થશે.
નીતિનભાઈએ ઘણા રેડિયો સ્ટેશન પર ઉપર મુલાકાતો આપી અને છાપાંઓમાં અહેવાલો છપાયા. તેમને પુછાયેલા સવાલોના જવાબો તારવીને અહીં મુક્યા છે. તેઓ દિવસના ચાર પાઉન્ડ જેટલી મૂડી પર નભે. બ્રેડ, પી-નટ બટર અને શાક ખાઈને ચલાવે. ત્રણ વર્ષ પહેલાં લીધેલ તંબુ ખોડવા માટે સલામત જગ્યા શોધીને પોઢે. સુદાનના લોકોએ ખૂબ જ મિત્રતા બતાવી. એ દેશમાં ખૂબ રાજકીય જ અશાંતિ છે, પણ લોકોએ શાંતિની વાતો અત્યંત રસપૂર્વક સાંભળી. ત્યાં ધનવાનો નથી, પણ આદરસત્કારની ખામી નથી. લોકો પોતાને ઘેર રહેવા બોલાવતા હતા અને ભોજન આપતા હતા. અને એ સુખદ અનુભવ હતો. જો કે ત્રણ વર્ષથી સતત સાઇકલ અને પદયાત્રા કરવા નીકળી પડેલા આ યુવાનને સૌથી મોટો પડકારનો સામનો કરવો પડે છે તે શરીરને સ્વસ્થ રાખવાનો. રુવાન્ડામાં ખોટા પ્રકારના શૂઝ પહેરવાને કારણે પગમાં ઇજા થઇ, ત્રણ અઠવાડિયા સુધી ચાલી ન શક્યા. આરામ કરવા કોઈ એક જગ્યાએ રોકાવું બહુ મુશ્કેલ હતું. હોન્ડયુરસ અને ગ્વાટેમાલામાં ક્યાં ય રહેવાની જગ્યા ન મળી. ત્યાંનું હિંસક વાતાવરણ જાણીતું એટલે જરા ભયજનક સ્થિતિમાં આવી પડેલા. નવાઈની વાત એ છે કે મેક્સિકોમાં ડ્રગની ગેંગના કેટલાક સભ્યોને તેઓ મળ્યા અને પોતાના શાંતિ, પ્રેમ અને અહિંસાના વિચારો વહેંચ્યા!
કોઈ પણ વ્યક્તિ પોતાનું વતન છોડીને દૂર સુદૂરના દેશમાં જાય તો ઘણું અવનવું જોવા-અનુભવવા મળે, જયારે નીતિનભાઈએ તો એક પછી એક એમ એકબીજાથી નિરાળા દેશોમાં થોડા થોડા દિવસો રહેવાનું બીડું ઝડપ્યું એટલે તેમને ઘણી વાર ક્લચર શોક લાગ્યો. ઘણા દેશોમાં ફર્યા, પરંતુ અલ્પ સમયનું રોકાણ હોવાને કારણે ત્યાંની સંસ્કૃતિ સમજતાં વાર લાગે. સુદાનમાં વધુ મૂંઝવણ થઇ કેમ કે ક્યારે ય મુસ્લિમ દેશમાં નહોતા ગયા. આફ્રિકાની સંસ્કૃતિ દક્ષિણ અમેરિકા કરતાં તદ્દન અલગ છે. ભારતમાં હોઈએ ત્યારે આ બધા દેશો વિષે કશી જાણકારી ન હોય તે સ્વાભાવિક છે અને તેથી એ ખંડોના રહેવાસીઓ, તેમનો ખોરાક, આબોહવા અને લોકોની રીતભાત અને સ્વભાવ વિષે શું અપેક્ષા રાખવી તે ખબર જ નહોતી.
અન્ય ભારતીયોની માફક નીતિનભાઈ પણ અમેરિકાને સહુથી વધુ ધનાઢ્ય માનતા હતા. પરંતુ ત્યાંના મુખ્ય માર્ગો અને શેરીઓમાં ફરતાં તેમને તો એ સહુથી વધુ ગરીબ પણ લાગ્યો. સાનફ્રાન્સિસ્કોમાં મુખ્ય વિસ્તારમાં ફરતાં આંતરરાષ્ટ્રીય બેંકો અને વ્યાપારી મથકો, ઉત્તમ ખાણી પીણીની જગ્યાઓ જોઈ અને થોડે આગળ જતાં ડાબી બાજુ વળ્યા તો ઘરબાર વિનાનાં ભૂખ્યાં લોકો શેરીમાં બેઠાં જોવાં મળ્યાં, જેનાથી તેમને તેનાથી બહુ આઘાત લાગ્યો. ગરીબ-તવંગર વચ્ચે આવો વિરોધાભાસ દુનિયામાં બીજે નથી જોવા મળતો એવું નીતિનભાઈના અનુભવે લાગ્યું.
વિશ્વશાંતિ અને જ્ઞાતિ તથા ધર્મો વચ્ચે સહઅસ્તિત્વની ભાવનાનો સંદેશ ફેલાવવાના ઉત્તમ આશય સાથે ત્રણ વર્ષ પહેલાં પોતાના કુટુંબીજનોને છોડીને આ યુવક નીકળી પડ્યો. પરંતુ તેમને કુટુંબીઓ બહુ યાદ આવે. તેમના શબ્દોમાં બયાન જાણીએ, “હું પૈસાદાર કુટુંબમાંથી નથી આવતો, પિતા ગુજરી ગયા ત્યારે 14 વર્ષનો હતો. મારા કુટુંબીઓને હું આવી યાત્રા પર કેમ નીકળ્યો તે સમજાવવું મુશ્કેલ છે. મારા પરિવારમાં આગળ અભ્યાસ કરનારો હું પ્રથમ. મારા બે મોટા ભાઈઓ સખત કામ કરીને ગુજરાન ચલાવે છે, તેમને વિશ્વના પ્રશ્નો વિષે કોઈ ખ્યાલ નથી, એટલે મારી આ યાત્રાનો હેતુ સમજી નથી શકતા. પરંતુ જ્યારે સમાચારમાં કે ટેલિવિઝન પર મને જુએ ત્યારે ખુશ થાય!” સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર ગણી બેઠેલા ભાઈ નીતિને અંગત લાગણીઓને થોડા સમય માટે સંયત રાખીને આ ઉમદા ધ્યેય પાર પાડવાનું વ્રત લીધું છે.
