વિક્રમ સંવત ૨૦૬૯ના આસો સુદના શુક્લ પક્ષમાં જન્મેલ એક નવજાત શિશુને ગોદમાં શાંતિથી સૂતેલો જોઈને સહેજે વિચાર આવ્યો કે આ તાજાં જન્મેલાં બચ્ચાં બોલી શકે તો તેમની ઇચ્છાઓ કાંઈક આવી હોઈ શકે :
ગુગલ ફોઈએ મારું નામ બતાવ્યું
મારી ફોઈ હવે તમે બતાવો
Lullaby તમે રોજ ગાઓ છો
તો હાલરડાં પણ ગાશોને?
Nursery rhymes હું જરૂર શીખવાનો
સાથે બાળગીતો પણ સાંભળવાનો
Italian અને Mexican ખાણું રોજ જમવાનો
કદીક ખીચડી ‘ને ભાખરી પણ ચાખવાનો
I pad પર આંગળી હમણાં રમતી થશે
તો સંતાકૂકડી પણ ગમતી થશે
Three Billy Goatsની વાર્તા વાંચજો
સાથે એકલવ્ય ‘ને પ્રહલ્લાદની કહાની કહેજો
હું તો હોકી ‘ને લક્રોસ રમતો થઈશ
કદી ખો ખો ‘ને હુતુતુ શીખતો હોઈશ
ભલે ઈંગ્લિશ હો મારી પહેલી ભાષા
તોયે ગુજરાતી શીખું હું એવી આશા
e.mail : 71abuch@gmail.com
![]()


પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર : એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો, શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.
અમે બંને એકબીજાના ચાહક હતા. અમારો પરસ્પરનો સ્નેહ વર્ષો સાથે રહેવાથી વધ્યો હતો જેની લોકો માટે કલ્પના કરવી મુશ્કેલ હતી
તેઓ જીવનની કળા અને સૌંદર્યના પૂજારી હતા તેમ જ અન્યને પ્રેરણા આપવાની તેમનામાં અનંત સક્ષમતા હતી અને વ્યક્તિત્વ એવું હતું કે જે વિશ્વના અગ્રણી લોકો એકત્ર થયા હોય ત્યાં પણ તેની નોંધ લેવાતી અને આમ જવાહરલાલ તબક્કાવાર રાજકીય નેતા બન્યા. વિદેશોના પ્રવાસમાં તેમના બીમાર પત્નીએ તેમનામાં ભારતીય રાષ્ટ્રીયતાના અભિગમને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવા પ્રેરણા આપી. તેમના જીવનમાં આ આંતરરાષ્ટ્રીય તબક્કાની શરૂઆત હતી. તેમનું ચરિત્ર અને આંતરિક તેમ જ વૈશ્વિક સમસ્યાઓ પ્રત્યેનો અભિગમ નોંધપાત્ર રહ્યો. ત્યારથી જવાહરલાલે ક્યારે ય પાછું વળીને જોયું નથી. તેઓ ભારત અને વિદેશમાં એક મહાન નેતા તરીકે ઉપસી આવ્યા. વિચારો પ્રત્યેની તેમની નિષ્ઠા અને તેમના દૃષ્ટિકોણ તેમ જ સ્પષ્ટ દીર્ઘદૃષ્ટિને કારણે તેઓ દેશ અને વિદેશમાં લાખો લોકોના લાડીલા બની રહ્યા. આઝાદી પૂર્વેની આવી ઉજ્જવળ પરિસ્થિતિ તેમ જ તમામ અનુકૂળ સ્થિતિને કારણે આપણા માટે તેઓ માર્ગદર્શક દીવાદાંડી બન્યા અને ભારત એક પછી એક કટોકટીમાં સપડાયું ત્યારે તેમણે માર્ગદર્શન કર્યું. આપણી આઝાદીમાં તેમણે સિદ્ધિઓ મેળવી. તમામ ક્ષેત્રો અને વર્ગોમાં એક નેતા તરીકે તેમણે લોકોનો વિશ્વાસ સંપાદિત કર્યો. મારા સિવાય તેમને આ રીતે કોઈ ઓળખતું નથી. તેમણે દેશ માટે છેલ્લા બે વર્ષમાં ખૂબ જ કઠિન શ્રમ કર્યો હતો. તેઓ વડા પ્રધાન હતા. પરિણામે તેમની જવાબદારીઓ વ્યાપક હતી અને ચિંતાઓ પણ અનેક હતી. પરિણામે મેં જોયું કે, તેઓ ઝડપથી ઉંમરમાં મોટા થતા હોય તેવું જણાતું હતું. જ્યારે શરણાર્થીનો પ્રશ્ન આવ્યો ત્યારે કોઈપણ જાતના કંટાળા કે થાક વિના તેમના પ્રશ્નો ઉકેલી આપ્યા. કોમનવેલ્થ પરિષદોમાં તેઓ અગત્યની ભૂમિકા ભજવતા હતા. વિશ્વસ્તરે પણ તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમ છતાં જવાહરલાલે તેમની મૂળ યુવા છબિ જાળવી રાખી. સ્વભાવમાં હંમેશા સંતુલન જાળવ્યું. તેઓ તાલીમ પામેલા બુદ્ધિજીવી હતા. તેમના સ્વભાવમાં ક્યારે ય ઉગ્રતા ગમતી નહોતી, સત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ અને વિલંબ પ્રત્યે નારાજગી નોંધપાત્ર હતા. કોઈ પણ પ્રશ્નના ઝડપી નિકાલમાં માનતા હતા. તેઓ વિલંબ, આળસ અને અનિચ્છા પસંદ કરતા નહોતા.
Suddenly the country has been completely taken over by a storm of discussion over the relationship between India’s first home minister Sardar Vallabhbhai Patel and first prime minister Jawaharlal Nehru, largely engineered by some of the major parties in an apparent political move as the crucial general elections draw closer.
There may certainly have been some differences between the two stalwarts; however, it will be nothing short of trivialisation if we blindly adhere to the theory of single dimensional antagonistic relationship that Patel and Nehru shared, as is being proclaimed by some parties.