Opinion Magazine
Number of visits: 9747695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માસ્ક સાથેના હેવી ટાસ્ક વચ્ચે ફૂટી રહેલી જિંદગીની કૂંપળ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 November 2020

તહેવારનો મિજાજ જામ્યો છે ત્યારે ચિંતાઓ કોરાણે મૂકીને અને આ વર્ષ તો બહુ અણધાર્યું અને ન ગમે એવું ગયું એવો વિચાર ન કરીને એવી વાતો મમળાવીએ જે સાંભળીને સારું લાગે. ગૂડ ન્યૂઝ હવે તો જાણે કોરોનાના ઘટેલા આંકડા અને વેક્સિન સિવાય બીજા કોઇ આંખે ઊડીને નહીં વળગે એવી લાગણી થાય. એટલા ખાતર પણ આજે દેશમાં અને અન્ય રાષ્ટ્રોમાં સારું શું થયું તે જાણવાનો પ્રયત્ન કરીએ.

આમ તો યુનાટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં હજી બધું અધ્ધર તાલ છે, પેલા કેસરી ચહેરાવાળા ભાઇ કંઇ માનવા તૈયાર નથી એમાં એમને પાછા ટેકા મળ્યા છે. ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાલી કરવા તૈયાર નથી, બિડેન ‘વર્ક ફ્રોમ હોમ’ કરી શકે એવી શક્યતાઓ અઘરી છે પણ મુદ્દો એ છે કે જે પરિવર્તન આવ્યું, જે ચર્ચાઓ થઇ, જે ઉત્સાહ તેની આસપાસ વર્તાયો એ મજેદાર તો રહ્યો જ. સત્તા પલટો ભલે અધિકૃત રીતે થયો નથી પણ એની શક્યતા સુધ્ધાં મજા કરાવે એવી છે. હા આ બધું ટ્રમ્પ સિઝન ટૂમાં બદલાઇ જાય એવી પૂરેપૂરી વકી છે જ પણ એવું સાવ થઇ જાય ત્યાં સુધીમાં જે બધો ‘ડ્રામો’ થાય છે એ ખેલ જોવાની ય આગવી મજા છે. અમેરિકા – મહાસત્તાનું જે થવાનું હશે એ થશે પણ ઘણા બધા દેશોને જલસો પડશે કારણ કે અમેરિકા પ્રત્યે લોકોનો, અન્ય રાષ્ટ્રોનો દ્રષ્ટિકોણ બદલાઇ જશે એ ચોક્કસ. વિશ્વની ગોઠવણ પર આ ખેલની અસર થશે, મોટાં પરિવર્તનો આવશે અને વૈશ્વિક સ્થળે રાજકીય સંઘર્ષનાં સમીકરણો બદલાશે. સારા સમાચાર એ છે કે આપણે આ ઐતિહાસિક બદલાવનાં સાક્ષી બની રહ્યા છીએ.

આમ તો ફાઇઝરે વેક્સિન શોધાયાની જાહેરાત કરી પછી લોકોમાં ઉત્સાહ બમણો થઇ ગયો અને માસ્ક કાઢીને થોડું છીંકી લેવાશે એની રાહત પણ અનુભવી. આ બાજુ અમેરિકાના મોડેર્નાએ પણ એવી જાહેરાત કરી છે કે તેઓ પણ કોરોના વેક્સિનની શોધની નજીક પહોંચી ગયા છે. હા, ફાઇઝરે બનાવેલા વેક્સિનને 70 સેલ્સિયસના સ્ટોરેજ પર રાખવું કંઇ આસાન નહીં હોય, અને ભારત માટે તો આ સવલત સંભાળવી મુશ્કેલ હશે જ પણ વેક્સિન શોધાઇ ગયાના સમાચાર તો હરખાવા જેવા છે જ, એની ના નહીં. આપણને જ્યારે ઇંજેક્શન મળે એ ખરું ,પણ બસ, એ લૅબમાં તૈયાર છે એ વાત નિરાંતની છે, હા, હજી ભારતમાં વેક્સિન નથી, બની શકે કે મોંઘું દાટ હોય પણ મુદ્દો એ છે કે વેક્સિન આખરે તૈયાર થઇ ગઇ છે.

રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટેલી હકારાત્મક ઘટનાઓની વાત આગળ કરીએ એ પહેલાં આપણે ફરી એકવાર ગુજરાતી દ્વારા, ગુજરાતી અંગે અને મનોરંજનના રસિયાઓ માટે બનેલી સિરિયલ સ્કેમ 1992એ ભલભલાની ઊંઘ ઉડાડી દીધી છે. ઊંઘ એટલા માટે ઊડી ગઇ કારણ કે મોટાભાગના લોકોએ ઉજાગરો કરીને એ વેબ સિરીઝ પૂરી કરી છે. હંસલ મહેતાએ મોટા ભાગના ગુજરાતી એક્ટર્સને લઇને બનાવેલી આ વેબ સિરીઝ માટે સુરતે તો બમણું હરખાવાનું છે કારણ કે પ્રતિક ગાંધી અને હેમંત ખેર જેમણે હર્ષદ મહેતા અને અશ્વિન મહેતાના પાત્રો ભજવ્યા છે તે બંન્નેનો સુરત સાથેનો નાતો મજબૂત છે.

ફરી એકવાર વિશ્વના સંજોગોની વાત કરીએ તો આફ્રિકાને તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો છે. 2016 પછી આફ્રિકામાં પોલિયોના એક પણ કેસ નથી નોંધાયો અને વાઇરસ ભલે હજી ધડિકા લે પણ આ સમાચાર પણ હકારાત્મક તો ખરા જ.

નોસ્ટાલ્જિયા કે સાદી ભાષામાં કહીએ જે પુરાણું હતું એ આપણને બધાને બહેતર લાગે જ છે. કોરોના વાઇરસને કારણે જે ડ્રાઇવ-ઇન થિએટર્સની પ્રથા વિદેશમાં સાવ બંધ થઇ ગઇ હતી તે ફરી પૉપ્યુલર થઇ રહી છે, ખાસ કરીને આયર્લેન્ડમાં. આપણે ગુજરાતમાં અમદાવાદનું ડ્રાઇવ-ઇન એક માત્ર અનુભવ રહ્યો છે. મનોરંજન ક્ષેત્રની વાત કરીએ તો નાટકોના પ્રયોગોને પણ ઓછા ઓડિયન્સ સાથે શરૂ કરવાની તજવીજ શરૂ થઇ ચૂકી છે. 

આપણે બધા ભલે બહુ બહાર જતા નથી અને જઇએ છીએ તો પચ્ચાસ જાતની તકેદારી રાખીને જઇએ છીએ, પ્રાઇવેટ કાર ચલાવવાનું પસંદ કરીએ છીએ અને આ ડ્રાઇવિંગના શોખીનોને ક્યારેક પર્યાવરણની ચિંતા પણ થઇ આવે છે અને તેમના માટે એક બહુ જ સારા સમાચાર એ છે કે 2030 સુધીમાં લક્ઝરી કાર બ્રાન્ડ બેન્ટલી દ્વારા ફુલ્લી ઇલેક્ટ્રિક કાર રેન્જ લૉન્ચ કરાશે.  આ કાર્સમાં પ્લગ ઇન હાઇબ્રિડ્ઝ અને ઇલેક્ટ્રીક કાર્સ તો 2026 સુધીમાં હશે પણ 2030 સુધીમાં બેન્ટલી 100 વર્ષ જૂની લક્ઝરી કારમાંથી એક નવી સસ્ટેનેબલ, એથિકલ રોલ મોડલ પ્રકારની કાર્સ બનાવીને લક્ઝરી કાર માર્કેટનો દ્રષ્ટિકોણ બદલશે.

આ તરફ વાઇરસ ઘણું બધું બદલી રહ્યો છે તો માણસો પણ વિચારવાની શૈલી બદલી રહ્યા છે કારણ કે યમન દેશમાં જ્યાં સ્ત્રીઓને માટે મનોરંજન કે રિક્રિએશનનું કોઇ સ્થળ હતું જ નહીં ત્યાં પણ ઉમ ફેરસે તેનો પોતાના કાફે લૉન્ચ કર્યો જેના દ્વારા તે મહિલાઓ દ્વારા ચલાવાતા બિઝનેસિઝ પ્રત્યે લોકોનો અભિગમ બદલવા પ્રયાસ કરી રહી છે.

કોરોના કાળમાં લોકો ફોન પર જેટલું જીવ્યા છે એટલું કશે જ નથી જીવ્યા અને માટે જ ઇન્ડોનેશિયામાં ઓનલાઇન શિક્ષણ મેળવવામાં જેમને તકલીફ હતી તેમને માટે એક જૂના ફોન એકઠા કરવાની પહેલ ચાલુ કરાઇ છે. આ માટે જકાર્તાના ડઝનેક પત્રકારોએ ભેગા થઇને  પહેલાં તો લોકોને ખાધા – ખોરાકી પહોંચાડી પણ પછી આ કામ દરમિયાન તેમને સમજાયું કે લોકો ઇચ્છતા હતા કે તેમનાં બાળકો ભણી શકે પણ ઓનલાઇન ક્લાસિઝ માટે કોઇ ફોનની સવલત નહોતી અને ત્યારે આ માટે જૂના ફોન ભેગા કરાયા અને લોકોને મદદ પહોંચાડાઇ, જેથી વંચિતાનો સંતાનોનું ભણતર ન છૂટી જાય.

આવી ઘણી ઘટનાઓ ભારતમાં પણ બની. ક્યાંક ખેતીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદ મળી તો ક્યાંક પુણેનાં યુગલે મલખંબને યુ.એસ.એ.માં પૉપ્યુલર બનાવ્યું જેની નોંધ આપણા દેશના વડાએ પણ લીધી. હા વાઇરસ છે અને હજી એ પોતાના પરચા બતાડ્યા કરે છે પણ નંબર્સ ઘટ્યા છે, હૉસ્પિટલમાં બધા જ આઇ.સી.યુ.ઝ ભરચક નથી, કોવિડમાંથી સાજા થયેલાઓની સંખ્યા પણ વધી છે. નવું વર્ષ છે ત્યારે સારા સમાચાર વાંચીએ અને આશા જન્માવીને હજી આગળને જેટલો સમય સાવચેતીમાં કાઢવો પડે તે માટે મનને તૈયાર કરી શકીએ એવી ઇચ્છા રાખીએ. તમને સૌને નવા વર્ષની શુભકામના.

બાય ધી વેઃ

સારી બાબત એ પણ છે કે નિરો ફિડલ વગાડે છે તો ફિડલ કેટલું બેસુરું છે એ કહેનારાઓના અવાજ માસ્ક ભેદીને લોકો સુધી પહોંચી રહ્યા છે. યોગ્ય અયોગ્ય વચ્ચેનો ભેદ ભૂલાઇ નથી ગયો. સારી બાબત  એ છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ પર આઇ. એન્ડ બી. મિનિસ્ટ્રી નજર રાખશે એ સમાચારથી ભલભલાના નાકનાં ટિચકાં ચઢ્યા એટલે આશા રાખી શકાય કે લોકો હવે ક્રિએટિવ ફ્રિડમની વ્યાખ્યા વધારે સારી રીતે સમજશે. ગુડ ન્યૂઝ અને પૉઝિટીવ ન્યુઝ જાણવા જરૂરી છે પણ એમાં પાછું બધું સારું છે એમ સાંભળી કે વાંચીને એટલા રિલેક્સ ન થવું કે સામે ઊભેલી બિલાડી સામે આંખ બંધ કરીને ઊભેલા કબૂતરાં જેવો ઘાટ થાય. પરિસ્થિતિઓ બદલી શકે એ સાચા ગુડ ન્યૂઝ એમ મારું માનવું છે પણ હાલના સંજોગોમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો વિચાર મનમાં રાખવો અને તહેવારો સલામતી, સેનિટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરે યાદ રાખીને પસાર કરવા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 નવેમ્બર 2020

Loading

15 November 2020 admin
← કોઈ પણ માણસની એટલી પ્રશંસા કરવી જેટલી કરવાને તે લાયક હોય
બંધવા મજદૂર …. →

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved