આપણા દેશથી હજારો કિલોમીટર દૂર આવેલાં એન્ટાર્ટિકાનું બિલ ગત્ સંસદ સત્રમાં રજૂ થયું. આવું બિલ ભારતની સંસદમાં રજૂ કરવાની કેમ જરૂર વર્તાઈ? બિલના ઉદ્દેશમાં ચાર મુદ્દા દર્શાવવામાં આવ્યા છે. તેમાં સૌ પ્રથમ છે એન્ટાર્ટિકાના ક્ષેત્રને સુરક્ષિત રાખવું, ત્યાં જે કોઈ સંશોધન થાય તે શાંતિપૂર્વક થાય અને તે સંબંધિત આંતરરાષ્ટ્રિય મતભેદ ન થાય, ત્યાંની ઇકોસિસ્ટમ જળવાઈ રહે અને અંતિમ છે તે એન્ટાર્ટિકામાં સંસ્થાકિય અને વ્યક્તિગત સંશોધનને પ્રોત્સાહન મળે અને સુવિધા ઉપલબ્ધ થાય.

આવું બિલ ભારતને લાવવાની આવશ્યકતા વર્તાઈ તેની પાછળ એન્ટાર્ટિકાનો નજીકનો ઇતિહાસ અને તેની ભૌગોલિક સ્થિતિને જાણવી રહી. એન્ટાર્ટિકા પૃથ્વીના દક્ષિણ છેડે આવેલો ખંડ છે અને તે દક્ષિણ મહાસાગરની મધ્યમાં છે. એન્ટાર્ટિકા સર્કલના નામથી પણ તે ઓળખાય છે અને વિશ્વનો પાંચમો સૌથી મોટો તે ખંડ છે. ઓસ્ટ્રેલિયા જેવાં બે ખંડ ભેગા થાય ત્યારે એન્ટાર્ટિકા જેટલો વિસ્તાર બને. તેનું વાતાવરણ અતિશય ઠંડું છે અને ત્યાં સતત પવન ફૂંકાતા રહે છે. ઠંડા રણથી પણ તેનો પરિચય આપવામાં આવે છે. પૃથ્વીનું સિત્તેર ટકા જેટલું ચોખ્ખું પાણી એન્ટાર્ટિકામાં બરફ રૂપે સચવાયેલું છે અને દુનિયાનું ન્યૂનત્તમ તાપમાન માઇનસ 89.2 પણ ત્યાં જ નોંધાયું છે. આમ કોઈ વસી ન શકે તેવી તે ભૂમિ છે અને તે જ કારણે ત્યાં કાયમી વસવાટ કરવો મુશ્કેલ છે. વર્ષના કેટlaક દિવસોમાં ત્યાં સંખ્યા વધીને 1,000થી 5,000 થાય છે. તે સિવાય આ પૂરો ખંડ માનવરહિત છે.
હવે જ્યાં ભૌગોલિક સ્થિતિ આટલી વિપરીત હોય ત્યાં કેમ કોઈ જાય. તેમ છતાં ઓગણીસમી સદીના આરંભે કેટલાક રશિયન સાહસિકોએ આ ભૂમિ જોઈ અને તેમાં ડગ માંડ્યા. તે પછી ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટનના સાહસિકોએ પણ ત્યાં જવાની હિંમત કરી અને સફળ રહ્યા. પરંતુ નોર્વેની ટીમ 1895 વેળા વિધિવત્ રીતે ત્યાં પહોંચી અને એ રીતે એન્ટાર્ટિકા પર જનારી આ ટીમ પ્રથમ કહેવાય છે. તે પછી પણ ત્યાં જવાના સાહસ થતાં રહ્યા છે. એન્ટાર્ટિકાના મોટા ભાગના વિસ્તારમાં માણસ માટે આજે પણ જવું કપરું છે.
