‘કીડીને કણ હાથીને મણ’
આહારવ્યવસ્થાની વાત નથી,
ભારવહનના કર્તવ્યની એક સામાજિક વ્યાખ્યા છે.
•
નિર્દોષ સંતાન પર સોટી પડે,
સોળ માભોમના તન પર ઊઠે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 16
![]()
‘કીડીને કણ હાથીને મણ’
આહારવ્યવસ્થાની વાત નથી,
ભારવહનના કર્તવ્યની એક સામાજિક વ્યાખ્યા છે.
•
નિર્દોષ સંતાન પર સોટી પડે,
સોળ માભોમના તન પર ઊઠે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 16
![]()
આવ્યો જ્યાં માથા ઉપર કાળો ભમ્મર સાંઢ,
તેં આવી પૂછ્યું મને, શરૂ કરું આષાઢ …?
પતરાં જેવાં આભને ગગડાવે સુદ બીજ,
ભાલા જેવી સોંસરી નીકળે ચકચક વીજ,
ફાડી આખું આભ તું વરસે ધોધ પ્રગાઢ …
તું હેલી થઈ બોલતી, શરૂ થયો આષાઢ …
સામે તું ઊભી રહી જળની થઈ દીવાલ,
મેં પણ તોડી છે તને લઈને મારું વ્હાલ,
પછી તો ચાલી આપણી ભીની કાઢાકાઢ …
તું ભૂલી ગઈ પૂછવું, શરૂ કરું આષાઢ …?
આજે તેં આકાશનો હંફાવ્યો છે મેહ,
જળ વરસી ઢીલું પડ્યું તો ય વરસતો નેહ,
તારી ચાહતની પછી કદી ન ઊતરી બાઢ …
તેં થાકીને કાનમાં કહ્યું, ગમ્યો આષાઢ …?
e.mail : ravindra21111946@gmail.com
![]()
એટલી તો જાણ છે,
મિત્ર ના તો હાણ છે.
હોય તો એ લ્હાણ છે,
જાય તો મોકાણ છે.
મિત્ર, દરિયાદિલ હો તો,
પાર પામે વ્હાણ છે.
એ બચાવે છે મને,
હું ધનુષ, એ બાણ છે.
એ નથી તો યુદ્ધ છે,
માત્ર કચ્ચરઘાણ છે.
એ ન હો, જીવાય ના?
મિત્ર છે કે પ્રાણ છે?
પ્રાણ પણ તો જાય છે,
શેષ રે' બુમરાણ છે.
e.mail : ravindra21111946@gmail.com
![]()