ગાંધી વિષે દુનિયા શું જાણે એમ તમે ઈચ્છો છો? એ પ્રશ્નના જવાબમાં નીતિનભાઈએ કહ્યું, “ગાંધીએ સહુથી મહત્ત્વની વાત એ કહી કે તમે તમારું સત્ય પોતાના જીવનની સફર દ્વારા, જાતે શોધખોળ કરીને, પ્રકૃતિ પાસેથી અને વાંચીને શોધો અને પછી એ સત્યને અહિંસાના માધ્યમથી અનુસરો. અને હું એ સંદેશ દુનિયાના નાનામાં નાના માણસ સુધી પહોંચાડવા માંગુ છું. મને સમજાયું કે એક માત્ર માનવ જાતિ જ આ સૃષ્ટિ પર નથી જીવતી. મારે પર્યાવરણમાં આવતા નુકસાનકારક બદલાવને રોકવા અને દરેક પ્રકારના ભેદભાવને નાબૂદ કરવા કામ કરવું છે. હું નીચલી જ્ઞાતિમાં જન્મેલ વ્યક્તિ છું અને મારે જ્ઞાતિ પ્રથાના ભેદભાવ સામે લડવું છે. મને ખાતરી છે કે ગાંધીને સાંપ્રત વૈશ્વિક સમસ્યાઓમાંથી પર્યાવરણમાં થતા ધરખમ ફેરફારો વિષે ઘણી ચિંતા થઇ હોત અને તેને અટકાવવા લડત આપી હોત. તેમણે ગ્રેટા થુનબર્ગને જરૂર ટેકો આપ્યો હોત. આ યાત્રામાંથી હું એ પણ શીખ્યો કે દુનિયા આખીમાં જ્યાં પણ ગયો, લોકો ખૂબ જ પ્રેમાળ છે તેમ અનુભવ્યું. તમે તેમને કઈ રીતે સંપર્ક કરો છો તેના પર તેમની ભલાઈનો આધાર રહે. આખી દુનિયામાં આટલા બધા દેશોમાં ભ્રમણ કર્યા બાદ પ્રતીત થયું કે શાંતિ સ્થાપવી અને ટકાવવી શક્ય છે.” આશા રાખીએ કે નીતિનભાઈના આશાવાદનો ચેપ આપણને પણ લાગે.
પોતાની ત્રીસેક જેટલા દેશોની સફર દરમ્યાન નીતિનભાઈએ નોંધ્યું કે નાનાં મોટાં ગામડાં અને શહેરોમાં લોકો ગાંધીને શાંતિના દૂત અને અહિંસાના પ્રચારક તરીકે ઓળખે છે, તેમનાં બાવલાં જીસસ અને ગૌતમ બુદ્ધની જેમ ઠેર ઠેર જોવા મળે છે. તેઓ હજુ અહિંસક પ્રતિકારમાં જીવિત છે એમ અનુભવાય છે.
આ સાથે ભાઈ નીતિને જે તે દેશોની મુલાકાત લીધેલી ત્યાંની કેટલીક તસ્વીરો શામેલ છે :-
જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી વચ્ચેની પદયાત્રા
હિરોશિમા પીસ મેમોરિયલ (Genbaku Dome) 6 ઓગસ્ટ 1945માં પ્રથમ અણુબોંબ ફેંકાયો ત્યાર બાદ એકમાત્ર બચવા પામેલ ઇમારત
જાપાનમાં શાંતિ યાત્રાનો પહેલો દિવસ. તસ્વીરમાં એક વયસ્ક મહિલા અને તદ્દન નાનું બાળક પણ શામેલ થયા!
ઓકિનાવા જાપાન. અમેરિકન હવાઈ મથક સામેનો પ્રતિકાર
બ્રોન્ઝ સ્કલ્પ્ચર સ્વીડિશ શિલ્પકાર કાર્લ ફ્રેડરીક રૂટરવોર્ડ બનાવેલ, જે ન્યુયોર્કના યુનાઇટેડ નેશન્સની ઇમારત પાસે ખડું છે.
અમેરિકામાં એક હાઈસ્કૂલમાં વાર્તાલાપ
હોન્ડુરાસની એક શાળાની મુલાકાત
કોલંબિયાના મૂળ વતની સાથે
દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાની પ્રતિમા પાસે
પિટરમેરિત્ઝબર્ગ સ્ટેશન-જ્યાં ગાંધીજીને ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા
રોબિન આઇલેન્ડ, જ્યાં નેલ્સન મંડેલાને વીસથી ય વધુ વર્ષ કેદ રખાયેલ
દક્ષિણ આફ્રિકા – શાંતિ યાત્રા
નીતિન સોનેવાનેને તેમની આગામી સફર માટે અનેક શુભેચ્છાઓ પાઠવીએ.
e.mail : 71abuch@gmail.com
 















 ગાંધી ફાઉન્ડેશન, યુનાઇટેડ કિંગ્ડમ અને બ્રહ્માકુમારી, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા, તાજેતરમાં, ગાંધી 150ના ઉપલક્ષ્યમાં, લંડનમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય પરિસંવાદ ત્રણ બેઠકોમાં વિભાજીત કરાયેલો: સંઘર્ષોનો અહિંસક ઉકેલ, આધુનિક વ્યાપારી ઢાંચો અને પર્યાવરણમાં આવતો બદલાવ. કુલ મળીને સાતેક વક્તાઓએ આપેલાં પ્રવચનોની ઝાંખી અહીં પ્રસ્તુત છે.
