એક અફલાતૂન વાદ-સંવાદ. સવાલ કરનાર સજ્જધજ્જ; સામે પક્ષે જવાબ દેનાર સવાયા પુરવાર. લાં…બી મુલાકાત, લાં…બો અહેવાલ. તેમ છતાં, નખશિખ, ઉપરતળે, તંતોતંત વાંચવા સમ, વાગોળવા સમ લેખ. − "
વિપુલભાઈ, તમારી આ માંડણી નીચે હું મારા હસ્તાક્ષર કરું છું. Wonderful interview.
− પંચમ શુક્લ
વિપુલભાઈ અને પંચમભાઈનાં કથનો સાથે સંમત છું. શ્રી યજ્ઞેશ દવેએ ટૂંકા અને સચોટ સવાલો મૂકતા જઈને શ્રી ગણેશ દેવીજીને ખૂલીને બોલતા કર્યા, ધ્યાનથી, ચીવટથી બધું નોંધી લીધું અને આપણેને કેટલું બધું નવું નવું જાણવા વિચારવાની તક આપી! એક ઉત્તમ પ્રશ્નકર્તા અને ઊંડા વિચારક – બેઉનો સરસ સુમેળ. આપ સહુને ધન્યવાદ અને પ્રણામ.
− ભભાઈ ભરત પાઠક
ફેઈસબુકને પાનેથી, 19.08.2014
![]()


તમને પત્ર લખવામાં સૌથી પહેલો લોચો તો એ પડે છે સાલુ સંબોધન શું કરવું? સામાન્ય રીતે માણસ મરી જાય પછી અહીં તો 'સ્વર્ગવાસી' એવું લખવાનો રિવાજ છે. એ રિવાજ સ્વર્ગની કલ્પનામાંથી આવ્યો છે પણ સ્વર્ગ તો હજી કોઈએ જોયું નથી એટલે એવું તમને તો કેમ લખી શકાય? વળી, ધારો કે સ્વર્ગ હોય તો પણ તમે ક્યાં કોઈ કહેવાતાં પુણ્યશાળી કામ કર્યાં હતાં કે તમને સ્વર્ગ મળવાનું હતું? તમે તો આખી જિંદગી ગરીબ-ગુરબાની સેવા કરી. ધર્મધતિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું, મંત્ર-તંત્રના પરચાઓનો પર્દાફાશ કરવાનું અને સામાન્ય લોકોને વૈજ્ઞાાનિક અભિગમથી જીવવાનું શીખવવામાં ખર્ચી નાખી. સ્વર્ગ હોય તો પણ તમને વળી તે શેનું મળે? ન જ મળે અને નહીં જ મળ્યું હોય. કદાચ સ્વર્ગ-જન્નતના કારભારીઓ પણ તમને સામેથી બોલાવે તો ય તમે ત્યાં તો ન જ જાવને! એટલે મરણોપરાંતનાં સંબોધનો ફગાવીને પ્રિય જ રાખ્યું છે.