આ રીતે એન્ટાર્ટિકામાં કોઈ માણસ ન હોવાથી ત્યાં કોઈ શાસન નથી અને ત્યાં કોઈ જાય તો તેની વિધિસરની કોઈ મંજૂરી લેવાની જરૂર નહોતી પડતી. પરંતુ સમયાંતરે યુરોપ, અમેરિકા અને દુનિયાના અન્ય દેશોના સંશોધકો ત્યાં જવા માંડ્યા. એન્ટાર્ટિકામાં ઉનાળા દરમિયાન આ સંશોધકોની સંખ્યા પાંચ હજારની આસપાસ હોય છે અને શિયાળો આવતાવેંત તે સંખ્યા ઘટીને હજાર સુધી પહોંચે છે. એ રીતે જુદા જુદા રિસર્ચ સ્ટેશન પર અહીં કામ થાય છે. આ રીતે વર્ષો સુધી કામ થયું પણ વીસમી સદીનો મધ્યમાં આવતાં આવતાં સૌને એમ લાગ્યું કે એન્ટાર્ટિકામાં કામ કરવાના નિયમો હોવા જોઈએ. આ રીતે 1959માં એન્ટાર્ટિકા ટ્રીટી થઈ.

આ ટ્રીટ્રીની જરૂર એ માટે પડી તેનાં અન્ય પણ કારણો છે. જેમ કે, દુનિયાના મજબૂત કહેવાતા દેશો અહીં એક સાથે સંશોધન કરતા હતા. એન્ટાર્ટિકાનો વિસ્તાર ખૂબ મોટો છે અને તેથી ત્યાં કોઈ પણ પ્રકારનું સંશોધન કરી શકે. અમેરિકા અને રશિયા જેવા દેશો ત્યાં પરમાણુના પ્રયોગ કોઈની જાણ વિના કરી શકે. ઉપરાંત વસતી ન હોવાથી આગળ જતાં આટલા મોટા વિસ્તાર પર કોઈ દેશ સૈન્ય કાર્યવાહી કરીને ત્યાં પોતાનું શાસન જાહેર કરી શકે. આમ અનેક શંકાઓ સેવાતી હતી, ખાસ કરીને શીત યુદ્ધ વખતે આ શંકાઓએ વધુ જોર પકડ્યું. એટલે છેલ્લે 1959માં બાર જેટલાં દેશોએ અહીંયા શાંતિથી સંશોધન કરવા અર્થે એન્ટાર્ટિકા ટ્રીટી પર સહી કરી. તેમાં રશિયા, અમેરિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશો સહિત જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, આર્જેન્ટિના અને ચીલી હતા. આ દેશોના કુલ 55 રિસર્ચ સ્ટેશન ત્યારે અસ્તિત્વમાં હતા. 2019 સુધીમાં આ સંખ્યા 54 દેશો સુધી પહોંચી છે.
વાત ટ્રીટ્રી સુધી પહોંચી તે માટે અમેરિકા દ્વારા 1946માં થયેલું ‘ઓપરેશન હાઇજમ્પ’ પણ કારણભૂત છે. તે વખતે અમેરિકાએ અહીંયા 13 જહાજ, 33 એરક્રાફ્ટ અને 4,700 સૈનિકોને મોકલીને પોતાનો દબદબો દાખવ્યો હતો. રશિયા પણ એ રીતે પોતાનું વર્ચસ્વ દાખવવા સૈન્ય શક્તિનો ઉપયોગ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીંના રિસર્ચ સ્ટેશન પર આમને સામને ફાયરિંગ કરવાની ઘટનાઓ બની હતી. આ રીતે એન્ટાર્ટિકા જ્યાં સંશોધન સિવાય કશું ય કામ થવાનું નથી ત્યાં પણ દેશો એકબીજા પર હુમલો કરવા લાગ્યા. સૈન્યની ઘટનાઓ તો વિપરીત કુદરતી સ્થિતિના કારણે ત્યાં ન વધી. પરંતુ પર્યાવરણને નુકસાનીનો દોર વધવા માંડ્યો. રશિયાએ તો તેમના બેલિન્ગશુએન સ્ટેશનની બહાર ખૂબ કચરો ઠાલવ્યો અને પૂરી જગ્યાની સુંદરતા બગાડી નાંખી. આવી ઘટનાઓ બનવા માંડ઼ી અને તે કારણે વિશેષ કરીને એન્ટાર્ટિકાના પર્યાવરણની સુરક્ષાને લઈને અન્ય કરારો થયા. તેમાં સૌથી છેલ્લે 1998માં એક ટ્રીટ્રી થઈ તે ‘ધ પ્રોટોકોલ ઓન એન્વાયર્મેન્ટ પ્રોટેક્શન ટુ ધ એન્ટાર્ટિકા’.
આ બધા કરાર થયા છતાં ય અહીંયા જે દેશોએ પોતાના બેઝ અગાઉ બનાવ્યા હતા, તેઓ અહીંના વિસ્તારને ક્લેઇમ કરી રહ્યા છે. નોર્વેએ અહીંના ક્વિન મોડ લેન્ડને પોતાનું ક્ષેત્ર જાહેર કર્યું છે. એ રીતે ઓસ્ટ્રેલિયાએ પણ જેર્વિસ બે ટેરિટરી પોતાના તાબામાં છે તેમ જાહેર કર્યું છે. અમેરિકા, ન્યૂઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકા દ્વારા પણ એન્ટાર્ટિકા પર પોતાના ક્ષેત્ર હોવાના દાવા કર્યા છે. હવે જ્યાં કોઈ કાયમી વસવાટ થવાની શક્યતા દેખાતી નથી ત્યાં પણ આ રીતે દેશો ક્ષેત્રો ક્લેઇમ કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રિય સ્તરે એન્ટાર્ટિકાના મામલે આમ ઘર્ષણ થતાં રહ્યા છે. હવે તેમાં ભારતનું પણ એક સ્થાન બને છે. આપણે 1983માં એન્ટાર્ટિકાના મુદ્દે થઈ રહેલાં કરારોના એક પક્ષકાર બન્યા છે. અને તે બનવાનું મહત્ત્વનું કારણ એ કે આપણા દેશે પણ એન્ટાર્ટિકા રિસર્ચમાં સારું એવું ખેડાણ કર્યું છે. 2012માં એન્ટાર્ટિકામાં આપણી સરકાર દ્વારા ‘ભારતી’ નામનું એક રિસર્ચ સ્ટેશન સ્થાપ્યું છે. તે પહેલાં ‘મૈત્રી’ અને ‘દક્ષિણ ગંગોત્રી’ રિસર્ચ સ્ટેશન અગાઉથી હતા જ. એન્ટાર્ટિકામાં આપણો પ્રથમ બેઝ ‘દક્ષિણ ગંગોત્રી’ હતું. આ બેઝ વિશાળ છે અને ત્યાં અનેક પર્યાવરણીય અને દરિયા સંબંધિત ઉપરાંત પવન ઉર્જા પર કામ થઈ રહ્યું છે.
આપણા દેશના આ ત્રણેય બેઝનું કાર્ય જોઈએ તો ખ્યાલ આવે કે ભારત અહીંયા મોટું હિસ્સેદાર બન્યું છે. આ માટે ભારત પણ એન્ટાર્ટિકામાં કેવી રીતે કાર્ય થવું જોઈએ અને તેના કાયદા શું હોઈ શકે તે માટે સજાગ છે. તેના પરિણામે એન્ટાર્ટિકાનું બિલ સંસદમાં રજૂ થયું. આ બિલ રજૂ થયું ત્યારે તેની પર ચર્ચા પણ થઈ. વિરોધ પક્ષના સભ્યોએ બિલની કેટલીક મર્યાદાઓ દર્શાવીને તેનો વિરોધ કર્યો. બિલની જોગવાઈમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ બિલ ભારતીય નાગરિક સાથે વિદેશી નાગરિકોને લાગુ થશે. આ સંબંધે વિરોધ પક્ષનું કહેવું છે કે, ‘ભારતીય કાયદો કેવી રીતે કોઈ વિદેશી નાગરિક પર લાગુ થઈ શકે? અને કેવી રીતે કોઈ વિદેશી નાગરિકને ભારતીય દંડસહિતા હેઠળ સજા કરી શકાય?’ એ રીતે તૃણમૂલ કૉંગ્રેસના સભ્ય સૌગત રોય બિલ વિશે કહ્યું કે, “આપણા દેશની એન્ટાર્ટિકા પર કોઈ હક બનતો નથી અને તે આજે પણ તેની દેશ તરીકેની કોઈ ઓળખ નથી. હવે આ કિસ્સામાં સરકાર કેવી રીતે કોઈને એન્ટાર્ટિકા પર જવા અર્થે મંજૂરી લેવાની ફરજ પાડી શકે.” સરકારની આ મુદ્દે દલીલ ભવિષ્યમાં જે રીતે એન્ટાર્ટિકામાં કામ વધવાનું છે તેને ઉદ્દેશીને આ બિલ લાવવામાં આવ્યું છે. અને વિશ્વના દરેક દેશ એન્ટાર્ટિકામાં કાર્ય કરવા અંગે પોતાના કાયદા ઘડી રહ્યા છે તેથી ભારતે પણ તેને અનુસરવું રહ્યું.
e.mail : kirankapure@gmail.com
![]()


‘રાષ્ટ્રવાદ’ નામનું રવીન્દ્રનાથ ટાગોરનું પુસ્તક હિંદીમાં ડૉ. પરિતોષ માલવીયે કર્યું છે. અને તે પુસ્તકમાં પ્રસ્તાવનામાં જ અનુવાદકે રાષ્ટ્રવાદને મૂલવ્યો છે. તેઓ લખે છે : “’દેશભક્તિ બદમાશોનું અંતિમ શરણસ્થળ છે.’ જાહેર વિમર્શમાં આજકાલ આ કથનનો ઉપયોગ રાષ્ટ્રવાદ રાજનીતિના વિરોધમાં કરવામાં આવે છે. બલકે ખરેખર તો સૂક્ષ્મ રીતે જોઈએ તો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ મૂળતઃ અલગ-અલગ વિચાર દેખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમગ્ર વિશ્વની રાજનીતિમાં વ્યાપક સ્તરે સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. અને રાષ્ટ્રવાદને પોતાનો મુખ્ય ધ્યેય માનીને ચાલનારાં પક્ષો અનેક દેશોમાં સત્તા હાંસલ કરી છે. તેનાથી વિપરીત કેટલાંક એવાં પણ રાજનેતા અને વિદ્વાન છે, જે રાષ્ટ્રવાદની ભાવના આધારિત રાજનીતિના પક્ષમાં નથી અને રાષ્ટ્રવાદને સર્વોચ્ચ વિચાર માનવાથી ઇન્કાર કરે છે. પરંતુ એ પણ વક્રોક્તિ છે કે આ દુનિયામાં જ્યાં સુધી રાષ્ટ્રોનું ભૌગોલિક વિભાજન છે, ત્યાં સુધી રાષ્ટ્રવાદનું અસ્તિત્વ રહેશે.”
સ્તરથી નીચે લઈ આવે છે.” પછી તેનું પરિણામ શું આવી શકે તે વિશે ટાગોર જણાવે છે : “આ રીતે મનુષ્યની ત્યાગ કરવાની શક્તિ, નૈતિક શક્તિ અને ઉદ્દેશ્યથી તે ભટકી જાય છે. અને આ સંગઠન યાંત્રિક રીતે તેનાં સારસંભાળમાં શક્તિ ઝોંકી દે છે. તે પછી આ સંગઠનમાં જ નૈતિક ઉત્કર્ષનો અનુભવ કરવા માંડે છે અને માનવતા માટે તે ખૂબ ખતરનાક બની જાય છે. પછી તે પોતાના અંતરાત્માની અવાજ સાંભળી શકતો નથી. તે પોતાની જવાબદારીઓને એક એવી મશીનને સોંપી દે છે જે તેની બુદ્ધિમત્તાની ઉપજ છે. તેમાં કોઈ જ નૈતિકતા હોતી નથી. આ વિચારથી જ સ્વતંત્રતાને પસંદ કરનારાં લોકો પણ ગુલામી પ્રથાને પ્રોત્સાહિત કરવામાં એક ભાગ બની જાય છે.”
જાણીતાં પબ્લિક ઇન્ટેલેક્ચૂઅલ યુવાલ નોઆહ હરારીના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’ના પ્રસ્તાવનાનો આરંભિક ભાગ અહીં ટાંક્યો છે. યુવાલ નોઆહ હરારી વર્તમાન વિચારની દુનિયાને અતિક્રમી ગયા છે. તેમનાં વિચારો દુનિયામાં હવે પછી જે ચક્ર ગોઠવાઈ રહ્યું છે તે મૂકી આપે છે. ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશનનો ધોધ આપણાં જીવન પર કેવી અસર કરશે તે ઠીક ઠીક રીતે બતાવી આપે છે. જે રીતે આપણી આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ચૂક્યું છે અને તે સમજવા માટે સામાન્ય સમજણ આપણને કામ નથી આવતી ત્યારે યુવાલ નોઆહ હરારીનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સદીથી જે શીખ આપણે લેવાની છે તેના પર જ પુસ્તક ફોકસ કર્યું છે.
આવી રહેલાં પરિવર્તનોથી માત્ર આપણી અર્થવ્યવસ્થા કે સમાજ જ નહીં બદલાય, બલકે તેની અસર આપણી શરીર અને મસ્તિષ્કની સંરચના પર પણ થશે. આ અંગે યુવાલ કહે છે : “ભૂતકાળમાં આપણે મનુષ્યો પોતાની બહારની દુનિયાને નિયંત્રિત કરવાનું શીખી ચૂક્યા હતા. પરંતુ આપણી અંદરની દુનિયા પર નિયંત્રણ ઓછું રહેતું. આપણને એવું તો આવડે છે કે ડેમ કેવી રીતે નિર્માણ કરી શકાય અથવા તો નદીના વહેણને કેવી રીતે રોકી શકાય. પરંતુ આપણે શરીરને વૃદ્ધ થવાથી અટકાવી શકતા નથી. આપણી કાનની આસપાસ જ્યારે કોઈ મચ્છર ગણગણે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તેને કેવી રીતે મારવો જોઈએ તે આપણને ખબર છે. પરંતુ કોઈ વિચાર આપણા દિમાગને ખલેલ પહોંચાડતો હોય તો તે આપણી રાતની ઉંઘ હરામ કરી દે છે. તો આપણામાંથી મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તે વિચારને કેવી રીતે મારી શકાય.” આવી તો અસંખ્ય આંખ ઉઘાડનારી બાબતો યુવાલે આપણી સમક્ષ મૂકે છે. તેણે આ બધી બાબતો પર ખૂબ વિચાર કર્યો છે અને તેની સાથેનો વર્તમાન સંદર્ભ તેણે જોડ્યો છે જેથી તેના વિચારોને સહેલાઈથી સમજી શકાય છે. અને એટલે જ યુવાલ એક ઠેકાણે ટાંકે છે : “પરિવર્તન હંમેશાં તનાવપૂર્ણ હોય છે, અને એકવીસમી સદીની આરંભે ભાગમભાગ ભરી દુનિયામાં તનાવની વિશ્વસ્તરીય મહામારીને જન્મ આપ્યો છે.” આ બધું જ તેઓ રોજગાર સંદર્ભે ચર્ચામાં જણાવે છે. આ રોજગારી કેવી રીતે મશીન આધારિત થઈ રહી છે તે વિશે પોતાનો અનુભવ જ યુવાલ લખે છે કે, “જ્યારે હું પુસ્તક પ્રકાશિત કરું છું ત્યાર પ્રકાશકો તેનો સંક્ષિપ્ત વિવરણ લખવાનો આગ્રહ કરે છે અને તેમાં એ પ્રકારના શબ્દોનો આગ્રહ રાખે છે જે શબ્દોને ગૂગલ અલ્ગોરિથમમાં વધુ મહત્ત્વ મળતું હોય. આ પ્રકારનું એલ્ગોરિથમથી આપણે મનુષ્યોની પરવા કરવાનું છોડી શકીએ છીએ.” આમ અનેક આશ્ચર્યકારક લાગે તેવી ઘટનાઓ, વિચારો અને માહિતીથી યુવાલ હરારીએ વર્તમાન દુનિયાનું એક ચિત્ર આલેખી આપ્યું છે. તેના પર ચાલીએ તો આપણે થોડા હળવા રહીએ અને દુનિયાને પણ હળવાશથી લઈ શકીએ.