
રમેશ સવાણી
મિનિયાપોલિસથી 13 જુલાઈ 2025ના રોજ સવાર 6 વાગ્યે Badlands National Park – બેડલેન્ડ્સ નેશનલ પાર્ક, સાઉથ ડાકોટા જવા નીકળ્યા. આખરે અમે બપોરે 2 વાગ્યે Badlands National Park પહોંચ્યા.
બેડલેન્ડ્સ એટલે ખરાબો – ખરાબ જમીન ! આપણે ત્યાં ગોરમાટીવાળી જમીન કહે છે. આ પાર્ક 2,42,756 એકરમાં, 379.3 ચોરસ માઇલમાં ફેલાયેલો છે. કારમાં બેસીને ફરી શકાય છે.
માટીના ડુંગરો અને ઘાસનાં મેદાનોમાં બેજર, બીગહોર્ન ઘેટાં, બાઇસન, બ્લેક-બીલ્ડ મેગપી, બ્લેક-ફૂટેડ ફેરેટ, બ્લેક-ટેલ્ડ પ્રેઇરી ડોગ, બોબકેટ, કોયોટ, એલ્ક, મ્યુલ હરણ, પ્રોંગહોર્ન, પ્રેઇરી રેટલસ્નેક, શાહુડી, હૂપિંગ ક્રેન, સ્વિફ્ટ ફોક્સ અને સફેદ પૂંછડીવાળા હરણ રહે છે.
આ વિસ્તાર મૂળનિવાસી Oglala Sioux – ઓગ્લાલા સિઓક્સ ઇન્ડિયન્સના કબજામાં હતો. 11,000 વરસથી મૂળ અમેરિકનો આ વિસ્તારનો ઉપયોગ શિકાર માટે કરતા. આ લોકો એકાંત ખીણોમાં પડાવ નાખતા હતા જ્યાં આખું વર્ષ તાજું પાણી અને શિકાર ઉપલબ્ધ હતા. લાકોટા લોકો આ સ્થળને ‘Mako Sica – માકો સિકા – ખરાબ જમીન’ કહેતા. લાકોટાને ‘large fossilized bones, fossilized seashells and turtle shells મોટા અશ્મિભૂત હાડકાં, અશ્મિભૂત સીશેલ અને કાચબાના શેલ’ મળ્યા. મતલબ કે આ વિસ્તાર એક સમયે પાણીની નીચે હતો, અને હાડકાં એવા પ્રાણીઓના હતા જે હવે અસ્તિત્વમાં નથી.
મનમાં સવાલ એ થયો કે આ Badlands Buttes – બેડલેન્ડ્સ બટ્સનું Geologic Formations કઈ રીતે થયું હશે? બે પ્રક્રિયાઓ જવાબદાર છે : Deposition અને Erosion – ધોવાણ. ડિપોઝિશન એ ખડકો ધીમે ધીમે બનવાની પ્રક્રિયા છે. લાખો વર્ષો દરમિયાન, બેડલેન્ડ્સના સ્તરવાળા ખડકો ધીમે ધીમે એકબીજાની ટોચ પર સ્તર કેકની જેમ ઢંકાયેલા હતા. આ ખડકો છીછરા આંતરિક સમુદ્રોથી નદીઓ અને પવન સુધીના અનેક કુદરતી દળો દ્વારા ડિપોઝિટ થયા હતા. ડિપોઝિશન લગભગ 75 મિલિયન વર્ષો પહેલા પાર્કમાં ભૂસ્તરશાસ્ત્રીય રચનાઓનો આધાર પિયર શેલની રચના સાથે શરૂ થયું હતું. ડિપોઝિશન લગભગ 28 મિલિયન વર્ષો પહેલા શાર્પ્સ ફોર્મેશન સાથે સમાપ્ત થયું.
ધોવાણ એ ખડકો ધીમે ધીમે ક્ષીણ થવાની પ્રક્રિયા છે. લગભગ 5,00,000 વર્ષ પહેલાં શેયેન અને વ્હાઇટ નદીઓએ લેન્ડસ્કેપમાંથી પોતાનો માર્ગ કોતર્યો ત્યારે બેડલેન્ડ્સનું ધોવાણ શરૂ થયું. જેથી સાંકડી ચેનલો, ખીણો અને કઠોર શિખરો બન્યાં. બેડલેન્ડ્સનું હજુ ધોવાણ ચાલું છે. અંદાજ છે કે બેડલેન્ડ્સ દર વર્ષે એક ઇંચના દરે ધોવાણ કરે છે. જ્યારે બેડલેન્ડ્સ રાષ્ટ્રીય ઉદ્યાનની પશ્ચિમમાં બ્લેક હિલ્સનો ગ્રેનાઈટ દર 10,000 વર્ષમાં એક ઇંચના દરે ધોવાણ કરે છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આગામી 5,00,000 વર્ષોમાં, બેડલેન્ડ્સનું સંપૂર્ણપણે ધોવાણ થઈ જશે !
આ પાર્કમાં, રેતીના પથ્થરો, કાંપના પથ્થરો, કાદવના પથ્થરો, માટીના પથ્થરો, ચૂનાના પથ્થરો, જ્વાળામુખીની રાખ અને શેલનો સમાવેશ થાય છે. બેડલેન્ડ્સમાં જોવા મળતા રેતીના પથ્થરો પ્રાચીન નદીના પ્રવાહોના અવશેષો છે. વ્યોમિંગ, ઉટાહ, નોર્થ ડાકોટા, કોલોરાડો અને નેબ્રાસ્કા જેવાં સ્થળોએ બેડલેન્ડ રચનાઓ છે. કેનેડા, ન્યુઝીલેન્ડ, ઇટાલી, સ્પેન અને આર્જેન્ટિનામાં પણ બેડલેન્ડ રચનાઓ છે.
કેટલાંક સાહસિક યુવાનો બેડલેન્ડસની ટેકરીઓ પર ચઢીને પ્રકૃતિની અજબ રચનાને નિહાળતા હતા. મને પણ આ ખીણો / ટેકરીઓ / પહાડીઓમાં દોડી જવાનું મન થતું હતું ! દર વર્ષે લગભગ 10 લાખથી વધુ કેમ્પર્સ, હાઇકર્સ, બેકપેકર્સ અને ફોસિલ ઉત્સાહીઓ ‘બેડલેન્ડ્સ નેશનલ પાર્ક’ મુલાકાત લે છે !
સવાલ એ છે કે આપણે ત્યાં ખરાબાનો નેશનલ પાર્ક બનાવ્યો હોય તો કોઈ મુલાકાત લે ખરાં?
14 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર