વિચરતા વિચારો …
લૂઝ કનેક્શન શ્રેણી : 6 : (છેલ્લો હપતો)
લૂઝ કનેક્શન શ્રેણીમાં મેં અત્યારસુધીમાં કહ્યું એને દેસીમાં કહેવું હોય તો આમ કહી શકાય :
બારણું બરાબર નહીં વાસ્યું હોય તો સ્ટોપર મારી શકાશે નહીં. એટલે કે, સમ્બન્ધો અધબોબડા હશે તો કાયમ માટે સ્ટોપ કરવાનું મુશ્કેલ રહેશે. કાં તો બારણાં સજ્જડ બંધ કરી રાખો અથવા બારણાં ખુલ્લાં રાખો ને સ્ટોપરો રાખો જ નહીં, હોય તો કાઢી નાખો. વગેરે.
માનવ-સમ્બન્ધોનાં કનેક્શન્સ લૂઝ ન રહે તે માટે આ શ્રેણીમાં મેં ત્રણ જુદા જુદા ઇલાજ દર્શાવ્યા એમ કહેવાય : ૧ : હમેશાં તમે ‘ટાકો બેલ’-ના ‘ફાયર સૉસ’-ની જેમ સામી વ્યક્તિને તમારામાં રસ પડે એવું કરો : ૨ : સમ્બન્ધમાં હમેશાં ખુલ્લાપણું બલકે કંઇપણ કહેવાની મૉકળાશ અને ‘હા’ કે ‘ના’ કહેવા-સાંભળવાની ઉદારતાભરી ખુલ્લાદિલી રાખો : સમ્બન્ધ બાંધવા અને તેને ટકાવી રાખવા તમારી ઈચ્છાશક્તિમતિનો હમેશાં ભરપૂર વિનિયોગ કરો :
જો આટલું કરી શકાય તો અનુભવાશે કે સમ્બન્ધ ખરો છે. અને, એટલે સુખ અનુભવાશે.

આમે ય, સુખ એટલે શું? પૈસાટકા ને પદપ્રતિષ્ઠાથી સુખ મળે પણ સાચકલા સમ્બન્ધનું સુખ તો અનોખું, એના જેવું કશું નહીં ! હર પળ જીવને બસ સારું લાગે, એ સુખ !
પ્લગ-પિન બરાબર હોય પાવર-લાઇન ઑન હોય, સ્વિચ પાડીએ કે તરત બધી લાઇટો ફટાફટ થઇ જાય. આસપાસનું વિશ્વ આખું ઝાકઝમાળ રંગરંગીન દીવા ઝુમ્મરોની રોશની -દીવાળી દીવાળી -ધૉળે દિવસે દીવાળી. પ્રતીતિ થાય કે બધાં કનેક્શન્સ બરાબર છે. ક્મ્પ્યૂટર અને ફોન ફાસ્ટ ચાલે. કારનાં ટાયર ટાઇટ હોય, એમાં પૂરતી હવા હોય. કશાં ડચકાં વિના કે કશી ગરબડ વિના ચાલે, એમાં હોય એ મ્યુઝિક સૂરીલાં સંભળાય. વૅલ-કનેક્ટેડ પ્રેમની પ્રતીતિ પણ આવી અને એટલી જ સુખદ હોય છે …
આ દુનિયાનું મોટામાં મોટું સુખ કયું છે, જાણો છો? આપણને જ્યારે બરાબ્બર લાગે છે કે કનેક્શન એકદમ ફિટ ઍન્ડ ફાઇન છે, સૉલિડ છે, ફન્કશનલ છે, તો થશે, અરે યાર, એ મને કેટલું બધું ચાહે છે. મારા જેવું સુખી કોઇ નથી.
આ, આમ લખી નાખવાની ચીજ નથી, અનુભવવાની વસ્તુ છે. અને અનુભવીઓને એની પ્રતીતિ છે જ.
એવા સદ્ભાગીને બને એવું કે રાત ને દિવસ મનમાં એની જ રટણા ચાલે. ભાઈને ‘શમુ’ ‘શમુ’ થયા જ કરે, બેનને ‘રાજુ’ ‘રાજુ’… પ્રેમના એ જબરા અનુભવને ભોગવનારી યુવતીનાં ઝાંઝર એ વાતે રાતે ઊંઘમાં ય રણઝણ્યા કરે. પોતાના સ્માર્ટ ફોનને પોતાના શરીરનું અંગ સમજે ને વિસ્તીર્ણ કાનની જેમ ઉશીકા નીચે દબાવીને સૂઇ જાય. ઊઠતાંમાં પહેલું ચૅક એ કરે કે એણે મને શું લખ્યું છે, કશું લખ્યું કેમ નથી. જુએ, પિક્ચર મોકલ્યું છે. એના મૉંમાંથી ‘વાહ’ સરી પડે. ખુલ્લા મૉંએ જોયા કરે, સાથેનું ઇમોજી. નાનકડા જીવડા જેટલું હોય તો ય એને થાય કે શુંયે મોકલ્યું છે ને શુંયે પામી છું. ઈમોજીમાં પ્રેમના સંદેશા ઉકેલવા માંડે. આટલી વ્હૅલી સવારે ફોન કરું ના કરું એવી ગડમથલ પછી, કરી જ દે ! ફોનમાં વાતોમાં તો શું હોય? કશ્શી પણ વાત કર્યા કરવી એનું નામ પ્રેમીઓનો ફોન.
તરત વીડિયો-ફોન જોડે. એકમેકને જોયા જ કરે. તારા વાળ બહુ સુંવાળા દેખાય છે, શૅમ્પૂ કરેલું? : હા, તારું શર્ટ મને ગમ્યું : ‘નૌટિકા’નું છે, યાદ છે તેં જ મને આલ્ફા મૉલમાંથી અપાવેલું … મૅન્સ ક્લાસિક છે : હા, તેં ‘લાયન કિન્ગ’ જોયું? : બહુ બોરિન્ગ નીકળ્યું, યાર : જોડે મને ન્હૉતો લઇ ગયો ને એટલે : બનાવ એવો બને કે ચાલુ ફોને ટૉઇલેટમાં ઘૂસવું અનિવાર્ય થઈ પડે. ફોન ન આવ્યો હોય એ દિવસે એ ભાઈ ઉશીકું કાઢી લીધેલા મુડદાલ કવર જેવો દેખાય …
બન્ને જો લૉ-ગાર્ડનમાં બદામડીના ઝાડ નીચે બેસતાં હોય તો પેલાએ ઝૂમતી બદામો ગણી રાખી હોય -રાહ જોવાની હોય ત્યારે શું કરે? સુખ વિસ્તરે : પોતાના પડોશી મનુભાઇને આમ તો ટાળતો હોય પણ હવે લળી-લળીને બોલે – કેમ છો … શું ચાલે છે … હમણાંના દેખાતા નથી … મનુભાઇને થાય, રોજ તો હામો ને હામો હોઉં છું તો ય આ ભઈલો આમ કેમ કહે છે. એને આખી દુનિયા ભલી લાગે – વિપિન ! લાઇફ ઇઝ સો બ્યુટિફૂલ, ઇઝન્ટિટ? … વિપિનનો ‘યસ્સ’ કહ્યે જ છૂટકો.
કૌટુમ્બિક, સામાજિક કે મૈત્રી જેવા સમ્બન્ધોની સરખામણીમાં આપણને સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમસમ્બન્ધની વધારે ચિન્તા રહે છે. પતિ-પત્ની વચ્ચે રડાકૂટા હોય, ન ગમે. પ્રેમી-પ્રેમિકા આખો વખત જીભાજોડી કર્યાં કરતાં હોય અને લગ્ન માટેના નિર્ણય પર ન પ્હૉંચતાં હોય, ન ગમે. રહેતાં હોય લિવ-ઇનની રીતે પણ ઇન-માં છૈયાં-છોકરાં થવા દેવાં વિશેની કે એવી કશી ગમ્ભીર જવાબદારીનો ભાવ પ્રગટ્યો જ ન હોય, ન ગમે.
મારે જો કોઈને શુભેચ્છા કે આશિષ પાઠવવાની હોય તો કહું કે વહેલી તકે તને વૅલ-કનેક્ટેડ લવ મળો. કેમ કે જો કનેક્શન બધી વાતે લૂઝ નહીં પણ ફિક્સ હશે, તો જીવવું જરા ય અઘરું નથી, અરે, એકદમ આસાન છે. અને કહું કે લૂઝ હોય તો ઝટપટ ફિક્સ કરી લો. વિદ્વાનો કહે છે એ કદાચ સાચું છે કે ‘નથિન્ગ ઇઝ અન્ફિક્સેબલ …’ તમારામાં જિગર જોઇએ, હિમ્મત જોઇએ, અને ભલા’દમી, શું તમારામાં એટલી જિગર નથી? એટલી હિમ્મત નથી? જાતને પૂછો, જવાબમાં ‘હા’ અને ‘હા’ જ મળશે.
= = =
https://www.facebook.com/suman.shah.94/posts/2733413140022915
![]()



"તમે ભૂલ સમજાવી તેથી મારી પત્નીને ફરજ નહીં પણ ધર્મ સમજીને એની સાથે લગ્ન જીવન શરૂ કરીશ." દીકરો માની વાત સાથે સંમત થાય છે. ત્યારબાદ દીકરાની ઉપરવટ જઈને મા પુત્રવધૂને ઘરે લઈ આવે છે. સાત વર્ષનાં વહાણાં વાઈ ગયાં પછી પત્ની સાસરે આવે છે. આટલાં વર્ષો પછી પરણ્યાની પહેલી રાત આવે છે. પત્નીને સુહાગરાતે મનમાં ઘણા કોડ છે, પરંતુ લોકહિતના કામસર પતિ મોડી રાત સુધી ઘરે નથી આવ્યો. રાહ જોતાં પરોઢ થઈ ગયું છે તે સમયે અભણ મુગ્ધા નારી મીઠા લાગ્યા ગીત ગાઈને પોતાના મનોભાવ રજૂ કરે છે. ફૂલોની છાબડી લઈને વહેલી સવારે ફૂલો ગૂંથતી મનમાં ગણગણે છે કે મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા …! મારે ખાસ કહેવું જોઇએ કે મેં પોતે જૂની રંગભૂમિમાં કામ કર્યું નથી, પરંતુ મહેશ્વરીબહેને લગભગ દસેક વર્ષ જૂની રંગભૂમિમાં કામ કર્યું છે. એમણે મોતીબાઈવાળો રોલ ભજવ્યો પણ હતો. તેથી મીઠા લાગ્યા … ગીત તેમણે મને ઉમળકાભેર શીખવ્યું, તેથી હું પણ હવે એ ગીત પ્રસ્તુત કરું છું. જૂની રંગભૂમિનાં ગીતોની પ્રસ્તુતિ દ્વારા હું ઘણું શીખી છું. એ કલાકારોનો અભિનય બહુ પ્રીસાઈઝ હોય અને દર્શકો સુધી પહોંચે જ. એ વખતે મોતીબાઈ સિવાય ભાગ્યે જ કોઈ અભિનેત્રી ગુજરાતી હતી. કમલાબાઈ કર્ણાટકી ખૂબ દેખાવડાં. તેઓ આમ તો તમિળ ક્રિશ્ચિયન હતાં ને તેમનું નામ હતું મેકડલીન. વી. શાંતારામ સાથે લગ્ન કરનાર સંધ્યા પણ મૂળ ગુજરાતી જૂની રંગભૂમિનાં. એમનું નામ વિજયા દેશમુખ હતું, પરંતુ આ બધા કલાકારો સરસ ગુજરાતી બોલે. એ જમાનાનાં જૂની રંગભૂમિનાં ગીતો લોકજીભે રમતાં હતાં.
એ સમયે મહિલા કલાકારોમાં મોતીબાઈ, કમલાબાઈ કર્ણાટકી, કુસુમ ઠાકર, મનોરમા, વત્સલા દેશમુખ, હંસા, રૂપકમલ, શાલિની ઈત્યાદિ નામો બહુ પ્રચલિત હતાં. મોતીબાઈ, કમલાબાઈ એ જમાનાની જાજરમાન અભિનેત્રીઓ ગણાતી. જૂની અને નવી બંને રંગભૂમિમાં કસબ દેખાડનાર કલાકારોમાં મહેશ્વરી, પદ્મારાણી, જયંત વ્યાસ, ઘનશ્યામ નાયક, વનલતા મહેતા, લીલા જરીવાલા, સરિતા જોશી, પ્રતાપ ઓઝા, હની છાયાનાં નામ ઉલ્લેખનીય છે. એ જમાનામાં નાટ્યકલાકારે માત્ર અભિનય જ નહીં, સંગીત અને સામાન્ય નૃત્યની તાલીમ પણ લેવી પડતી હતી. અદાકારને ગાતાં તો આવડવું જ જોઈએ, અને એ માટે ખાસ સંગીતકાર રોકી કલાકારના સૂર પ્રમાણે ગાયન શીખવાડવામાં આવતું હતું. નાટકની પ્રથમ રાત્રિએ તખ્તાને સમુદ્રના પાણીથી સાફ કરવામાં આવતો. તખ્તા પર કંતાનની નવી જાજમ બિછાવાતી. નાટકની પ્રથમ રાત્રી તો એક ઉત્સવ બની જતી એ વાત પ્રાગજી ડોસાએ તેમના એક પુસ્તકમાં વર્ણવી છે. શનિ રવિના પ્રયોગોના એક મહિનાના પ્લાન તો આ એડવાન્સમાં જ બુક થઈ જતા. નાટકની ટિકિટનો ભાવ આમ પાંચ રૂપિયા, પરંતુ શોની પ્રથમ રાત્રિએ ટિકિટોની એટલી પડાપડી થતી કે અમુક નાટકના કાળા બજારમાં રૂપિયા ૧૦૦ના ભાવ પણ બોલાતા હતા.