હેં! કોરોના! કોવીડ-૧૯!
એ વળી કઈ બલાનું નામ છે?
વાયરસ છે. અત્યંત ચેપી. જીવલેણ.
ગરીબ, અમીર, અબાલ, વૃદ્ધ;
ઊંચ, નીચ, કોઈ ભેદ ના કરે.
ત્રાટક્યો! અચાનક! આશ્ચર્ય.
મટશે? કયો ઉપચાર? પ્રશ્ન.
મને, એમને, દીકરાને, અલ્પ વિરામ.
૭૬ દિવસે ગુજરી ગયા. પૂર્ણ વિરામ.
ઊંઘતા ઝડપ્યાં!
ક્યારે વિદાય લેશે?
નચિંત થયાં ત્યાં તો,
પુનઃઆગમન થઈ ગયું છે.
~
e.mail: rupaleeburke@yahoo.co.in
![]()


અફઘાનિસ્તાનની એક માત્ર દરવેશ વતનમાં સૌથી લાંબા પ્રવાસ પર નીકળવાની તૈયારી કરી રહી હતી કે તાલિબાને દેશ પર કાબૂ મેળવી લીધો. સૂફી દરવેશોને તાલીબાન ઈસ્લામના કાનૂનની વિરુદ્ધ માને છે. ફાહીમા મિરઝાઈ સામે નાસી છૂટવા સિવાય કોઈ રસ્તો ન હતો. એની કહાણી પર દસ્તાવેજી ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે BBC World News પર પ્રસારિત કરવામાં આવી.