Opinion Magazine
Number of visits: 9484197
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તૂ પ્યાર કા સાગર હૈ

મધુ રાય|Opinion - Opinion|26 October 2013

તમે દભોલકર માર્ગના પેન્ટહાઉસ એપાર્ટમેન્ટમાં પગ મૂકો, જૂતાં ઉતારો ત્યારથી તતડામણી શરૂ થાય છે, ‘મોડા મોડા આવો છો!’ તમે ટેક્સી, ટ્રાફિક એવું બોલવા જાઓ ત્યાં તોપચી બોજો ગોળો છોડે છે, ‘વેપુલભાઈના પેપરમાં તારો લેખ વાંચ્યો,’ જે બયાન કરતાં કોઈ છૂપો ગુનો પકડાયાના આરોપની જેમ બોલાય છે. તમારા ખભે હાથ, પછી તમારા હાથમાં બ્લેક લેબલનો પ્યાલો, ‘તેં ગુજરાતી ફોન્ટ બનાવ્યા, પછી શું કર્યું, ભાષા માટે?’ રતિદાદાના કાન અને આંખ ક્ષીણ થતાં ગયાં છે, મોટેથી બોલે છે અને તમારે પણ બૂમ પાડીને જવાબ આપવાનું થાય છે તેથી—ઝડતીનો, આરોપોનો પીરિયડ પૂરો થયા પછી પણ— સામાન્ય વાતચીત તકરાર જેવી લાગે છે. રતિદાદા ઇકારના સ્થાન એકાર બોલતા હોય એવું સંભળાય છે, વેપુલભાઈ, જેવન, સામાજેક. પોતાનો બિઝનેસ કુશળતાપૂર્વક પૃથ્વીના ચારે ખૂણે ને દશે દેશાઓમાં ફેલાવી, ફૂલેલો ફાલેલો કારોબાર પોતાની લૂમે ઝૂમે ઝૂમતી લીલી વાડીને સોંપી રતિદાદા આરંભે છે જાહેર જીવનના, જૈન ધર્મની સંસ્થાઓના, સામાજિક કાર્યોના આદિ શ્રીમન્તોને પરિચિત ભ્રમણકક્ષાઓના રાઉન્ડ. અને ઊતરતી વાનપ્રસ્થ અવસ્થાએ રતિદાદા ફરી પ્રેમમાં પડે છે : જગતમાં પ્રવેશલા એક નવા કૌતુક મેકિનટોશ સાથે! પોતાની લંડન ઓફિસમાં કર્મચારીઓ અને ધબધબતા વાણિજ્યપ્રવાહોની મધ્યે એક નિર્લેપ દ્વીપ જેવા કમરામાં રતિદાદા મેકિનટોશ સાથે રમણ કરે છે. ઓફિસનું કોઈ ખલેલ કરતું નથી, દાદાને ગમતી પ્રવૃત્તિ મળ્યાનો આનંદ તેમના પરિવારજનોને છે. વિન્ડોઝનો જન્મ હજી થયો નથી, મેકિનટોશ એકમાત્ર યૂઝર ફ્રેન્ડલી કમ્પયુટર છે. દાદાને જલસો પડે છે લેખો કાગળો, નોંધો વગેરે મેક ઉપર લખવાનો, પણ બધું અંગ્રેજીમાં?

અચાનક એમના દિમાગમાં કૌંધે છે, આના ઉપર બીજી ઘણી ભાષાઓમાં લખાય છે તો ગુજરાતીમાં લખાય કે નહીં? દાદા મેકિનટોશને અને માઇક્રોસોફ્ટને તતડાવે છે, ગુજરાતી ફોન્ટ કેમ નથી મૂક્યા? દરમિયાન પૂનામાં ભારતીય લિપિ કમ્પયુટર ઉપર મૂકવાનાં સંશોધન ચાલે છે ત્યાં, અને રતિદાદાનાં દુનિયાભરમાં જ્યાં જ્યાં થાણાં છે ત્યાં ત્યાં ગુજરાતી ફોન્ટની તપાસ ચાલે છે. એ ક્રમે લોસ એન્જલસના એક લલ્લુએ મેક માટે વલ્લભ ફોન્ટ બનાવ્યાનું જાણી તેનો સંપર્ક કરે છે, અને ગગનવાલાના જીવનમાં એક ઐતિહાસિક મોડ આવે છે, તથા ‘બીજાં ગુજરાતી કીબોર્ડ કરતાં તારું કીબોર્ડ સહેલું છે’, અને (ગગનવાલાને માનવું ગમે છે કે,) તે શબ્દો સાથે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં કમ્પયુટર પ્રવેશનો પ્રથમ પેરેગ્રાફ રચાય છે.

