ખુલ્લા પાડ્યા
આપણને
સંકુચિતતાના વાડા
કર્યા'તા સૌએ ખડા !
ખુલ્લા પાડ્યા
શાસકોને
મતોના થપ્પા
અને ઠપ્પા દીધા’તા ને આપણે !
ખુલ્લા પાડ્યા
નાગરિકોને
શિસ્તના લીરેલીરા
ઉડાડ્યાને ચોરે ને ચૌટે !
ખુલ્લા પાડ્યા
પરિવારોને
મહિલાઓના શ્વાસ
રૂંધ્યાને આપણે !
ખુલ્લા પાડ્યા
નેતાઓને
ભૂલી ગ્યા’તા ગરીબોને
રઝળાવ્યાને એ સૌને !
ખુલ્લા પાડ્યા
ધર્માંધોને
કર્યા’તા ને ભેદભાવ
એક કોમ ને બીજી કોમના !
ખુલ્લા પાડ્યા
વિકાસરસિયાઓને
શ્રમિકોના
શોષણના ચરખા ચલાવ્યા’તા ને !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 11 મે 2020