નથી કબૂલ મને આ વૈભવી વસંતનાં સ્વપ્નાંઓ,
પવનનું વસ્ત્ર ભીનું આભથી પાંદડી ખરતી રહી.
ભલે પાનખર આવે નઝર હું ગુલઝાર રાખું છું,
ઘાસ જેવી સુક્કીભટ ઘટના બાગને ખણતી રહી.
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ ઊગે ને ખરે,
ગુલમહોરની યાદમાં ઝાકળની તૃષા તરતી રહી.
મૃગજળને ખોબામાં ભરી લેવા હું કરું કોશિશ,
રણ સમી જિંદગી પાણી પાણી તરસતી રહી.
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળે જો,
માટીમાં મળે મુક્તિ ને હવા સોડમ ભરતી રહી.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com