૧. રાષ્ટ્રભરમાં, સમગ્ર વિશ્વમાં
    સ્ત્રીઓ સ્વતંત્રતા માટે ઝંખે છે
    કોઈનો પડછાયો બની ફરી કદી
    પાછળ પાછળ રહીને નહીં
    પણ સાચી સમાનતા સાથે 
    પડખે રહીને ચાલવા માટે.
તો ચાલો ગાઈએ એક ગીત સર્વવ્યાપક સ્ત્રીજનો માટે.
એ ગીતનો રણકો વિશ્વભરમાં સંભળાય અને કદી યે અટકે નહીં તેમ.
તો ચાલો ગાઈએ એક ગીત સર્વવ્યાપક સ્ત્રીઓની સમાનતા, વિકાસ અને શાંતિ માટે.
૨. સ્ત્રીઓ ચૂપ રહી શકતી નથી 
    જ્યારે સમગ્ર વિશ્વમાં માનવજાતિ પીડાઈ રહી છે 
    અને ભૂખ્યાં બાળકો રડી રહ્યાં છે. 
    અમે હવે ન્યાય અને વિકાસ માટે ગાઈશું 
    અને માનવજાતિના હક્કોની મહત્તા જાળવીશું. 
૩. સ્ત્રીઓ હવે એક વધુ સુંદર વિશ્વ રચવા માગે છે, 
    જ્યાં શાંતિ માટેની ચાહત વિશ્વના દરેક કિનારે 
    પથરાયેલી હોય,
    જ્યાં માણસો પોતાનાં હથિયારો છોડી 
    પ્રેમ અને ભાગીદારીની ભાવના શીખે, 
   અને જ્યાં માનવજાતિ યુદ્ધને ટાળવા માટે કાર્યનિષ્ઠ બને.
Women in Mining, Nigeriaના Facebook પર આપેલું ગીત
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે
08 માર્ચ 2021
e.mail : bv0245@googlemail.com
•••••••••••
WOMEN'S ANTHEM
1. All across the Nation
        All around the World
      Women are longing to be free
      No longer in the Shadows
      Forced to stay behind
      But side by side in true Equality
*So sing a song for Women everywhere*
*Let it ring around the world and never, never cease*
*So sing a song for Women everywhere, Equality, Development and Peace*
2. Women can't be silent
        When around the world
        People hurt and hungry children cry
        We'll sing out now for Justice and Development
        And hold the Rights of all the People High
3. Women now are working to build a better world
        Where the love of Peace can rest on every shore
        Where men lay down their weapons and learn to love and share
        And People work to bring an end to War
 

