Opinion Magazine
Number of visits: 9746713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (45)

સુમન શાહ|Opinion - Opinion|9 December 2020

= = = = વર્ષો પછી મળાયું હોય,  દિન-રાત મળતાં થઈ જવાય છે. તૂટેલો સમ્બન્ધ અતૂટ થઈ જાય છે. ગાલ પરની ગમગીનીને અને હૃદયતળમાં ઊતરી ગયેલી ઉદાસીને ચૂમી લે વારંવારનાં પપિ અને કિસિસ. શરૂ થયેલો પ્રેમ-પ્રણય ઘૂંટાય, પ્રગાઢ થવા માંડે = = = =

પૃથ્વી પર રોજ કેટલાંયે મનુષ્ય મરે છે પણ કોવિડ-૧૯થી દેશે દેશે થતાં રોજનાં બે-બે ત્રણ-ત્રણ હજાર મરણ વધારે આઘાતક અનુભવાય છે. આ ડિસેમ્બરને ગયા ડિસેમ્બર સાથે જોડી નથી શકાતો. માનવજાત મહા મહેનતે નીપજાવેલાં પોતાનાં તન્ત્રોથી, જીવ જેટલી વ્હાલી સમ્બન્ધજાળથી, આજે અભૂતપૂર્વ વિચ્છેદ અનુભવી રહી છે.

સવાર સવારમાં કેમ છો પૂછનારા પડોશી, આજે ન દેખાય, એમને હૉસ્પિટલાઈઝ્ડ કરાયા હોય. જરાક નૅગેટિવ પણ વ્હાલસોયો સાજોસમો પતિ જોતજોતાંમાં પૉઝિટિવ. પત્ની બેબાકળી થઈ જાય. બહુ જ બોલકણી, પતિ વ્હાલમાં જેને ચૅટરબૉક્સ કહેતો, શ્વાસ ગુમાવી દે, ઉઘાડી આંખે ચૂપ થઈ ગઈ હોય ! ક્લાસમેટ, ઑફિસમેટ કે કોઈ પણ મેટને કોવિડ-૧૯ ભરખી જઈ શકે છે. એને માયાની ખબર નથી, એ દયાને ઓળખતો નથી.

મોટામાં મોટી હાણ તો પ્રેમીઓને થાય છે. કંઈ નહીં તો ફોન પર તો રૂ-બ-રૂ થવાતું’તું. વિડીઓ થતા’તા. હળવીમીઠી મીટ થતી’તી. ઝૂમીને ઝૂમ થવાતું’તું. લોક સોશ્યલ ડિસ્ટન્સને ઘોળી પી ગયું છે. પ્રિયજન તો ઇન્ડિવિડ્યુઅલ ડિસ્ટન્ટન્સ પણ જાળવે છે ! રસપૂર્વક જાળવે છે. પણ એક દિવસ, ફોન પર બસ રિન્ગ વાગ્યા કરે છે …

કશા દેખીતા વાંકગુના વગર સદાને માટે ક્વૉરન્ટાઈન થઈ જવાય છે. ગુજરાતીમાં કહેવાય – કોરાણે થઈ જવાય છે …

સહજ પ્રેમસમ્બન્ધ જેવી અમૂલ્ય ચીજ સંસારમાં એકેય નથી. બાજુ બાજુએ, સામસામી બારીએ, ભલે કોરે કોરે જિવાતું હતું, વાતવાતમાં જોડાઈ જવાય છે. બે-થી એક ને એકાકાર થઈ જવાય છે. વર્ષો પછી મળાયું હોય, પણ  દિન-રાત મળતાં ને ભળતાં થઈ જવાય છે. તૂટેલો સમ્બન્ધ અતૂટ થઈ જાય છે. ગાલ પરની ગમગીનીને અને હૃદયતળમાં ઊતરી ગયેલી ઉદાસીને ચૂમી લે વારંવારનાં પપિ અને કિસિસ. શરૂ થયેલો પ્રેમ-પ્રણય ઘૂંટાય, પ્રગાઢ થવા માંડે.

પણ આ દિવસોમાં ફટ્ કરતુંક ને તૂટી જાય છે એ બધું. વીણી વીણીને શોધેલા મણકાની માળા વેરવિખેર થઈ જાય છે. દિલ્લગી પ્યાર મહોબત પ્રીતિ પ્રેમ લવ સૅક્સ, બધું ધરામાં ધૂળ. ઢીલાઢસ ને ધબૂસ થઈ જવાય છે.

પ્રેમે સરજાયેલું ઘનઘોર સાયુજ્ય ક્યાં ને ક્યાં આ ધારદાર વિચ્છેદ …

હૂંફ મજા અહેસાસ એકેયનો ન એકેય વાઇબ. પ્રકાશ તેજ તડકો અજવાળું લાઈટ, ન કશું. સૂનકાર ને અન્ધકાર. નિબિડ નિરન્ધ્ર અન્ધકાર.

આવે વખતે હું હમેશાં રુમિને પૂછું છું, બોલ, તારી પાસે છે જવાબ -?

રુમિ કહે છે –

: તારું દર્દ તારું વરદાન છે. અંધારું તારો દીવો છે :

ગળે નથી ઊતરતું. પણ શું કરવાનું? આશા રાખવાની કે ધીમે ધીમે ઊતરશે …

આશા, કેવી ઠગારી છતાં માણસજીવની ટેકણલાકડી …

= = =

(December 8, 2020: USA)

Loading

9 December 2020 admin
← જન્મદિને
માનવ અધિકારોનું હનન ક્યારે અટકશે ? →

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved