Opinion Magazine
Number of visits: 9726338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુખ્ય મંત્રીના પરિવર્તનની શક્યતા અંગેના અહેવાલ બદલ રાજદ્રોહનો કેસ

— —, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|12 May 2020

‘ફેસ ઓફ નેશન’ પોર્ટલના પત્રકાર ધવલ પટેલે ગુજરાતના મુખ્ય મંત્રી બદલાવાની શક્યતા અંગેનો અહેવાલ લખતા, તેમની રાજદ્રોહના બિનજામીનપાત્ર ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત સોશિયલ વૉચના મહેશ પંડ્યા અને હેમંતકુમાર શાહે અખબારી યાદીમાં આ ધરપકડનો સખત વિરોધ કરતાં જણાવ્યું છે કે ‘ભારતના બંધારણમાં કલમ-૧૯(૧)(એ)માં દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. પત્રકાર ધવલ પટેલની તેમના પોર્ટલ પરના એક શુદ્ધ રાજકીય બાબત અંગેના લખાણ સબબ કરવામાં આવેલી ધરપકડ એ આ મૂળભૂત અને માનવ અધિકારના સરેઆમ  ભંગ સમાન છે. તેમના લખાણથી જાહેર શાંતિ કોઈ પણ રીતે જોખમાતી નથી, તેથી અમે તેમની ધરપકડને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તેમની બિનશરતી મુક્તિની માગણી પણ કરીએ છીએ.

અત્યારે જ્યારે ગુજરાત અને સમગ્ર દેશ કોરોના મહામારીમાં ફસાયેલો છે ત્યારે સમગ્ર રાજ્ય તંત્રનું ધ્યાન આ મહામારીના સામના માટે કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. એવા વખતે ગુજરાત સરકાર આ રીતે પત્રકારોનો અવાજ દબાવીને લોકશાહીનું જ ખૂન કરી રહી હોય તેમ લાગે છે. અમે દૃઢપણે માનીએ છીએ કે સામાન્ય સંજોગોમાં લોકશાહી અધિકારોની જેટલી આવશ્યકતા હોય છે તેટલી જ તેમની જરૂર આપત્તિના માહોલમાં પણ હોય છે. સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદાઓમાં માધ્યમોની સ્વતંત્રતા બરકરાર રહે તે લોકશાહીના જતન માટે અનિવાર્ય હોવાનું જણાવેલું છે ત્યારે આ ધરપકડ વાસ્તવમાં સત્તાધીશોનું સરમુખત્યારી માનસ છતું કરે છે.’

https://www.meranews.comમાં પ્રશાંત દયાળે લખ્યું છે કે પોલીસની ફરિયાદ પ્રમાણે ધવલ પટેલની આ સ્ટોરીને કારણે અરાજકતા ફેલાઈ છે. ખરેખર ધવલ પટેલ તો એક બહાનું છે. ભા.જ.પ. સરકાર ધવલ પટેલ સામે કેસ કરીને તમામ પત્રકારોને ડરાવવા માગે છે. પ્રશાંત દયાળે સંદેશના પત્રકાર રોનક શાહને કરવામાં આવેલી હેરાનગતિનો પણ ઉલ્લેખ કર્યો છે, અને લખ્યું છે કે ‘સંદેશ’ના માલિકે ગૃહવિભાગમાં ફોન કર્યા પછી એ હેરાનગતિ બંધ થઈ.

કપરા કાળમાં (પણ) પત્રકારો પાસેથી સરકારને અનુકૂળ અહેવાલોની અપેક્ષા રાખવાનું સરકારનું વલણ બદલાયું નથી, એ ખેદની વાત છે. પત્રકારનું કામ સરકારોને નહીં, નાગરિકોને-લોકોને ઉત્તરદાયી રહેવાનું છે અને તેમને સાચી સ્થિતિની શક્ય એટલી જાણકારી નિષ્પક્ષ રીતે આપતા રહેવાનું છે. હકારાત્મક અહેવાલોનું એક ચોક્કસ મૂલ્ય છે, પરંતુ પૉઝિટિવિટીની આડમાં વાસ્તવિકતા પ્રત્યે આંખો મીંચી દેવી, એ પત્રકારત્વનું જ નહીં, નાગરિકોનું પણ અપમાન છે. રાજદ્રોહ જેવા ગંભીર આરોપસર બિનજરૂરી અને ગેરવાજબી રીતે થયેલી ધરપકડમાંથી ધવલ પટેલનો વહેલાસર છૂટકારો થવો જોઈએ. એમાં જ ગુજરાત સરકારની અને ગુજરાતની શોભા છે.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 12 મે 2020

Loading

12 May 2020 admin
← લૉક ડાઉનમાં હડધૂત થયેલા લાખો માઇગ્રન્ટ શ્રમિકો અને આપણું ‘ગુલાગ પ્રજાસત્તાક’
‘કોરોના વૉરિયર’ →

Search by

Opinion

  • ચકલી આવી
  • ઘટથી વટ
  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …
  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?
  • પુલમાં સિક્કો – એક અવલોકન 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved