ગયા વર્ષે ૧૨મી ઓક્ટોબરે, ગ્રીડ ફેલ્યરના પગલે નાણાંકીય રાજધાની મુંબઈમાં મોટા પ્રમાણમાં વીજળી ગાયબ થઇ ગઈ હતી, જેના પગલે ટ્રેનો પાટા પર રોકાઈ ગઈ હતી, કોરોના મહામારી વચ્ચે માંડ-માંડ કામ કરી રહેલા લોકોની ગતિવિધિઓ બંધ થઇ ગઈ હતી, હોસ્પિટલો સેવાઓ અટકી પડી હતી અને હજારો કમ્પ્યુટરો ખોટકાઈ ગયાં હતાં. વીજળી જતી રહેવી એ ભારતમાં સામાન્ય વાત છે. મુંબઈ જેવા મોટાં શહેરો, જ્યાં ૨૪ કલાક વીજ પુરવઠાની વ્યવસ્થા છે, ત્યાં પણ ક્યારેક વીજળી ગાયબ થઇ જવાની ઘટનાઓ બને છે. ગામડાં અને નાના શહેરોમાં તો આ છાશવારે બને છે.
આપણા માટે તો વીજળી હોવી જ એક ચમત્કાર જેવું છે, એટલે મુંબઈમાં છેલ્લા એક દાયકામાં ચાર કલાક માટે વીજળી જતી રહેવાની ઘટના બની તે તકનીકી ખરાબીથી વિશેષ કશું ન હોય, એમ માનીને આપણે પૂર્વવત જીવવા લાગી જઈએ તે પણ સ્વાભાવિક છે, પરંતુ આ ઘટના કદાચ એટલી સાધારણ ન હતી. અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના એક ચોંકાવનારા સમાચાર અનુસાર, ચાઇનીઝ સરકાર સાથે સંકળાયેલા રેડ ઇકો નામના એક હેકર ગ્રૂપે મુંબઈની પાવર ગ્રીડમાં ઘૂસ મારી હોય અને માલવેર છોડીને સિસ્ટમને ખોરવી નાખી હોય તેવું સંભવ છે.
મહારાષ્ટ્રના સાઈબર-સેલના અહેવાલના આધારે રાજ્યમાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ મુંબઈના વીજ પુરવઠામાં સાઈબર-સેબોટેજની સંભાવના વ્યક્ત કરી છે. અમેરિકા સ્થિત રેકોર્ડેડ ફ્યુચર નામની સંસ્થાએ (જેના આધારે ટાઈમ્સમાં અહેવાલ આવ્યો હતો) એવી શંકા વ્યક્ત કરી હતી કે લડાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીનનાં સૈન્યો વચ્ચેના ઘર્ષણના જવાબમાં હેકર ગ્રૂપે ભારતની પાવર ગ્રીડ્સને નિશાન બનાવી હોવાનું સંભવ છે. કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી રાજ કુમાર સિંહે સાઈબર-એટેકના અહેવાલોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે મુંબઈમાં માનવીય ભૂલના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો.
એ જ વખતે તેલંગણામાંથી સમાચાર આવ્યા કે ગયા અઠવાડિયે બીજી માર્ચના રોજ કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયાની સમયસર ચેતવણીને પગલે તેલંગણાની વીજ વ્યવસ્થાને હેક કરવાના ચીન સ્થિત હેકર ગ્રૂપનો પ્રયાસ નાકામ બનાવાયો હતો. આ કિસ્સામાં 'થ્રેટ એક્ટર ગ્રૂપ કમાન્ડ એન્ડ કંટ્રોલ' નામનું ચાઇનીઝ ગ્રૂપ તેલંગણા સ્ટેટ લોડ ડીસ્પેચ સેન્ટર અને ટ્રાન્સમીશન કોર્પોરેશન ઓફ તેલંગણાની કમ્પ્યુટર સિસ્ટમ સાથે સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યું હતું.
આ બે કિસ્સા પરથી એટલું સાબિત થાય છે કે વીજળી ગાયબ થઈ જવી એ ૨૧મી સદીમાં સાધારણ ઘટના ન હોવી જોઈએ. એ આધુનિક યુદ્ધનો અંતરંગ હિસ્સો હોઈ શકે છે. આપણે જ્યારે રિયા ચક્રવર્તી જેવી એક્ટરની વોટ્સએપ ચેટ્સ કે પર્યાવરણ કાર્યકર દિશા રવિની ગૂગલ ટૂલકીટને રાષ્ટ્રીય સંકટ ગણીને દિવસોના દિવસો સુધી આટલો બધો રસ લેતા હોઈએ, તો પછી સાઈબરની દુનિયામાં દેશ સામે કેવું અસલી જોખમ છે, તેના પર દિવસો-મહિનાઓ સુધી નહીં, પણ આવનારાં વર્ષોના વર્ષો સુધી ધ્યાન આપવું જોઈએ, કારણ કે ૨૧મી સદીનું યુદ્ધ મેદાનો અને ખીણોમાં માણસો વચ્ચે નહીં, કમ્પ્યુટર સિસ્ટમ્સમાં ખેલાવાનું છે. આપણે તેના માટે તૈયાર છીએ?
૨૦મી સદીમાં પરંપરાગત યુદ્ધના સ્થાને પરમાણું યુદ્ધની સંભાવના આવી ગઈ હતી, પણ પરમાણું બોમ્બમાં બધાના સાગમટે વિનાશની ક્ષમતા હોવાથી તેના ઉપયોગની શક્યતા ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને બીજું એ કે નાનામાં નાના દેશનો એક પરમાણું બોમ્બ એટલો જ વિનાશ વેરી શકે તેમ છે, જેટલો મોટા દેશના બોમ્બ વેરી શકે છે. પરમાણું યુદ્ધ સામૂહિક આત્મહત્યા છે. એટલે ૨૧મી સદીમાં બોમ્બ સામે લડવા માટે ટેકનોલોજી વધુ કારગત નીવડવાની છે. દેશોની સરહદો પર નાના-મોટા છમકલાંને બાદ કરતાં મોટું યુદ્ધ જો ફાટી નીકળે, તો તેમાં લાખો સૈનિકો નહીં, પણ ગણ્યાગાંઠ્યા ટેકનોલોજીના જાણકાર લોકો એક સૈન્યને ભારે પડી જશે. એટલા માટે વિકસિત દેશો આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે મહેનત કરી રહ્યાં છે.
ભવિષ્યમાં કોઈ દેશને હરાવવા માટે તોપગોળા અને ફાઈટર પ્લેનની કે મોટી સંખ્યામાં માણસોને મારી નાખવાની જરૂર નહીં પડે. દેશના અર્થતંત્રને ખોરવી નાખો, તો દેશ આપોઆપ પાયમાલ થઇ જશે. દાખલા તરીકે, એક દેશ બીજા દેશનાં ન્યુક્લિયર પાવર સ્ટેશન, શેર બજાર, ટ્રેન અને વિમાનોની કમ્પ્યુટર સિસ્ટમ કે તેની પાવર કંટ્રોલ સિસ્ટમને હેક કરી નાખે, તો યુદ્ધ જેવી જ તારાજી થાય.
દુનિયામાં મોટાભાગના દેશોનાં નાગરિક, લશ્કરી અને સુરક્ષાનાં માળખાં કમ્પ્યુટર સિસ્ટમ આધારિત થઇ ગયાં છે. સાઈબર સ્પેસ એક નવી સરહદ છે, જ્યાં યુદ્ધો લડાવાની સંભાવનાઓ વધતી જાય છે. ટેકનોલોજી અને પૈસાની ક્ષમતાવાળા દેશો તેમાં વધુને વધુ ધ્યાન આપી રહ્યા છે. સોવિયત સંઘ પર અમેરિકાનો વિજય પરંપરાગત યુદ્ધ સિવાયના અનેક વિકલ્પોમાંથી આવ્યો હતો. અમેરિકા ઈરાક અને અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ છેડીને તોબા પોકારી લીધી છે. વિયેતનામમાં હાથ બાળ્યા પછી, ચીન સશસ્ત્ર સંઘર્ષમાં પડતું નથી. ઈરાન અને અમેરિકાએ સાર્વજનિક રીતે કબૂલ્યું છે કે તેઓ એકબીજા પર સાઈબર-એટેક કરવા માટે સજ્જતા કેળવી રહ્યા છે.
તમે નિયમિત એવા સમાચાર વાંચ્યા હશે કે ફલાણી વેબસાઈટને પાકિસ્તાને હેક કરી અથવા ઢીંકણી સાઈટને ડીફેસ (વિકૃત) કરી નાખી. આ તો છોકરમત જેવું છે. દુનિયામાં તેનાથી વધુ ગંભીર પ્રયાસો થઇ રહ્યા છે. રશિયાએ ઉક્રેનમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલાં સાઈબર-એટેક કરીને અઢી લાખ લોકોનો વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો. ૨૦૦૭માં એસ્ટોનિયાની બેન્કિંગ અને કમ્યુનિકેશન સિસ્ટમને ખોરવી નખાઈ હતી, પરિણામે દેશમાં ૨૨ દિવસ સુધી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
૧૯૪૫ પછી, દુનિયામાં સત્તા માટે કોઈ મહાયુદ્ધ થયું નથી, કારણ કે યુદ્ધમાં સરવાળે કોઈ જીતતું નથી. તેની આર્થિક અને જાનમાલની પાયમાલી બંને પક્ષે સરખી જ હોય છે. તેના બદલે, બીજા વિશ્વયુદ્ધ પછી દેશો આર્થિક અને નોલેજની તાકાત પર ધ્યાન આપી રહ્યા છે. તમારી પાસે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, બાયો-એન્જિનિયરિંગ જેવું જ્ઞાન હોય, તો તેને સૈનિકો મોકલીને કે તોપ ફોડીને ખતમ કરી ન શકાય. ભૂતકાળમાં સૈન્યો દુશ્મન દેશનાં સંશાધનો પર કબજો કરીને સામ્રાજ્યનો ફેલાવો કરતાં હતાં. આજે તમારે તમારી જગ્યાએથી ઊભા થયા વગર ખાલી એ દેશોની નિર્ણાયક કમ્પ્યુટર સિસ્ટમ્સમાં જ ઘૂસ મારવાની જરૂર છે.
અમેરિકન સુરક્ષા નિષ્ણાતો માને છે કે આજે જો યુદ્ધ થાય, તો ચાઇનીઝ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ પાસે દુશ્મન દેશની ત્રણ ‘સી-સિસ્ટમ’ (કોમ્બેટ, કંટ્રોલ, કમ્યુનિકેશન) પર સીધો હુમલો કરવાની અને ટેકનોલોજી આધારિત યુદ્ધ શરૂ કરવાની ક્ષમતા છે. ચીનને પણ અમેરિકાની ક્ષમતાનો અંદાજ છે. માર્ચ ૨૦૨૦માં એક ચાઇનીઝ સાઈબર સિક્યુરિટી કંપનીએ આરોપ મુક્યો હતો કે સી.આઈ.એ. અનેક ચાઇનીઝ કંપનીઓને હેક કરી રહ્યું છે. ચીન ૨૧મી સદીમાં સાઈબર-યુદ્ધ માટે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે.
ચીન પાસે દુનિયાનું સૌથી મોટું પરંપરાગત સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મી (પી.એલ.એ.) છે, અને ચીને તેમાં સાઈબર સિક્યુરિટી તેમ જ ટેકનોલોજીકલ કંપનીઓને જોડીને સાઈબર બટાલિયનો ઊભી કરી છે. એક અંદાજ પ્રમાણે પી.એલ.એ.ની વેસ્ટર્ન કમાન્ડ જ્યાં આવેલી છે તે ચેંગડુમાં ૫૦,૦૦૦ હાજર વિશ્લેષકો ભારતની સાઈબર સ્પેસ પર નજર રાખી રહ્યા છે.
કહેવાનો મતલબ એ છે કે ભારત સામે અસલી સંકટ સાઈબર-સ્પેસમાં છે. તેની સામે ફેસબુક, ટ્વીટર કે વોટ્સએપ કોણ શું કરી રહ્યું છે તે તો બાળકોની રમત છે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 માર્ચ 2021
![]()


“આપણી પાસે વ્યાપારી કે ધનિક વર્ગમાં રસિકતાની દ્રષ્ટિ હોતી નથી. આ તેમનો દોષ હોતો નથી, ચાતુર્વણ્યનો છે. ચાતુર્વણ્યમાં જે વર્ણભેદ પડેલો છે તેમાં કોણે શું કરવું તેનો ખુલાસો કરેલો છે. બ્રાહ્મણોએ સંસ્કૃતિ અને કળાનું સંવર્ધન કરવું, વૈશ્ય લોકોએ વ્યાપાર કરવો એવા ધાર્મિક સમજણના નિયમોને હોવાને કારણે પ્રત્યેક જણ નક્કી કરેલી દિશા તરફ જુએ છે … આપણી પાસે કળા વિશે અનાસ્થા જોવા મળે છે તેનું કારણ ચાતુર્વણ્યને કારણે હિંદુ ધર્મના લોકોની રસિકતાનું પણ અપહરણ થયું છે.”૧
માનવ અધિકારો વિશે સાચા અર્થમાં વિચાર કરીને દરેક વ્યક્તિને તેના પોતાના અધિકાર ખુશીથી તેમ જ ખુલ્લા મનથી આપી નથી શકાતા તથા તેમના હાલના વર્તનથી લાગે છે કે, ભવિષ્યમાં પણ તેઓ આપી શકશે નહીં, એવા લોકોએ બોલાવેલી સભાઓ અને એમનાં દ્વારા લખેલાં પુસ્તકોના ભાવાર્થ સાથે અમારાં પુસ્તકો અને સભાઓનો કોઈ મેળ બેસતો નથી. કેમ કે એમના પૂર્વજોએ અમારો બદલો લેવાના ઈરાદાથી અમને દાસ બનાવ્યા અને આ વાત પોતાના જૂઠા ગ્રંથોમાં જાણીબૂઝીને દબાવી દીધી. એના સાક્ષી એમના જૂના ગ્રંથો જ છે. અમારા જેવા શુદ્ર-અતિશુદ્રોને કેવી કેવી આપત્તિઓ તથા તકલીફો સહન કરવી પડે છે એ વાત ઊંટ પર સવાર થઈને ઘેટાં ચરાવનાર ગ્રંથકારો (લેખકો) અને મોટી મોટી સભાઓમાં ભાષણ આપનારાઓને કેવી રીતે સમજાશે? ખરેખર તો આ સાર્વજનિક સભાના આયોજકો આ બધી વાતોથી સારી રીતે પરિચિત છે … સંક્ષેપમાં, એમનો સાથ આપવાથી અમારા શુદ્રાતિશુદ્ર સમાજને કોઈ લાભ થવાનો નથી, એ વિશે અમારે પોતે જ વિચારવું પડશે. જો આ મોટાભાઈ (!) સાચે જ બધાની એકતા ઈચ્છતા હોય તો જરૂરી છે કે તેઓ તમામ માનવજાતિ વચ્ચે અતૂટ ભાઈચારો સ્થાપિત કરવાનો નક્કર ઉપાય શોધે તથા પુસ્તક દ્વારા એ વિચારને પ્રકાશિત કરે. આવા સમયે આંખો બંધ કરવી યોગ્ય નથી.૨ મહાત્મા જ્યોતિરાવ ફૂલેના આ વિચારોથી સ્પષ્ટ થઈ જાય છે કે, કપોળકલ્પિત સાહિત્ય સામાજિક ક્રાંતિનો પર્યાય બની શકતું નથી. સામાજિક વાસ્તવ જ્યાં સુધી સાહિત્યમાં નિરૂપિત ન થાય અને સામાજિક પ્રતિબદ્ધતા જ્યાં સુધી સાહિત્યમાં પ્રગટે નહીં ત્યાં સુધી સાહિત્ય માત્ર મુઠ્ઠીભર સામંતીઓ અને જાગીરદારો બ્રાહ્મણોના મનોરંજનનું સાધન બનીને રહી જશે. સાહિત્ય એ સામાજિક પરિવર્તનનું અત્યંત પ્રભાવક પરિબળ છે, તેના દ્વારા સામાજિક ક્રાંતિ સંભવ છે એમ દ્રઢપણે માનતા જોતિરાવ ફૂલે માનવીય શોષણ કરતી અમાનવીય પરંપરાને મૂળથી નષ્ટ કરવા તત્પર બને છે. સાહિત્ય વિશેની એમની સમજણ એક વિચક્ષણ મર્મી અને પ્રખર સંશોધકની રહી છે. સત્યશોધક સમાજની રચના જ એક ઉત્તમ સંશોધકની ગરજ સારે છે. એક નિષ્ઠાવાન સમાજહિતચિંતક અને ગહન અભ્યાસુ તરીકેની તેમની છબિ સામાજિક પ્રતિબદ્ધતાની દ્યોતક છે. સમ્યક વિચારનો મહિમા આ રીતે તેમના જીવનનો મંત્ર બની ગયો હતો. સાહિત્યનું સમ્યક મૂલ્યાંકન સર્જકની માનસિકતાને ઘડે છે. સર્જકની સમ્યક ભાવના વધુ પાકટ બનતી અનુભવાય છે. સામાજિક વિષમતા સામે ઝીંક ઝિલતાં પાત્રોની ખુમારી અને માનવીય પરિબળોને સર્જક માનવીય સંવેદનાની નજરે જુએ તો જ સકારાત્મક સર્જકતા પ્રગટે છે. એ અર્થમાં સમ્યક સાહિત્યની ચર્ચા અસ્થાને નહીં ગણાય. દલિત સાહિત્યમાં દલિત સમાજની વાસ્તવિક્તાનું ચિત્રણ, વિષમ સામાજિક વ્યવસ્થા, પરંપરાગત વિધિનિષેધો, તમામ કાલ્પનિક શાસ્ત્રો-મહાકાવ્યો દ્વારા સ્થાપિત લાદવામાં આવેલી મનુવાદી વર્ણ-જાતિવ્યવસ્થા સામેનો પ્રતિકાર, વિદ્રોહની અભિવ્યક્તિ જોવા મળી હતી જ્યારે સમ્યક સાહિત્ય દ્વારા નવી સમાજરચનાનો પુરસ્કર, સામાજિક સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વભાવાદિની સાથે પ્રજ્ઞા, શીલ અને કરુણા દ્વારા સાહિત્યમાં નૈતિક મૂલ્યોની માવજત કરી સમતામૂલક સમાજરચનાનો આવિષ્કાર કરવાનો દ્રઢ નિર્ધાર સમ્યક વિચારમાં નિહિત છે.
કરે છે. સાહિત્યકાર ધર્મના ઓછાયામાં જીવતો હોય ત્યારે તેના સર્જનમાં ધર્મનો તંતુ જોડાયેલો હોય છે. કોઈ એક ધર્મની વિચારણાને વિકસિત કરવાને બદલે ધાર્મિક સંસ્કારોનું પ્રાબલ્ય વધતું જોવા મળે ત્યારે તાર્કિક રીતે તેના વૈચારિક સંદર્ભો મેળવીને અવ્યવહારિક બન્યા વિના માનવીય વિશેષોને પ્રગટ કરવાની આકલનશક્તિ વિવેચક માટે અપરિહાર્ય બને છે. વિવેચન તો માનવજીવનની બદલાતી સ્થિતિઓનું સૂક્ષ્મ મૂલ્યાંકન કરે છે. પ્રતિક્ષણ બદલાતા માનવીય સ્વભાવને તંતોતંત પ્રત્યક્ષ કરી આપવાનું અને મૂળભૂત કારણોની તપાસ આદરવાનું સમર્થ કાર્ય વિવેચનની આદર્શ શરત હોય છે. જો વિવેચન એકપક્ષીય બને તો તે સર્જન માટે પણ અમર્યાદ અને તેથી અતિરેકી બનવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આંબેડકરવાદી સાહિત્યનું પોતાનું આગવું વિવેચનશાસ્ત્ર છે. અને તેથી પોતાનું આગવું સૌંદર્યશાસ્ત્ર છે. દલિત સાહિત્યના સૌંદર્યશાસ્ત્રમાં શરણકુમાર લિંબાળે દલિત સાહિત્ય અધ્યાત્મવાદ અને ગૂઢવાદને નકારે છે એ કારણે માનવું પડશે કે, આ સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર અધ્યાત્મવાદી નહીં પરંતુ ભૌતિકવાદી છે૭ એમ કહે છે ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે, અહીં વાસ્તવજીવનનો મહિમા અને એને અનુષંગે માનવજીવનમાં વ્યાપ્ત કપોળકલ્પિત, વાયવી સૃષ્ટિનો સદંતર છેદ ઊડે છે. કાળનો આધાર કલ્પના નથી પણ વાસ્તવ છે. વાસ્તવને સમૃદ્ધ કરવાના સર્જકના પ્રયાસો, માનવીય મૂલ્યો જેવાં કે કરુણા, પ્રજ્ઞા, શીલ વગેરે ઉદાત્તતત્ત્વોનું નિરૂપણ સમ્યક સાહિત્યમાં નિહિત છે. ‘અવિદ્યાનો નાશ’ એ સમ્યક દ્રષ્ટિનો અંતિમ ઉદ્દેશ છે. અહીં મિથ્યા-દ્રષ્ટિનો તીવ્ર વિરોધ છે. અવિદ્યાનો અર્થ છે કે, મનુષ્ય દુઃખને જાણી ન શકે, મનુષ્ય દુઃખના નિર્મૂલનના ઉપાયો ન જાણી શકે, મનુષ્ય આ આર્યસત્યને ન જાણી શકે. સમ્યક દ્રષ્ટિનો અર્થ છે કે, મનુષ્ય કર્મકાંડના ક્રિયાકલાપોને વ્યર્થ સમજે. મનુષ્ય શાસ્ત્રોના મિથ્યા વિશ્વાસમાંથી મુક્ત બને. મનુષ્ય મિથ્યા વિશ્વાસથી મુક્ત બને. મનુષ્ય એમ ન માની લે કે કોઈ પણ બાબત પ્રકૃતિના નિયમો વિરુદ્ધ બની શકે છે. સમ્યક દ્રષ્ટિનો મતલબ છે કે, મનુષ્ય એવી તમામ મિથ્યા ધારણાઓથી મુક્ત થાય જે માત્ર માનવીના મનની કલ્પનાઓ જ છે, અને તેનો અનુભવ અને વાસ્તવજીવન સાથ કોઈ સંબંધ નથી. સમ્યક્ દ્રષ્ટિનો અર્થ છે કે મનુષ્યનું મન સ્વતંત્ર બને. મનુષ્યના વિચારો સ્વતંત્ર બને.૮ વિવેચન-સંશોધન માટે તર્કપૂર્ણ વિચાર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો જ આગ્રહ રાખવામાં આવે છે. તર્ક એ વિવેચનની કે સંશોધનની પ્રાથમિક અવસ્થા છે જેના વિના વિવેચન કે સંશોધનના જટિલ વિસ્તારમાં પ્રવેશવું લગભગ અસંભવ બને છે. ‘જેવું સર્જન તેવું વિવેચન’ એમ કહીએ છીએ ત્યારે વિવેચનમાં સમ્યક દ્રષ્ટિનો અભાવ વર્તાઈ આવે છે. માત્ર જન્મ, વંશ, જાતિ કે વર્ણના કારણે પાત્રોને મહાન ચિતરવાના કાલ્પનિક પ્રયાસો અવિરત થતા રહ્યા છે. વર્ણવ્યવસ્થાના ક્રમમાં પાત્રોને જડબેસલાખ મૂકીને તેમની પાસેથી કોઈ ઉત્તમ વિચારની અપેક્ષા રાખવી તે નરી મૂઢતા છે. આવું સર્જકકર્મ અવિદ્યાનું દ્યોતક બની રહે છે. દા.ત. સરસ્વતીચંદ્રનાં પાત્રોની ચર્ચા થઈ શકે. સર્જક પાત્રોમાં પ્રવેશે છે ત્યારે તે પોતાના અંગત ગણા-અણગમાને પણ તેમાં મૂકી આપે છે. ભેદભાવપૂર્ણ વાસ્તવને ઉજાગર કરવામાં કોઈ પક્ષપાતને સ્થાન ન હોવું જોઈએ. સમ્યક વિચાર સાહિત્યસર્જન માટે પ્રેરકબળ સમાન છે. સમાજમાં સામાજિક વિષમતાના અવૈજ્ઞાનિક વિચારને નષ્ટ કરવા માટે સમ્યક દૃષ્ટિ અત્યંત જરૂરી છે. નૈતિક મૂલ્યો હોવા છતાં સામાન્ય ગણાતાં પાત્રની અવહેલના અને અનૈતિક આચરણ હોવા છતાં ઉચ્ચ જાતિ હોવાને કારણે થતી અદૃબ સલામી સર્જકત્વ માટે કલંકરૂપ ઘટના બની રહે છે.
'મેઘનના બાળકનો વાન કેવો હશે?' રાણી એલિઝાબેથના કોઈ કુટુંબીજને પ્રિન્સ હેરીને પ્રશ્ન કર્યો, તેમાં રાજકુટુંબ racist છે એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો અને મીડિયાને એ વાતને અવનવી રીતે વાગોળવા માટે ભાથું મળી ગયું. પણ આપણી સંસ્કૃતિનાં દ્રષ્ટાંતો જોતાં આપણે ચામડીના રંગને જેટલું મહત્ત્વ આપીએ છીએ તે માટે આપણને કોઈ racist કહેશે તો આપણને ગમશે?