ગાંધી ફાઉન્ડેશન, યુનાઇટેડ કિંગ્ડમ અને બ્રહ્માકુમારી, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા, તાજેતરમાં, ગાંધી 150ના ઉપલક્ષ્યમાં, લંડનમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય પરિસંવાદ ત્રણ બેઠકોમાં વિભાજીત કરાયેલો: સંઘર્ષોનો અહિંસક ઉકેલ, આધુનિક વ્યાપારી ઢાંચો અને પર્યાવરણમાં આવતો બદલાવ. કુલ મળીને સાતેક વક્તાઓએ આપેલાં પ્રવચનોની ઝાંખી અહીં પ્રસ્તુત છે. કાયદાના અભ્યાસ દરમ્યાન યુ.એન. ચાર્ટર બ્રુસ કેન્ટના હાથમાં આવ્યું (જે બ્રિટનના દરેક નાગરિકને વાંચવાની ભલામણ તેમણે કરી છે) અને તેની પ્રસ્તાવના વાંચી ગયા. આમ તો તેમના મનમાં પેસિફીસ્ટ લોકોના પ્રયાસો વિષે શંકા હતી, પરંતુ જ્યારે ગાંધીજી, મધર ટેરેસા, અબ્દુલ ગફારખાન અને માર્ટિન લ્યુથર કિંગ જેવાનાં જીવન અને કાર્યો વિષે જાણ્યું, ત્યારે અહેસાસ થયો કે તેમનાં જેવાં આગેવાનોએ સમાજને બદલવા અહિંસક માર્ગને અપનાવીને એક નવી દિશા બતાવી; એટલું જ નહીં યુદ્ધ વિરોધી હોવું એટલે કશું ન કરવું એ સાચું નથી, પરંતુ તે માટે જરૂર આકરાં પગલાં લેવાં, પણ તે અહિંસક હોવાં આવશ્યક તેમ સમજાયું. અને ત્યાર બાદ તેઓ યુદ્ધ અને અણુશસ્ત્રોના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવવા કટિબદ્ધ થયા. બ્રિટન શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાવે તે માટે પ્રયાસ કરનારાઓમાં બ્રુસ કેન્ટ અગ્રણી છે. તેમનું દ્રઢ માનવું છે કે સમાજમાં પરિવર્તન આવે છે. ગુલામી પ્રથા નાબૂદ થઇ, મહિલાઓને મતાધિકાર મળ્યો, પીટરલૂ હત્યાકાંડ થયો, પણ અંતે સાર્વત્રિક મતાધિકાર મળ્યો તેમ એક વખત શસ્ત્રોનું વેચાણ બંધ થશે. છેવટ શ્રોતાઓને તેમણે ચીમકી આપી કે દુનિયામાં માનવહિત વિરોધી જે કઈં બની રહ્યું છે તે સમયે ‘અમે તો સારા છીએ’ એમ માનીને સંતોષ મેળવવો અને આસપાસની ઘટનાઓને બેઠા બેઠા જોયા કરવાનો સમય હવે નથી. એમણે પડકાર કર્યો, ‘ઊભા થાઓ અને કઈંક કરો.’ જોઈએ, કેટલા લોકોને આ વાત સ્પર્શે છે તે.
કાયદાના અભ્યાસ દરમ્યાન યુ.એન. ચાર્ટર બ્રુસ કેન્ટના હાથમાં આવ્યું (જે બ્રિટનના દરેક નાગરિકને વાંચવાની ભલામણ તેમણે કરી છે) અને તેની પ્રસ્તાવના વાંચી ગયા. આમ તો તેમના મનમાં પેસિફીસ્ટ લોકોના પ્રયાસો વિષે શંકા હતી, પરંતુ જ્યારે ગાંધીજી, મધર ટેરેસા, અબ્દુલ ગફારખાન અને માર્ટિન લ્યુથર કિંગ જેવાનાં જીવન અને કાર્યો વિષે જાણ્યું, ત્યારે અહેસાસ થયો કે તેમનાં જેવાં આગેવાનોએ સમાજને બદલવા અહિંસક માર્ગને અપનાવીને એક નવી દિશા બતાવી; એટલું જ નહીં યુદ્ધ વિરોધી હોવું એટલે કશું ન કરવું એ સાચું નથી, પરંતુ તે માટે જરૂર આકરાં પગલાં લેવાં, પણ તે અહિંસક હોવાં આવશ્યક તેમ સમજાયું. અને ત્યાર બાદ તેઓ યુદ્ધ અને અણુશસ્ત્રોના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવવા કટિબદ્ધ થયા. બ્રિટન શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાવે તે માટે પ્રયાસ કરનારાઓમાં બ્રુસ કેન્ટ અગ્રણી છે. તેમનું દ્રઢ માનવું છે કે સમાજમાં પરિવર્તન આવે છે. ગુલામી પ્રથા નાબૂદ થઇ, મહિલાઓને મતાધિકાર મળ્યો, પીટરલૂ હત્યાકાંડ થયો, પણ અંતે સાર્વત્રિક મતાધિકાર મળ્યો તેમ એક વખત શસ્ત્રોનું વેચાણ બંધ થશે. છેવટ શ્રોતાઓને તેમણે ચીમકી આપી કે દુનિયામાં માનવહિત વિરોધી જે કઈં બની રહ્યું છે તે સમયે ‘અમે તો સારા છીએ’ એમ માનીને સંતોષ મેળવવો અને આસપાસની ઘટનાઓને બેઠા બેઠા જોયા કરવાનો સમય હવે નથી. એમણે પડકાર કર્યો, ‘ઊભા થાઓ અને કઈંક કરો.’ જોઈએ, કેટલા લોકોને આ વાત સ્પર્શે છે તે. પ્રથમ બેઠકના બીજા વક્તા હતાં અનોખું વ્યક્તિત્વ ધરાવતા એક મહિલા જેઓ ફિલિપાઇન્સના મૂળ વાતનીઓના અધિકારો માટે અહિંસક લડત લડવા માટે જાણીતાં છે. વિક્ટોરિયા તાઉલી-કોર્પઝ [Victoria Tauli-Corpuz] અને તેમના પતિએ TEBTEBBA નામનું એક સંગઠન શરૂ કરેલું જેના વિષે એક અલગ લખાણ લખી શકાય.
પ્રથમ બેઠકના બીજા વક્તા હતાં અનોખું વ્યક્તિત્વ ધરાવતા એક મહિલા જેઓ ફિલિપાઇન્સના મૂળ વાતનીઓના અધિકારો માટે અહિંસક લડત લડવા માટે જાણીતાં છે. વિક્ટોરિયા તાઉલી-કોર્પઝ [Victoria Tauli-Corpuz] અને તેમના પતિએ TEBTEBBA નામનું એક સંગઠન શરૂ કરેલું જેના વિષે એક અલગ લખાણ લખી શકાય. 
 Initiatives of Change UKના મુખ્ય સૂત્રધાર પૉલ ગટરીજના વક્તવ્યથી પહેલી બેઠક સંપન્ન થઇ. વિશ્વમાં વ્યક્તિગત સ્તરે મૂલ્યોમાં બદલાવ લાવીને શાંતિ સ્થાપવાની નેમ ધરાવતા પૉલ છેલ્લા બે દાયકાથી Third Sectorના વિવિધ સંસ્કૃતિ, ધર્મ અને રાજકીય પૃષ્ઠભૂમિના લોકો સાથે મળીને કામ કરે છે. સામાજિક, આર્થિક, ધાર્મિક અને જાહેર સેવાઓના આગેવાનો સાથે કામ કરીને તેઓ પરિવર્તનનું વહેણ નીચેથી ઉપર તરફ ગતિમાન કરવા કોશિશ કરી રહ્યા છે. આ પ્રકારના કાર્યમાં જોડાવા પાછળનો પોતાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું, ઇંગ્લેન્ડમાં થયેલ કોમી રમખાણો સમયે તેમનો જન્મ. સાત-આઠ વર્ષની ઉંમરે હિંસા આચરાતી જોઈ. પોતાની માતાને તેની બૂરી અસર થયેલી. તે વખતે ખ્યાલ આવ્યો કે big doors swing on small hinges – મોટું બારણું નાના મજાગરા પર ઝૂલતું હોય છે. આપણે આગેવાન થવાની જરૂર નથી, પણ આગેવાન જેવા કાન – સાંભળીને સમજવાની શક્તિ હોવી જોઈએ. આજે પ્રસરી રહેલી હિંસાનું કારણ વ્યક્તિત્વવાદ અને વ્યક્તિનું નાના નાના કણમાં રૂપાંતર થઇ જવું તે છે.
Initiatives of Change UKના મુખ્ય સૂત્રધાર પૉલ ગટરીજના વક્તવ્યથી પહેલી બેઠક સંપન્ન થઇ. વિશ્વમાં વ્યક્તિગત સ્તરે મૂલ્યોમાં બદલાવ લાવીને શાંતિ સ્થાપવાની નેમ ધરાવતા પૉલ છેલ્લા બે દાયકાથી Third Sectorના વિવિધ સંસ્કૃતિ, ધર્મ અને રાજકીય પૃષ્ઠભૂમિના લોકો સાથે મળીને કામ કરે છે. સામાજિક, આર્થિક, ધાર્મિક અને જાહેર સેવાઓના આગેવાનો સાથે કામ કરીને તેઓ પરિવર્તનનું વહેણ નીચેથી ઉપર તરફ ગતિમાન કરવા કોશિશ કરી રહ્યા છે. આ પ્રકારના કાર્યમાં જોડાવા પાછળનો પોતાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું, ઇંગ્લેન્ડમાં થયેલ કોમી રમખાણો સમયે તેમનો જન્મ. સાત-આઠ વર્ષની ઉંમરે હિંસા આચરાતી જોઈ. પોતાની માતાને તેની બૂરી અસર થયેલી. તે વખતે ખ્યાલ આવ્યો કે big doors swing on small hinges – મોટું બારણું નાના મજાગરા પર ઝૂલતું હોય છે. આપણે આગેવાન થવાની જરૂર નથી, પણ આગેવાન જેવા કાન – સાંભળીને સમજવાની શક્તિ હોવી જોઈએ. આજે પ્રસરી રહેલી હિંસાનું કારણ વ્યક્તિત્વવાદ અને વ્યક્તિનું નાના નાના કણમાં રૂપાંતર થઇ જવું તે છે. પરિષદની બીજી બેઠક વિષે મારા મનમાં વિશેષ ઇંતેજારી હતી. ગાંધી વિચારની સહુથી વધુ અવમાનના ઉત્પાદન અને વેપારના ક્ષેત્રોમાં થઇ છે તેવું જોવા મળે છે, એથી એ ત્રણે વકતાઓ પોતપોતાના દ્રષ્ટિબિંદુ દ્વારા શું પ્રતિપાદિત કરશે તેના વિષે ઉત્કંઠા હતી. આ બેઠકનાં સંચાલિકા જીના લાઝેનબી એક વકતા, લેખિકા, શિક્ષિકા, માર્ગદર્શક અને મહિલાઓનાં સ્વાસ્થ્ય માટેના સમર્થક એવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમનું માનવું છે કે મૂડીવાદ અહીં અડ્ડો જમાવીને બેઠો જ છે, તો હવે સજાગ મૂડીવાદ લાવવાની કોશિષ કરવી રહી. જીનાનું મંતવ્ય છે કે હાલનો મૂડીવાદ એક નવ પ્રભાત લઈને આવ્યો છે. એ વિષે ત્યાર બાદના વકfતાઓએ વધુ માહિતી આપી તે જોઈએ.
પરિષદની બીજી બેઠક વિષે મારા મનમાં વિશેષ ઇંતેજારી હતી. ગાંધી વિચારની સહુથી વધુ અવમાનના ઉત્પાદન અને વેપારના ક્ષેત્રોમાં થઇ છે તેવું જોવા મળે છે, એથી એ ત્રણે વકતાઓ પોતપોતાના દ્રષ્ટિબિંદુ દ્વારા શું પ્રતિપાદિત કરશે તેના વિષે ઉત્કંઠા હતી. આ બેઠકનાં સંચાલિકા જીના લાઝેનબી એક વકતા, લેખિકા, શિક્ષિકા, માર્ગદર્શક અને મહિલાઓનાં સ્વાસ્થ્ય માટેના સમર્થક એવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમનું માનવું છે કે મૂડીવાદ અહીં અડ્ડો જમાવીને બેઠો જ છે, તો હવે સજાગ મૂડીવાદ લાવવાની કોશિષ કરવી રહી. જીનાનું મંતવ્ય છે કે હાલનો મૂડીવાદ એક નવ પ્રભાત લઈને આવ્યો છે. એ વિષે ત્યાર બાદના વકfતાઓએ વધુ માહિતી આપી તે જોઈએ.  આધુનિક વ્યાપારી ઢાંચા વિષે વાત કરતાં પહેલાં એન્ડ્રુએ કહ્યું કે આજનો મૂડીવાદ કુદરતને ચાર હાથે લૂંટવા બેઠો છે. જે ઝડપથી આપણા સ્રોતો વાપરીએ છીએ તે વિનાશક છે. ગાંધીજીએ કહેલું, “મારા ઘરને દીવાલો હશે, પણ બારી-બારણાં ખુલ્લાં રાખીશ જેથી બહારની હવા અંદર આવે. તેમ છતાં મારા પગ જમીન પરથી ડગી જાય તેવી પરિસ્થિતિનો હું તદ્દન અસ્વીકાર કરું છું.” તેમણે ભારતવાસીઓને ચેતવેલા કે બ્રિટન પોતાની જરૂરિયાતો સંતોષવા એક ગ્રહમાં ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપભોગ કરે છે, જો ભારત પણ એ રસ્તે જશે તો તેને સાત ગ્રહોની જરૂર પડશે. અહીં તેમણે ભૂખાળવા ઉપભોક્તાવાદ અને તેને સંતોષતા મૂડીવાદ સામે લાલ બત્તી ધરી હતી. આપણી પાસે કુદરતી સંસાધનો ટાંચા છે, ખતમ થવા આવ્યા અને છતાં તેના પર જીવન નભાવીએ છીએ. આ ગતિએ દુનિયાનો અંત જોવો સહેલો છે, પણ આર્થિક પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી લાવતા. શા માટે?
આધુનિક વ્યાપારી ઢાંચા વિષે વાત કરતાં પહેલાં એન્ડ્રુએ કહ્યું કે આજનો મૂડીવાદ કુદરતને ચાર હાથે લૂંટવા બેઠો છે. જે ઝડપથી આપણા સ્રોતો વાપરીએ છીએ તે વિનાશક છે. ગાંધીજીએ કહેલું, “મારા ઘરને દીવાલો હશે, પણ બારી-બારણાં ખુલ્લાં રાખીશ જેથી બહારની હવા અંદર આવે. તેમ છતાં મારા પગ જમીન પરથી ડગી જાય તેવી પરિસ્થિતિનો હું તદ્દન અસ્વીકાર કરું છું.” તેમણે ભારતવાસીઓને ચેતવેલા કે બ્રિટન પોતાની જરૂરિયાતો સંતોષવા એક ગ્રહમાં ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપભોગ કરે છે, જો ભારત પણ એ રસ્તે જશે તો તેને સાત ગ્રહોની જરૂર પડશે. અહીં તેમણે ભૂખાળવા ઉપભોક્તાવાદ અને તેને સંતોષતા મૂડીવાદ સામે લાલ બત્તી ધરી હતી. આપણી પાસે કુદરતી સંસાધનો ટાંચા છે, ખતમ થવા આવ્યા અને છતાં તેના પર જીવન નભાવીએ છીએ. આ ગતિએ દુનિયાનો અંત જોવો સહેલો છે, પણ આર્થિક પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી લાવતા. શા માટે? એક વકીલ, કરવેરા વિશેના સલાહકાર અને આંતરરાષ્ટ્રીય વકીલાતની ફર્મના ભાગીદાર એવી ત્રિવિધ વ્યવસાયિક ભૂમિકા ભજવનાર આધુનિક વ્યાપારી મોડેલ વિષે વાત કરી શકે તેવી કલ્પના આવવી મુશ્કેલ. પરંતુ દ્વિતીય બેઠકના વક્તા ગ્રેઅમ નટલ એક એવી વ્યક્તિ છે જેઓ ઉપર ઉલ્લેખ કર્યો છે તે તમામ કામગીરી બજાવવા ઉપરાંત યુનાઇટેડ કિંગ્ડમની સરકારને નોકરિયાતો નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગોના માલિક બને અથવા નફામાં સહભાગી બને તે માટે નીતિ ઘડવામાં મદદરૂપ થયા છે. સરકારે તેમના સૂચનોને માન્ય કરીને કંપની અને કરવેરા અંગેના કાયદાઓમાં ફેરફાર કર્યા છે. નોકરિયાતોના હિત માટે નીતિ ઘડવા બદલ તેમને OBEનો ઇલકાબ મળ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાને પરિણામે ગ્રેઅમનો અનુભવ કહે છે કે નાનોસૂનો બદલાવ મોટી અસર ઉપજાવી શકે છે. એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ આ સિદ્ધાંત ઉપર સ્થપાયું. મૂડીવાદ પૂરજોશમાં પકડ જમાવી બેઠો છે જેને કારણે આર્થિક વિકાસ થતો જોવા મળે છે પરંતુ તેનાથી મળતો લાભ જે તે કંપનીના માલિકોને અનેક ગણો  અને નોકરિયાતોને ઓછો મળે છે, જે સમાજમાં આર્થિક અને સામાજિક અસમાનતા