ના તું છે, ના હું નથી.
ના હું છું, ના તું નથી.
એવું પણ નથી કે સ્વાર્થ નથી.
છે પ્રકાશ આપણી વચ્ચે,
એવું પણ નથી કે અંધકાર નથી.
e.mail : dhanikgohel96@yahoo.com
![]()
ના તું છે, ના હું નથી.
ના હું છું, ના તું નથી.
એવું પણ નથી કે સ્વાર્થ નથી.
છે પ્રકાશ આપણી વચ્ચે,
એવું પણ નથી કે અંધકાર નથી.
e.mail : dhanikgohel96@yahoo.com
![]()
મહિલાઓ
અગર સુખી, સન્માનિત છે,
તો સમજવું
સુખી છે દેશ !
*
સૂર્ય −
અહીં ડૂબે છે ત્યારે,
ક્યાંક બીજે ઊગે પણ છે !
તમેય પડ્યા છો તો
ખસી જાઓ ને અહીંથી !
*
નિર્ધારને આપો
ગરુડની પાંખો
વામણા થઈ જશે
વિરાટ પહાડો !
*
કાટ,
એવો કાટ
ને એવો ખાંટ
કે
લૂલું કરી નાખે છે,
લોખંડને !
*
તલવાર શોભતી હતી –
તૈમૂરના હાથમાં !
સિકંદરના હાથમાં !
બાકી –
અન્ય રાજાઓ તો,
શોભતા હતા તલવારોથી !
મહેલાતોથી !
*
દીવાલ
જુદાઈનું પ્રતીક છે.
તોડી નાખો દીવાલોને,
તમો એક થઈ જશો !
11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD
![]()
એક પછી એક,
કેટલાં ય આપ્તજનોએ,
ને સ્નેહીજનોએ,
હમણાં હમણાં વિદાય લીધી.
કોક તો કંઈ પણ કીધા વિના,
કશા ય અણસાર દીધા વિના,
ચિર નિદ્રામાં પોઢી ગયાં,
થંભ્યા ય ના અલવિદા કહેવા !
કોઈક −
સર્જરીની સતત મુલાકાતે,
હોસ્પિટલોની અવિરત દોટંદોટે;
હામ ખોતાં, હાંફી જાતાં
અટવાતાં, આથડતાં !
સ્વાસ્થ્યને ઢંઢોળતાં !
અમુક −
“વાંસાસિ જિર્ણાની યથા વિહાય”
જીર્ણ વસ્ત્રોને હાવાં દો વિદાય;
“નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ”,
શસ્ત્રો આત્માને ન શકે હણી,
એ −
ભગવદ્દગીતાના અમૂલ્ય બોધે,
સ્થિતપ્રજ્ઞ શાં, અનન્ય ધૈર્યે;
વહ્યાં મહાનિર્વાણે !
60 Wilson Gardens, WEST HARROW, Middlesex HA1 4DZ
![]()

