એ અધરની મધુરપ છાંડી શું પૂછવું
ફૂલ કરે મને છાનું ફરિયાદ શું પૂછવું ?
ઘનઘોર અંતર ઊઘડી ગયું, શું પૂછવું
મારી અંદર એક નાનું શમણું શું પૂછવું?
મનમંદિરમાં પ્રિયનાં સ્મરણો શું પૂછવું
ઘેરા વિરહની શરણાઈ બજે, શું પૂછવું?
ચિત્ત બન્યું રે વ્યાકુળ મારું, શું પૂછવું
મુક્ત મને ગાઈ જા, શબ્દસ્વર શું પૂછવું?
ગુંજે ક્યાં જઈ સ્વરભ્રમરો શું પૂછવું
વ્યર્થ બધા નવરસછંદો, મારે શું પૂછવું ?
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


‘નવસારી પ્રાંતની કાળીપરજ’ પુસ્તક દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયો પરનો 1901માં પ્રસિદ્ધ થયેલો અ-પૂર્વ સંશોધનગ્રંથ છે, જે ગુજરાત ખેતવિકાસ પરિષદે તાજેતરમાં ફરીથી પ્રસિદ્ધ કર્યો છે.