પેદા કરે છે. આ હકીકતનો અહેસાસ થવાથી મિલકત ઊભી કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનું નિર્માણ કરવાના વિચાર સાથે ઘણી કંપનીઓ શેર હોલ્ડર્સને તેના માલિક બનાવવા લાગી છે. જ્હોન લુઈસ અને ઇલેક્ટ્રોનિક સાધનોના વેપારી રિચર સાઉન્ડ્સ તેના ઉદાહરણ છે. આ દેશમાં લગભગ 400 જેટલા એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ સ્થપાઈ ચુક્યા છે. આ દિશામાં કામ કરનારાઓને વિશ્વાસ છે કે ઉત્પાદન અને વ્યાપારના ક્ષેત્રમાં આ નવીન રીતિ અપનાવવાથી આવકમાં અસમાનતા ઘટશે, નોકરિયાતો અને કામદારોમાં સ્વનિર્ભરતા વધશે અને સહકારથી કામ કરવાને કારણે માલની ગુણવત્તા પણ સુધરશે.
એક વકીલ, કરવેરા વિશેના સલાહકાર અને આંતરરાષ્ટ્રીય વકીલાતની ફર્મના ભાગીદાર એવી ત્રિવિધ વ્યવસાયિક ભૂમિકા ભજવનાર આધુનિક વ્યાપારી મોડેલ વિષે વાત કરી શકે તેવી કલ્પના આવવી મુશ્કેલ. પરંતુ દ્વિતીય બેઠકના વક્તા ગ્રેઅમ નટલ એક એવી વ્યક્તિ છે જેઓ ઉપર ઉલ્લેખ કર્યો છે તે તમામ કામગીરી બજાવવા ઉપરાંત યુનાઇટેડ કિંગ્ડમની સરકારને નોકરિયાતો નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગોના માલિક બને અથવા નફામાં સહભાગી બને તે માટે નીતિ ઘડવામાં મદદરૂપ થયા છે. સરકારે તેમના સૂચનોને માન્ય કરીને કંપની અને કરવેરા અંગેના કાયદાઓમાં ફેરફાર કર્યા છે. નોકરિયાતોના હિત માટે નીતિ ઘડવા બદલ તેમને OBEનો ઇલકાબ મળ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાને પરિણામે ગ્રેઅમનો અનુભવ કહે છે કે નાનોસૂનો બદલાવ મોટી અસર ઉપજાવી શકે છે. એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ આ સિદ્ધાંત ઉપર સ્થપાયું. મૂડીવાદ પૂરજોશમાં પકડ જમાવી બેઠો છે જેને કારણે આર્થિક વિકાસ થતો જોવા મળે છે પરંતુ તેનાથી મળતો લાભ જે તે કંપનીના માલિકોને અનેક ગણો  અને નોકરિયાતોને ઓછો મળે છે, જે સમાજમાં આર્થિક અને સામાજિક અસમાનતા પેદા કરે છે. આ હકીકતનો અહેસાસ થવાથી મિલકત ઊભી કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનું નિર્માણ કરવાના વિચાર સાથે ઘણી કંપનીઓ શેર હોલ્ડર્સને તેના માલિક બનાવવા લાગી છે. જ્હોન લુઈસ અને ઇલેક્ટ્રોનિક સાધનોના વેપારી રિચર સાઉન્ડ્સ તેના ઉદાહરણ છે. આ દેશમાં લગભગ 400 જેટલા એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ સ્થપાઈ ચુક્યા છે. આ દિશામાં કામ કરનારાઓને વિશ્વાસ છે કે ઉત્પાદન અને વ્યાપારના ક્ષેત્રમાં આ નવીન રીતિ અપનાવવાથી આવકમાં અસમાનતા ઘટશે, નોકરિયાતો અને કામદારોમાં સ્વનિર્ભરતા વધશે અને સહકારથી કામ કરવાને કારણે માલની ગુણવત્તા પણ સુધરશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણમાં આવતા ધરખમ ફેરફારોને કારણે તેને સુરક્ષિત રાખવાની હિલચાલ જોર પકડતી જાય છે. તે વિષે ચિંતન અને સંશોધન કરનારાઓને ખ્યાલ આવ્યો કે માનવ જીવન પરનું કુદરતી સંકટ ટાળવા અને નિવારવા માટે આપણે આપણી જીવન પદ્ધતિમાં ફેરફાર અને તે પણ તાત્કાલિક કરવા પડશે. પરિષદની ત્રીજી બેઠક આ મુદ્દાને સમર્પિત હતી. ગાંધી ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને જીવિકા ટ્રસ્ટના બોર્ડના સભ્ય માર્ક હોડાએ ત્રીજી બેઠકનું સંચાલન કર્યું. જીવિકા ટ્રસ્ટ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી અને નિમ્ન જ્ઞાતિની ગણાતી મહિલાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવાનું કાર્ય કરે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણમાં આવતા ધરખમ ફેરફારોને કારણે તેને સુરક્ષિત રાખવાની હિલચાલ જોર પકડતી જાય છે. તે વિષે ચિંતન અને સંશોધન કરનારાઓને ખ્યાલ આવ્યો કે માનવ જીવન પરનું કુદરતી સંકટ ટાળવા અને નિવારવા માટે આપણે આપણી જીવન પદ્ધતિમાં ફેરફાર અને તે પણ તાત્કાલિક કરવા પડશે. પરિષદની ત્રીજી બેઠક આ મુદ્દાને સમર્પિત હતી. ગાંધી ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને જીવિકા ટ્રસ્ટના બોર્ડના સભ્ય માર્ક હોડાએ ત્રીજી બેઠકનું સંચાલન કર્યું. જીવિકા ટ્રસ્ટ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી અને નિમ્ન જ્ઞાતિની ગણાતી મહિલાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવાનું કાર્ય કરે છે.  