નરેન્દ્ર મોદી સરદાર પટેલ માટે કેટલો ભક્તિભાવ ધરાવે છે એની તો ખબર નથી, પણ જવાહરલાલ નેહરુ માટે છૂપું આકર્ષણ ધરાવે છે એની મને ખાતરી છે. મને શું, જે લોકો વડા પ્રધાનના રાજકીય અભિગમને સમજે છે એ બધા આ વાત જાણે છે. નેહરુ માટેની નફરત પાછળ નેહરુ માટેનું આકર્ષણ છે. શું એ વ્યક્તિત્વ હતું! ગરીબ દેશના વડા પ્રધાન હોવા છતાં આખા જગતમાં પાંચમાં પૂછાતા હતા. એ યુગમાં જગતના પાંચ મહાન મુત્સદીઓમાં નેહરુની ગણના થતી હતી.
માત્ર મોદી નહીં, નેહરુના દરેક અનુગામી વડા પ્રધાન નેહરુને રેફરન્સ પોઈન્ટ કે ગોલપોસ્ટ તરીકે માનતા આવ્યા છે. બી.જે.પી.ની સરકારના પહેલા વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તો લોકસભામાં ઓન રેકર્ડ કહ્યું પણ હતું કે ‘યહાં પંડિતજી બૈઠા કરતે થે ઔર વહાં (સામે છેડે વિરોધ પક્ષની બેઠક તરફ ઈશારો કરીને) સે યહાં તક પહુંચનેમેં પચાસ સાલ લગે.’ ફરક એ છે કે બીજા વડા પ્રધાનો નેહરુ જેવા બનવા માગતા હતા જ્યારે, નરેન્દ્ર મોદી નેહરુને મિટાવીને તેમની કલ્પનાના નવા નેહરુ બનવા માગે છે. અંગ્રેજીમાં કહીએ તો તેઓ નેહરુને રિપ્લેસ કરવા માગે છે. ઇતિહાસ આજે જે રીતે જવાહરલાલ નેહરુને યાદ કરે છે એ રીતે ઇતિહાસ નરેન્દ્ર મોદીને યાદ કરે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને તેમણે સાર્ક દેશોના શાસકોને પોતાની સોગંદવિધિમાં બોલાવ્યા અને એ પછી તેમણે જાગતિક રાજકારણમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ આદર્યો ત્યારે મેં લખ્યું હતું કે નરેન્દ્ર મોદી નવા અભિગમ સાથે નેહરુની જગ્યા લેવા માગે કે તેમની સમકક્ષ પહોંચવા માંગે તો એ તેમનો અધિકાર છે. આ દેશને સમયાંતરે સવાયા નેહરુ મળતા રહે એમાં દેશનું હિત છે અને તેમાં નેહરુ પણ અવશ્ય રાજી થાય.
જવાહરલાલ નેહરુએ કુલ ૧૭ વરસ રાજ કર્યું હતું અને તેમની લાંબી ગૌરવશાળી શાસકીય કારકિર્દીમાં જો કોઈ શરમાવા જેવી ઘટના હોય તો એ ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં ભારતનો પરાજય. નેહરુ માટે એ ઘટના કલંકરૂપ હતી અને તેનો તેમને ઊંડો આઘાત પણ લાગ્યો હતો. એ ઘટના પછી માત્ર દોઢ વરસમાં નેહરુનું અવસાન થયું હતું. ચીન સામેના પરાજયનો નેહરુને ઊંડો અંગત આઘાત લાગ્યો એનું કારણ એ હતું કે એ પરાજય માટે મહદ્ અંશે નેહરુ પોતે જવાબદાર હતા. ચીન ઉપર તેમણે ભરોસો રાખ્યો હતો. એ વખતે ભારત કરતાં પણ વધુ ગરીબ ચીનના નેહરુ રાહબર હતા. ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ ત્રણે ય હતા. ચીનને યુનોમાં પ્રવેશ મળે અને અમેરિકા સામ્યવાદી ચીનને માન્યતા આપે એ માટે નેહરુએ ખૂબ પ્રયત્નો કર્યા હતા. ભારત અને ચીન મળીને જાગતિક રાજકારણમાં એન્કર બને એવા નેહરુ મનોરથ સેવતા હતા. બે પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચેનો સંબંધ સહોદર જેવો હોય એ નિયતિનો કોલ છે એવી નેહરુની માન્યતા હતી. અનેક લોકોએ નેહરુને ચેતવ્યા હતા, પણ નેહરુની પોતાના પરની અને ચીન પરની શ્રદ્ધા અચલ હતી.
