એક કવિતાને …
વખોડો
ગાળ દો.
કવયિત્રી વિશે એલફેલ લખો.
પ્રતિકવિતાઓ લખો.
તેના અનુવાદો પર અનુવાદો થાય, તેની ટીકા કરો.
નનામા તંત્રીલેખમાં ગંદકી ઠાલવો.
જાહેર કરી દો કે એ તો કવિતા જ બનતી નથી.
ખોળી કાઢો કે એ મૌલિક નથી.
એક કવિતાને …
હજુ જે કરવું હોય તે કરજો.
પણ પછી,
દિવસો કે વર્ષો પછી,
હું હોઉં કે ન પણ હોઉં ત્યારે,
શાંતિથી કદીક વિચારજો ખરા કે
તમે શું શું કર્યું હતું
એક કવિતાને,
તેમાં રહેલી કરુણ સચ્ચાઈને,
નકારવા માટે …
એવું કરી શકો તે માટે શુભેચ્છા.
૨૩-૬-૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 02