લિંડસીએ ગાંધીજીનું પર્યાવરણવાદી તરીકેનું પાસું શ્રોતાઓ સમક્ષ ખડું કરતાં કહ્યું કે તેઓ આજે વપરાશમાં લેવાતી ભાષામાં નહોતા બોલ્યા, પરંતુ એક ખરા પર્યાવરણપ્રેમી તરીકેનું જીવન જીવ્યા અને દુનિયાને સાચો રાહ બતાવ્યો. કદાચ એનું કારણ એ છે કે પર્યાવરણ એ સામાજિક ન્યાય સાથે પણ જોડાયેલ મુદ્દો છે. ઊંડો વિચાર કરતા જણાશે કે ઔદ્યોગિકરણ થયા બાદ ઉત્પાદન અને વ્યાપારની પદ્ધતિ અને જીવનરીતિ ખૂબ બદલાયાં. ગાંધી લંડન અભ્યાસાર્થે આવ્યા, ત્યારે તેમના પર કવેકરની વિચારસરણીની અસર થયેલી, આજે હવે કવેકર તેમના વિચારો સમજીને અનુસરવા માગે છે! વિશ્વના વિકસિત અને વિકાસ પામી રહેલા દેશોને અહેસાસ થયો છે કે પર્યાવરણને થતું નુકસાન તાકીદનાં પગલાં માગી રહ્યું છે, જો મોડું થશે તો પૃથ્વી પરના માનવી અને કુદરત વચ્ચેનું સંતુલન જળવાશે નહીં. આધુનિક જગતમાં વિકાસની ઝડપ અને દિશા ઘણા લોકોને અસરકર્તા નીવડી છે. સંશોધન કરનારા સંગઠનો સરકારી નીતિ માનવ અધિકારની વિરુદ્ધમાં જણાય તો કોર્ટનો આશ્રય પણ લે છે. સમય આવ્યો છે કે આપણે સ્વીકારીએ કે જૈવિક વ્યવસ્થા પડી ભાંગવાને આરે આવી ઊભી છે. આપણે જરૂર તેને નાશ થતી અટકાવી શકીએ કેમ કે તે આંશિક રીતે માનવ જાતિએ લીધેલાં પગલાંઓનું જ પરિણામ છે.
લિંડસીએ ગાંધીજીનું પર્યાવરણવાદી તરીકેનું પાસું શ્રોતાઓ સમક્ષ ખડું કરતાં કહ્યું કે તેઓ આજે વપરાશમાં લેવાતી ભાષામાં નહોતા બોલ્યા, પરંતુ એક ખરા પર્યાવરણપ્રેમી તરીકેનું જીવન જીવ્યા અને દુનિયાને સાચો રાહ બતાવ્યો. કદાચ એનું કારણ એ છે કે પર્યાવરણ એ સામાજિક ન્યાય સાથે પણ જોડાયેલ મુદ્દો છે. ઊંડો વિચાર કરતા જણાશે કે ઔદ્યોગિકરણ થયા બાદ ઉત્પાદન અને વ્યાપારની પદ્ધતિ અને જીવનરીતિ ખૂબ બદલાયાં. ગાંધી લંડન અભ્યાસાર્થે આવ્યા, ત્યારે તેમના પર કવેકરની વિચારસરણીની અસર થયેલી, આજે હવે કવેકર તેમના વિચારો સમજીને અનુસરવા માગે છે! વિશ્વના વિકસિત અને વિકાસ પામી રહેલા દેશોને અહેસાસ થયો છે કે પર્યાવરણને થતું નુકસાન તાકીદનાં પગલાં માગી રહ્યું છે, જો મોડું થશે તો પૃથ્વી પરના માનવી અને કુદરત વચ્ચેનું સંતુલન જળવાશે નહીં. આધુનિક જગતમાં વિકાસની ઝડપ અને દિશા ઘણા લોકોને અસરકર્તા નીવડી છે. સંશોધન કરનારા સંગઠનો સરકારી નીતિ માનવ અધિકારની વિરુદ્ધમાં જણાય તો કોર્ટનો આશ્રય પણ લે છે. સમય આવ્યો છે કે આપણે સ્વીકારીએ કે જૈવિક વ્યવસ્થા પડી ભાંગવાને આરે આવી ઊભી છે. આપણે જરૂર તેને નાશ થતી અટકાવી શકીએ કેમ કે તે આંશિક રીતે માનવ જાતિએ લીધેલાં પગલાંઓનું જ પરિણામ છે. ત્રીજી બેઠકના આખરી વકતા બ્રહ્મા કુમારીઝનાં યુરોપ ખાતેના ડાયરેક્ટર સિસ્ટર જયંતીએ અત્યંત મૃદુ કંઠે પર્યાવરણ, અહિંસા અને ગાંધી વિચારને સુંદર રીતે સાંકળી આપ્યાં. આધ્યાત્મિક મૂલ્યોનાં અનુસરણથી પૃથ્વી પરનાં તમામ જીવો અને સંસાધનોની રક્ષા થઇ શકે એ વાત રાજકારણીઓ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકોની ચર્ચા સભાઓમાં ધીરજ પૂર્વક કહેનાર સિસ્ટર જયંતીએ ડાવોસ ખાતેની વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2018 વહેલી સવારે ધ્યાનની બેઠકથી શરૂ કરાવીને અધ્યાત્મ અને પર્યાવરણ તથા આર્થિક વિકાસને સીધો સંબંધ છે તે બતાવી આપ્યું. તેમનું કહેવું છે કે ગાંધીનો અવાજ બુલંદ અને સ્પષ્ટ છે – પ્રકૃતિના એટલે કે માનવીએ ન બનાવેલ કુદરતના તમામ પાસાં પવિત્ર છે. કુદરતી સંસાધનોના વપરાશ સાથે નૈતિકતા અને અહિંસાના ખ્યાલો જોડાયેલા છે. આથી જ કુદરતને એક ભૌતિક પદાર્થ નહીં પણ પાવક ધરોહર તરીકે જુઓ તો તેની જાળવણી કરશો. માનવ સમાજની જવાબદારી પ્રકૃતિના તમામ સર્જનની સંભાળ રાખવાની છે. ખરું જુઓ તો બીજા કોઈ પ્રાણી-પક્ષી માનવ જાત જેટલો સંહાર નથી કરતાં. આ હકીકત હવે ઘણા સ્વીકારે છે.
ત્રીજી બેઠકના આખરી વકતા બ્રહ્મા કુમારીઝનાં યુરોપ ખાતેના ડાયરેક્ટર સિસ્ટર જયંતીએ અત્યંત મૃદુ કંઠે પર્યાવરણ, અહિંસા અને ગાંધી વિચારને સુંદર રીતે સાંકળી આપ્યાં. આધ્યાત્મિક મૂલ્યોનાં અનુસરણથી પૃથ્વી પરનાં તમામ જીવો અને સંસાધનોની રક્ષા થઇ શકે એ વાત રાજકારણીઓ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકોની ચર્ચા સભાઓમાં ધીરજ પૂર્વક કહેનાર સિસ્ટર જયંતીએ ડાવોસ ખાતેની વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2018 વહેલી સવારે ધ્યાનની બેઠકથી શરૂ કરાવીને અધ્યાત્મ અને પર્યાવરણ તથા આર્થિક વિકાસને સીધો સંબંધ છે તે બતાવી આપ્યું. તેમનું કહેવું છે કે ગાંધીનો અવાજ બુલંદ અને સ્પષ્ટ છે – પ્રકૃતિના એટલે કે માનવીએ ન બનાવેલ કુદરતના તમામ પાસાં પવિત્ર છે. કુદરતી સંસાધનોના વપરાશ સાથે નૈતિકતા અને અહિંસાના ખ્યાલો જોડાયેલા છે. આથી જ કુદરતને એક ભૌતિક પદાર્થ નહીં પણ પાવક ધરોહર તરીકે જુઓ તો તેની જાળવણી કરશો. માનવ સમાજની જવાબદારી પ્રકૃતિના તમામ સર્જનની સંભાળ રાખવાની છે. ખરું જુઓ તો બીજા કોઈ પ્રાણી-પક્ષી માનવ જાત જેટલો સંહાર નથી કરતાં. આ હકીકત હવે ઘણા સ્વીકારે છે. પરિષદનો સંક્ષેપમાં સારાંશ આપતાં પ્રોફેસર (લોર્ડ) ભીખુભાઈ પારેખે સુંદર વક્તવ્ય આપ્યું. તેમણે કહ્યું, આપણે જાણીએ છીએ કે સત્ય અને અહિંસા ગાંધી માટે અત્યંત મહત્ત્વનાં મૂલ્યો હતા. ક્રિશ્ચિયન આગેવાનોએ તેમને ધ મેન ઓફ નોન વાયોલન્સ તરીકે ઓળખાવ્યા અને જીસસ ક્રાઈસ્ટ સાથે સરખાવ્યા. કેમ કે તેમણે વ્યક્તિગત અહિંસાનો સિદ્ધાંત કોઈ સમૂહ પણ અમલમાં મૂકી શકે તે બતાવી આપ્યું. આખર અહિંસા છે શું? પ્રેમ અને કરુણાનું મૂર્ત  સ્વરૂપ. અને એ ધારણા મૂળે આપણે બધા એક છીએ, તેથી કોઈ એકબીજાથી જુદા નથી એ વિચારમાંથી પ્રગટી.
પરિષદનો સંક્ષેપમાં સારાંશ આપતાં પ્રોફેસર (લોર્ડ) ભીખુભાઈ પારેખે સુંદર વક્તવ્ય આપ્યું. તેમણે કહ્યું, આપણે જાણીએ છીએ કે સત્ય અને અહિંસા ગાંધી માટે અત્યંત મહત્ત્વનાં મૂલ્યો હતા. ક્રિશ્ચિયન આગેવાનોએ તેમને ધ મેન ઓફ નોન વાયોલન્સ તરીકે ઓળખાવ્યા અને જીસસ ક્રાઈસ્ટ સાથે સરખાવ્યા. કેમ કે તેમણે વ્યક્તિગત અહિંસાનો સિદ્ધાંત કોઈ સમૂહ પણ અમલમાં મૂકી શકે તે બતાવી આપ્યું. આખર અહિંસા છે શું? પ્રેમ અને કરુણાનું મૂર્ત  સ્વરૂપ. અને એ ધારણા મૂળે આપણે બધા એક છીએ, તેથી કોઈ એકબીજાથી જુદા નથી એ વિચારમાંથી પ્રગટી.