કાલની આજ થાય તો કાળ ફરશે,
સાંઈઠે શાન હોય તો બાળ નમશે.
સાચવી રાખ માન સન્માન મળશે,
પ્રિયજન યાદ હોય તો ભાળ જડશે.
માનવાચક બહુવચન શબ્દ વાપર,
કિટલી જેમ હોય તો ડાળ ખડશે.
એક સરખા સ્વભાવ મળવા કઠિન છે,
સ્હેજ સંબંધ હોય તો સાળ વણશે.
જડ અચેતન અબૂધ માણસ ન બનવું,
ના સમજ મૂર્ખ હોય તો આળ ચડશે.
e.mail : addave68@gmail.com
![]()


== આ નવલકથાના ૪૬ ભાષામાં અનુવાદ થયા છે. કેટલા મૂળને અનુસરીને, કેટલા અંગ્રેજી અનુવાદને અનુસરીને, તે જાણવું કઠિન છે. પણ હું જેના અંગ્રેજી અનુવાદને અનુસરું છું એ છે, ગ્રેગરી રબાસા.
ઔરેલિયાનો સેગુન્દો એના રિવાજ પ્રમાણે ઘરે સૂવા આવતો પણ દીકરીને વૅકેશન હોય ત્યારે. કાયદેસરની પત્ની તરીકે ફર્નાન્ડાએ પોતાના કેટલાક અધિકાર જતાવ્યા હોય, એટલે પણ એને આવવું પડતું’તું. પરિણામે, પછીના વર્ષે મેમે માટે નાની બેનનો જન્મ થયો. મા-ની ઇચ્છા વિરુદ્ધ એને બાપ્તિસ્મા અપાયો અને નામ રાખવામાં આવ્યું, અમરન્તા ઉર્સુલા. અમરન્તા ઉર્સુલા એમનું ત્રીજું સન્તાન.