વિધિનો ખેલ જુઓ; જે અનુભવ નેહરુને થયો એ જ અનુભવ નેહરુને મિટાવીને નેહરુ બનવા માગતા નરેન્દ્ર મોદીને થયો. ભારત-ચીન સંબંધને લાગેવળગે છે ત્યાં સુધી ગાલ્વાન ખીણની ઘટના ૧૯૬૨ની ઘટના પછીની બીજી મોટી અથડામણની ઘટના છે અને ભારત માટે બીજી વખત શરમાવું પડે એવી નાલેશીભરી ઘટના છે. એક રીતે કહીએ તો વર્તુળ પૂરું થયું અથવા એમ પણ કહેવાય કે બે પ્રતિસ્પર્ધી ધ્રુવો ચીનના ચોકમાં એક જગ્યાએ જઈ પહોંચ્યા.
પણ એક ફરક છે. ચીન પરત્વેની નીતિમાં નેહરુ છેતરાયા એનું કારણ તેમનો ચીન પરનો અતૂટ ભરોસો હતો. પતિવ્રતા વફાદાર પતિની માફક તેઓ બીજી તરફ જોતા જ નહોતા. ચીનને નેહરુનું આવું વડીલજોગું વલણ ગમતું નહોતું. નરેન્દ્ર મોદી છેતરાયા એનું કારણ તેઓ અમેરિકા-જપાન એમ ચારે બાજુ જોતા હતા અને પાછું ચીનને બાથમાં પકડી રાખવા માગતા હતા. ૨૦૧૪માં મોદીની જપાન મુલાકાતથી આની શરૂઆત થઈ હતી અને હમણાં ફેબ્રુઆરી મહિનામાં નમસ્તે ટ્રમ્પથી પૂરી થઈ હતી. નરેન્દ્ર મોદી અને ચીનના નેતા શી ઝિંગપીંગ છ વરસમાં ૧૮ વખત મળ્યા હતા. આટલી બધી વાર તો નેહરુ અને ચીની નેતાઓ ૧૭ વરસમાં પણ નહોતા મળ્યા.
વડા પ્રધાનને એમ કે રેપો જાળવી રાખીશું તો ચીન રાજી રહશે અને એ દરમ્યાન પાકિસ્તાનને ખોખરું કરી શકાશે, જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરીને ભારતનો નકશો બદલી શકાશે, નાગરિક ધારો લાગુ કરીને ઇશાન ભારતમાં રાજકીય સમીકરણો બદલી શકાશે અને પાડોશી દેશોને તેની જગ્યા બતાવી શકાશે. આ ઉપરાંત ચીન સામે રચાઈ રહેલી ધરીમાં પણ રહેવા મળશે. આપણે માત્ર ચીનના નેતાને મળતા રહેવાનું અને આલિંગન આપતા રહેવાનું. આ ગણતરી મૂળમાં જ ખોટી હતી અને ખોટી સાબિત થઈ. ચીન રાજી રહેશે એવા ભરોસે ભારતે પાકિસ્તાન સહિત પાડોશી દેશો સાથેના સંબંધો બગાડ્યા એનો ચીને લાભ લીધો તે ત્યાં સુધી કે ચીનના ઇશારે નેપાળ પણ ભારત સામે ઘુરકિયાં કરે છે. છ વરસનું ભારતનું ચીન સાથેની ગુડવિલ માટેનું રોકાણ પાણીમાં ગયું. ખાસ કરીને ડોકલામ પછી પણ મોદીસાહેબે ચીન પરત્વેની નીતિ બદલી નહીં એ તો આશ્ચર્ય છે.
૧૯૬૨ના યુદ્ધમાં ચીન સામેનો પરાજય નેહરુને જે રીતે મુક્તિ આપતો નથી અને આપવાનો નથી એમ જ નરેન્દ્ર મોદીને ૨૦૨૦ મુક્તિ આપવાનો નથી. જે નાલેશી માટે નેહરુને ખતમ કરવાના હતા એ નાલેશી લમણે લખાઈ! આને કવિન્યાય કહેવાય?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 જૂન 2020
![]()


ડબ્લ્યુ.ઈ.બી. ડુ બોઈ કદાચ ગાંધીના સહુ પ્રથમ આફ્રિકન-અમેરિકન ચાહક હતા. તેઓ અમેરિકાના મોટા બુદ્ધિજીવીઓમાંના એક, નાગરિક અધિકારો માટેના લડવૈયા અને શાંતિ સ્થાપવા સતત કર્મશીલ રહેનાર હતા. ગાંધીજીના જન્મ પહેલાં, 1868માં તેમનો જન્મ. ડુ બોઈએ પાન અમેરિકન ચળવળ કે જે સમાજશાસ્ત્રના સિદ્ધાંતો પર આધારિત હતી તે માટે નેશનલ એસોસિયેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પિપ્લ્સની સ્થાપના કરી. તેઓએ ફિસ્ક અને હાવર્ડ યુનિવસિર્ટી અને બર્નની હમ્બોલ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો. તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાશાખાના વિરોધનો સામનો કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર સહુ પ્રથમ અશ્વેત વિદ્યાર્થી હતા.
