જી હજૂર! બાદશાહસલામત,
સબ સલામત?
રાશન નહીં,
ગાજ્યા ભાષણોના મેઘ,
રૂંધ્યા શેલ્ટર હોમમાં શ્વાસ,
રૂંધ્યા રોડ-રસ્તા પર શ્વાસ,
અમે ઘેર જવા રઝળ્યા,
તમે ડંડા લઈને વરસ્યા,
અમે ભૂખ્યા મરતા મરશિયા,
તમે રિઝ્યા નહીં તે ન રિઝ્યા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 13 મે 2020
![]()


ખૂબ જ સાચવી, સંગોપી, ફુગ્ગામાં હવા ભરીને ઊભું કરાયેલું ગુજરાત મૉડેલ કચ્છના વાવાઝોડામાં કે ભૂકંપ, સુરતના પ્લેગમાં કે પૂરમાં, ૨૦૦૨ના તોફાનમાં ભ્રામક છે એની પ્રતીતિ કરાવતું જ હતું, પણ ભક્તો સ્વીકારતા ન હતા. આ મહામારીમાં ગુજરાતનો અર્થ જ સર્વથા બદલાઈ ચૂક્યો! ગુજરાત એટલે નધણિયાતી પ્રજા! જે મૉડેલના તુંબડે તણાઈને બાદશાહસલામત દિલ્હી પહોંચી ગયા છે એ મૉડેલ અત્યારે દિગંબર દીસે છે! ગુજરાતમાં ભા.જ.પ.નું ત્રણ દાયકાનું શાસન કેવું ઢમઢોલ અને માંહે પોલમપોલ છે એની નાગરિકોને પ્રતીતિ કરાવે છે.