ન મોજાં ન તરંગ ન દરિયો ન સરવર
ન વેગીલો વાયરો ન મંદ પવન
અંદર-અંદર
ચાલે જાણે પળની પાછળ પળ
ખેતર.
ભૂચર-ખેચર-જળચર
સ્થિર, ઊબડખાબડ, સમથળ
આગળ
દાયકા બાદ એક-એક કણ
જુએ હર ક્ષણ
ખેતર.
ધીંગા ખીલા
જોતાં-જોતાં લોહી કાઢે એવા તીણા
વેગળાઈ ગઈ જો આજ સમજણ
ભચ-ભચ-ભચ, ભચ-ભચ-ભચ
રહેશે કાયમ ખોડખાંપણ
કરે અટકળ
ખેતર.
લાગે સતત સહિયારાં-સહિયારાં
પગ, આંખ, મગજ સહિયારાં-સહિયારાં.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 11