હાવર્ડ થરમાનનો જન્મ 1899માં ગુલામીથી મુક્ત થયેલ પરિવારમાં થયો હતો. થરમાન ગરીબીમાં ઉછર્યા. જીવનમાં આગળ જતાં તેઓ એ સમયના એક મહાન થિયોલોજિયન બન્યા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના મુક્તિની થિયોલોજીના વિચારોનો પાયો નાખવા માટે નિમિત્ત બન્યા.
આ સવાલના પ્રત્યુત્તર રૂપે થરમાને 1949માં પોતાની એક મહાન કૃતિ Jesus and the Disinheritedમાં ચર્ચનો ધર્મ અને જીસસના ધર્મને ચિત્રિત કર્યો. એ પુસ્તકમાં તેમણે જેમના પર દમન કરવામાં આવતું હોય તેમને કેવા નર્ક જેવા ભયાનક ત્રાસ જેવા કે ભય, છેતરપિંડી અને ધિક્કારનો અનુભવ કરવો પડતો હોય છે, અને તેમની એક એક અનુભૂતિઓ કેવી આત્મઘાતક હોય છે તે વિષે વાત કરી છે. અંતમાં તેઓ એક વિવરણ આપતાં કહે છે, માનવના અસ્તિત્વના એક ભાગ રૂપે પ્રેમ એક સનાતન અને વૈશ્વિક બળ છે કે જેમાં દમન કરનાર અને દમિતને તેમના આધ્યાત્મિક ચૈતન્યને ઊંચે લઇ જઈને અને નવા પ્રકારની માનવ જાત સર્જીને પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે.
માર્ટિન લ્યુથર કિંગ કદાચ ગાંધીજીના વિચારોને સહુથી વધુ નિકટથી સમજનાર અને તેનું યથાર્થ અર્ઘટન કરનાર તથા આફ્રિકન-અમેરિકનના મુક્તિ સંગ્રામના ખૂબ પ્રતિષ્ઠિત નેતા ગણાયા. 1929માં અટલાન્ટા જ્યોર્જિયામાં એમનો જન્મ. કિંગે 1955માં મોન્ટગોમરી બસ બહિષ્કારની આગેવાની લીધેલી, સધર્ન ક્રિશ્ચિયન લીડરશિપને પણ નેતૃત્વ પૂરું પાડેલું, વોશિંગટન સુધીની કૂચ પણ તેમણે સંયોજી, વિયેતનામ લડાઈનો વિરોધ કર્યો અને ન્યાય અને શાંતિ સ્થાપવા હેતુ નિર્ધન પ્રજા માટેના અધિકારની ઝુંબેશ પણ ઉઠાવી. પોતાના વક્તવ્ય ‘મારી અહિંસાની યાત્રા’માં ડૉ. કિંગ પોતે પશ્ચિમના વિચારકો પ્લેટો, એરિસ્ટોટલ, રુસો, હોબ્સ અને Rauschenbausch વગેરેના વિચારો જાણ્યા બાદ તેઓ કરી રીતે ગાંધીની અહિંસક વિચારધારા અને તેના અમલ વિષે કઈ રીતે પરિચયમાં આવ્યા તેનું વર્ણન કરતા કહે છે,
૨૦૧૪માં સત્તાનશીન થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ‘મનરેગા’ને કૉન્ગ્રેસની વિફળતાનું જીવંત સ્મારક અને ખાડા ખોદવાની યોજના ગણાવી હતી. કોરોના મહામારીના કાળમાં શહેરોમાંથી ગામડાંઓમાં પલાયન કરી આવેલા સ્થળાંતરિત શ્રમિકોની રોજી માટે એ જ મનરેગાનું શરણું સરકારે લેવું પડ્યું છે. કેન્દ્રીય નાણાંમંત્રીએ તેના માટે રૂ.૪૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે