ગરીબ છીએ
ઉચ્ચ જાતિનાં કે નીચ જાતિનાં?
ના પૂછો તો સારું,
ગરીબોની કોઈ જાતિ નથી હોતી
મારા પૂર્વજો પણ ગરીબ હતા
બનાવેલાં મજૂરો હતા
અમે પણ … અમે પણ ..
જરૂરિયાત પ્રમાણે અમે
પેદા કરીએ છીએ
જરૂરિયાત મુજબનાં ગરીબો
એ પણ બનવાનાં મજૂરો
તમારી જરૂરિયાત પ્રમાણેનાં
થોકબંધ મળી જશે
છૂટકમાં મળી જશે
કરો ફાવે તેમ ઉપયોગ ને ઉપભોગ
મોકળું આકાશ છે મૂડીવાદીઓ,
ઉપયોગ ને ઉપભોગમાં લીધા પછી
ફેંકી દેજો અમને રસ્તા પર
મરવા માટે
યુઝ એન્ડ થ્રો નીતિ છે તમારી …
લૉક ડાઉનનો અજગર છે
ને ભૂખનો ભરડો છે.
કોરોનાને લીધે નુકસાન થયું છે,
થોડું તમારું, ઝાઝું અમારું ..
પૈસાનું, માલસામાનનું,
જીવોનું, ઈચ્છાઓનું
માનસિક ત્રાસનું પલ્લું સૌથી ભારે,
માનવાધિકારમાં પણ
અરજી કરવી પડે!!
મીડિયાના વીડિયો શું કાફી નથી?
આવા દેશ પર શું પગલાં ભરશો ..
શું આંકડાકીય માહિતી હંમેશાં
સાચી હોય?
ગરીબકી જોરુ સબકી ભાભી
ક્યાં જઈએ??
ઘર વાપસી .. દૂર તો દૂર.
ચલતે ચલતે
હમારી બાત યાદ રખના
સૈલાબ આયેગા,
સબ મિટ જાઓગે.
સત્તાધીશો વોટ માગે, વચનો આપે,
અમારા ઉપવાસ
ગાંધીજી કરતાં આકરા છે,
વિરોધ કરીએ તો લાઠીચાર્જ,
આઝાદી ક્યારે મળશે?
અમે ભૂખ્યાં તરસ્યાં લાચાર,
કોણ બચાવશે !
છે કોઈ ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020
![]()


પડદા પર બેવકૂફ ભમતારામના કિરદારથી જગમશહુર બનેલા ચાર્લી ચેપ્લિને (૧૮૮૯-૧૯૭૭), તેની કારકિર્દીને બહેતરીન ફિલ્મ, મોડર્ન ટાઈમ્સ (૧૯૩૬), આ પૃષ્ઠભૂમિ પર બનાવી હતી. કોવિડ-૧૯ના કારણે દુનિયાભરમાં આજે જે આર્થિક મંદીનો માહોલ છે, તેવો જ માહોલ ૧૯૩૦ના દાયકામાં હતો, જેને 'ગ્રેટ ડિપ્રેશન' તરીકે ઓળખવામાં આવે છે. એ સૌથી ઊંડી અને સૌથી વ્યાપક આર્થિક મંદી હતી. ઘણા દેશોમાં ફેકટરીઓ બંધ થઇ ગયેલી, ખેતરો ખાલી થઇ ગયેલાં અને દેશોમાં બાંધકામો ઠપ્પ થઇ ગયેલાં. વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પતન થાય, તો શું થાય, તેના ઉદાહરણમાં 'ગ્રેટ ડિપ્રેશન'નો ઉલ્લેખ થાય છે.