આચાર્ય યશવન્ત શુક્લ અને સૂર્યકાન્ત પરીખના પ્રેમાદેશથી પાલનપુર વિદ્યામંદિરની પ્રથિતયશ વ્યાખ્યાનમાળા સાથે અધ્યક્ષને નાતે સંકળાવાનું બન્યું એની એક મહદ્લબ્ધિ શિરીષભાઈ મોદીનો પરિચય થયો એ હતી.
એક સફળ ધારાશાસ્ત્રી, એથીયે વધુ કદાચ વિદ્યાનુરાગી અને ઉમદા શહેરી તરીકે એમની કંઈક કીર્તિ જો કે એમને મળ્યા પહેલાં પણ પહોંચેલી હતીઃ ૧૯૭૪-૭૫ના ગાળામાં યશવન્તભાઈ અને ઈશ્વરભાઈ પેટલીકર સાથે ગુજરાતમાં ઠેકઠેકાણે ફરવાનું થતું. પાલનપુરમાં અમે નાગરિક સભા માટે પહોંચ્યા ત્યારે સંદેશો મળ્યો કે શિરીષભાઈ તાવને કારણે સામેલ થઈ શકવાના નથી. મને લાગે છે ત્યારે સુધરાઈમાં એમનું આગળ પડતું નામ હશે કે કેમ, કાર્યકર મિત્રોનું કહેવું હતું કે એમના વગરની સભા અલૂણી લાગશે.
વ્યાખ્યાનમાળાનાં વરસોમાં પ્રત્યક્ષ પરિચય વધ્યો ત્યારે જાણ્યું કે એ બારના અધ્યક્ષ તો હતા પણ વિદ્યામંદિર ટ્રસ્ટ ઉપરાંત જી.ડી. મોદી કૉલેજના વિકાસથી માંડીને આગળ ચાલતાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિશે પણ વાતો થતી. રસિક માણસ, આ લખું છું ત્યારે સાંભરે છે, જૂના રાજભવનમાં વિલિયમ રેડિસની વિશેષ ઉપસ્થિતિમાં ભગતસાહેબે અને ભોળાભાઈએ રવીન્દ્ર-સ્મૃતિનું આયોજન કર્યું ત્યારે એ ચહીને હાજર રહ્યા હતા. એમની સાથે વાત નીકળતાં મેં જાણ્યું કે મુસ્લિમ વિદ્યાર્થીઓના શિક્ષણમાંયે ઠીકઠીક રસ લેતા. જે ચાવથી એ વાત કરતા હતા, મને ઈતિહાસવાંચ્યા એ દિવસો સાંભરતા હતા જ્યારે લાલશંકર ઉમિયાશંકર સરખા શહેરીએ અમદાવાદમાં અંજુમને ઈસ્લામને વિકસાવવામાં અંગત રસ લીધો હશે.
વચ્ચે એકવાર કારિયાસાહેબે યોજેલ કાર્યક્રમમાં એ બંધારણની વાત પોતાના એલ.એ. શાહ લૉ કૉલેજના છાત્રજીવનને સંભારીને જે લગાવથી કરતા હતા અને સમયને કારણે સંકેલવું પડ્યું હતું એ આ ક્ષણે સાંભરે છે. આદરની અવધિ તો હમણાં, હજુ પૂરું વરસ પણ થયું નથી, સાહિત્ય પરિષદના પાલનપુર સત્રમાં વિદ્યામંદિરના સ્થાનિક ટ્રસ્ટી તરીકે પ્રાસંગિક સ્વાગતવચનો ઉચ્ચારતાં એમણે જે રીતે પ્રહલાદનપુરની ગાથા આલેખી અને પોતાને જેમની પાસે ભણવાનો લહાવ મળ્યો હતો તે શૂન્ય પાલનપુરીને સંભાર્યા ત્યારે આવી હતી. એમાંયે એમની સંસ્કારી સદ્ગૃહસ્થાઈની મૂલ્યસક્રિયતાનો ઝબકારો તો ત્યારે થયો જ્યારે એમણે સહેજ લંબાયેલ વક્તવ્ય સમેટતાં, એક શિક્ષણ સંચાલક તરીકે વિદ્યાપ્રવૃત્તિની સ્વાયત્તતાનો તેમ અકાદમીની સ્વાયત્તતાનો પ્રશ્ન સંભાર્યો અને ઉમેદ પ્રગટ કરી કે સ્વાયત્તતા આંદોલનનો સત્વરે સકારાત્મક ઉકેલ આવે ત્યારે વળી એક વાર પરિષદ અમારે આંગણે મળશે.
અલવિદા, શિરીષભાઈ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 04
![]()


જાણીતા સામાજિક આગેવાન અને ગુજરાતના યુવક સેવા-રમતગમત વિભાગના પૂર્વમંત્રી ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ સમાજકલ્યાણ અધિકારી હસમુખ પરમાર અને યુવાઅગ્રણી હરેશ મકવાણાની ત્રિપુટી દ્વારા સંપાદિત ‘લોકપ્રહરી ભીમાભાઈ રાઠોડ’ આવો જ એક ઉત્કૃષ્ટ સ્મૃતિગ્રંથ છે.
વાચકો માટે એકલો આ પત્ર ભીમાભાઈના જીવનઆદર્શનો પરિચય મેળવવાને પર્યાપ્ત બની રહેશે. જાણે કે જગતકલ્યાણ માટે સંસાર છોડવાનો નિર્ધાર કરતા સિદ્ધાર્થ(ભગવાન બુદ્ધ)માંથી પ્રેરણા લઈ, ભીમાભાઈ પણ પોતાના દલિતસમાજ માટે લગ્ન જેવાં દુન્યવી સુખોને ફગાવી દેવાનો નિર્ધાર ન કરી રહ્યા હોય !
૧૪ : કૉલગર્લની પ્રથમ મુલાકાત : અમારો પ્રોજેક્ટ શરૂ થયો, ત્યારથી એક મહત્ત્વનો હેતુ હતો કે અમદાવાદ જેવા મોટા શહેરમાં વધુ ને વધુ બહેનો સુધી સેવાઓ પહોંચવી જોઈએ, પણ એ માટે જરૂરી હતું કે બહેનોને શોધવી અને ભિન્ન-ભિન્ન પ્રકારે ધંધો કરતી બહેનોને શોધવી. આ માટે અમે અમદાવાદના નકશા પર સમયે-સમયે સ્ત્રીઓ કપાળમાં બિંદી લગાવે છે. તેને જુદા-જુદા વિસ્તારોમાં પર લગાવતા ગયા. મારે કહેવું જોઈએ કે પ્રોજેક્ટના વિદ્યાર્થી કાર્યકરોએ આખું અમદાવાદ ખૂંદી નાખ્યું અને અંતે અમદાવાદનો નકશો બિન્દીઓથી ભરાઈ ગયો. તેનો મતલબ એ થયો કે શહેરમાં આ વ્યવસાય ખાસો ફેલાયેલો છે.