રતિદાદા વલ્લભ ફોન્ટ ખરીદે છે, અને એમના નાયગ્રા જેટલા ઉત્સાહ અને આર્થિક સ્નાયુબળવડે ગુજરાતનું ગગન ગજવે છે. દાદા ગગનવાલાને તતડાવે છે, હવે ગુજરાતી સ્પેલચેકર ક્યારે બનાવી આપેશ? ગગનવાલાની પહોંચ એટલી નથી તો દાદા અન્ય ભાષાવિજ્ઞાનીઓ અને કમ્પયુટરપટુઓના કોલર ઝાલે છે, વલ્લભ કીબોર્ડ સાથે બીજા ફોન્ટ બનાવરાવે છે, હવે ડિક્શનેરી બનાવો! 

દરમિયાનમાં વિશ્વમાં વિન્ડોઝ આવે છે, અને વિન્ડોઝ, લેઝર પ્રિન્ટરની શોધ થતાં ટપકી ટપકીવાળા ડોટ મેટ્રિકસ ફોન્ટ પછી ટેક્નોલોજીના હનુમાન કૂદકાથી છપાઈ માટે ઉપયુક્ત પોસ્ટસ્ક્રિપ્ટ, ટ્રુટાઇપ. યુનિકોડના ફોન્ટના બ્યુગલપ્રવેશથી ઇન્ટરનેટનો કિંગકોંગ જગતભરમાં ટાઇપ ફાઉન્ડ્રીઓની, ફોટોટાઇપસેટિંગની ડોકી મરડે છે, અને રતિદાદાનો ઉત્સાહ એક પછી એક નવી શોધોનો લાભ લેતાં લેતાં નવાં નવાં કમાડ ઉઘાડે છે. સન ૧૯૮૪થી અનાયાસ શરૂ થયેલી બાળસહજ કૌતુકભરી ભાષાઝુંબેશ ૨૦૦૬માં સોળે કળાએ વિશ્વ સામે આવકારના બાહુ ફેલાવે છે. ઇન્ટરનેટ ઉપર ગુજરાતીલેક્સિકોનડોટકોમ સ્વરૂપે ગુજરાતી અંગ્રેજી ડિક્શનેરી અને તે પછી તો ક્રમશ: સ્પેલચેકર, ભગવદ્ગોમંડળ કોશ, લોકકોશ એમ સંખ્યાબંધ ભાષાકીય ઉપકરણો પ્રસિદ્ધ થાય છે. કહેવાય છે કે જગતભરના કરોડો ગુજરાતીઓ એ સર્વ વાપરે છે. ત્યાંથી જ હિમાંશુ પરભુદાસ મિસ્ત્રી રચિત (હેંહેં વલ્લભ કીબોર્ડ આધારિત) યુનિકોડ ગુજરાતી લેખન માટેના પ્રોગ્રામ વગેરે પણ વિનામૂલ્યે માગે તેને ઉપલબ્ધ છે.

શ્રીમંતો પોતાની શ્રીને લોકકલ્યાણ માટે વાપરે તે જાણીતું છે, અને અલબત્ત સ્તુત્ય છે. માતાપિતાની સ્મૃિતમાં મંદિરો, હોસ્પિટાલો, કોલેજો બંધાવે, સાહિત્યના મેલાવડા, પારિતોષિકો સ્પોન્સર કરે, કવિઓ, ચિત્રકારો, શિલ્પીઓ, વિજ્ઞાનિકો કે ચિંતકોને આર્થિક ઉત્તેજન આપે, કે ગરીબોની સેવાનાં ટ્રસ્ટ બનાવે એ સર્વ અત્યંત આવશ્યક અને કલ્યાણકારી સત્કાર્યો છે. પરંતુ શ્રેષ્ઠીઓ ભાષા માટે ભાગ્યે જ ગોપીચંદન આપે છે. સાહિત્ય નહીં, ભાષા માટે. કદાચ આજીવન પરદેશ રહ્યાના કારણે ચંદરિયા સાહેબને માતૃભાષાની લગન આવી આગ જેવી લાગેલી. કેમકે ગુજરાતમાં કોઈને ભાષાની પડેલી નથી. ભાષા તે લોકોનું ભવિષ્ય નક્કી કરે છે. આ પાનાંઓમાં વારંવાર આક્રંદ કર્યું છે તેમ હજી ગુજરાતીઓને પોતાની ભાષાની કીમત સુસાં પૈસા જેટલી જ છે, હિન્દી કે અંગ્રેજી બેટર ગણાય છે. બેટર ભાષાઓ ખરેખર બેટર છે જ પણ આપણી ભાષા કાંઈ ખાલી વેપલો કરવાનું ઓજાર નથી. તેમાં કોઈ કમી હોય તો તે દૂર કરવાનું કામ આપણું, આપણી ભાષા વાપરતા ભાષકોનું છે. ગુજરાતી ભાષકો, રાજપુરુષો અને શિક્ષણ અધિકારીઓ ગુજરાતીનું કાસળ કાઢી રહ્યા છે. એમાં એક ભાષકે જીવનનો ચોથો ભાગ ભાષાના ચરનનમાં ધરી દીધો એ વાત આ શબ્દો લખનારની રગોમાં ઉત્સાહ રેડે છે. એવા વિરલ જને આ લખનારના જીવનને સ્પર્શ કરેલો તેનો તેને પ્રચંડ રોમાંચ છે. ત્રણચાર દિવસથી ઇનબોક્સમાં ‘રતિકાકા’ના સ્વર્ગવાસના સમાચાર, શોકાંજલિઓ અને જીવન ઝરમરના ઇમેઇલ ઠલવાય છે. રતિદાદા સાથે ગગનવાલાને કાયમ ‘બોલાચાલી’નો સંબંધ હતો. એ બોલાચાલીમાંથી ચૂતો એમનો દભોલકર માર્ગ પાસેના દરિયા જેવો સ્નેહ યાદ આવતાં મોં ઉપર મુસ્કરાહટ આવે છે. જે જે હાથમાં લીધું તે તે જ્વલંત શૈલીથી પાર પાડીને દાદા પૂર્ણવયે પરમ પિતાની પાસે ગયા છે. એમનું ભાષાકાર્ય દાયકાઓ કે સદીઓ સુધી ભાષાની કરોડરજ્જુ સીધી રાખશે. એમનું કાર્ય અનેક સંસ્થાઓએ બહાલી આપ્યા છતાં હજી પૂર્ણ થયું નથી. એ કામની હયાત ત્રુટિઓ એમણે પ્રેરિત કરેલી જુવાન, મેધાવી અને ઉત્સાહી હસ્તીઓની સેના સતત દૂર કરતી રહેશે, અને ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી કે સાર્થ જોડણીકોશની માફક ગુજરાતી લેક્સિકોન ઇન્ટરનેટ ઉપર ગુજરાતી ભાષાનો ‘માનક’ શબ્દકોશ બનશે, જે દાદાનું સાચું તર્પણ ગણાશે. જય ચંદરિયા!

સૌજન્ય : ‘નીલે ગગન કે તલે’ સ્થંભ : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, બુધવાર, 16 ઓક્ટોબર 2013

e.mail : madhu.thaker@gmail.com

Loading

26 October 2013 admin
← રતિલાલ ચંદરયા : ગુજરાતી કક્કાને કમ્પ્યૂટરના વાઘા પહેરાવનારની વિદાય
Gandhi’s master biographer uncovers an unlikely friendship with an English couple →

Search by

Opinion

  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved