આજકાલ મોટા ભાગનાં સમાચારપત્રો અને સોશિયલ મીડિયામાં, કોરોના રસી લીધા પછી શરીરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન થાય છે, એવા સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. શરીરમાં ચુંબકીય ક્ષેત્રનું કારણ કોરોનાની રસીને બતાવવામાં આવી રહ્યું છે, જે તદ્દન અંધશ્રદ્ધાભર્યા સમાચાર છે.
આ ઘટનાની પાછળ વિજ્ઞાનનું સાચું કારણ જાણવાથી ખ્યાલ આવે છે કે આ એક સામાન્ય ઘટના છે અને તે બધા માટે સમાન રીતે શક્ય છે.
હવે વિજ્ઞાનની વાત કરીએ. સૌ પ્રથમ, જો શરીરમાં ચુંબકત્વ પેદા થતું હોય, તો માત્ર લોખંડની વસ્તુ જ ચોંટે. પરંતુ અહીં લોખંડ સિવાય ટી.વી.-રિમોટ, મોબાઇલફોન, સ્ટીલની ચમચી અને સિક્કાઓ ચોંટે છે, તેથી ચુંબકત્વને આની સાથે કોઈ લેવાદેવા નથી. જેમના ઘરમાં ચુંબક હોય એ લોકો પ્રયોગ કરીને જાતે ચકાસણી કરી શકે છે.
બીજું, આપણા લોહીમાં અમુક ટકા લોહ પણ હોય છે. તેથી જો શરીરમાં ચુંબકત્વ પેદા થાય, તો લોહીના રુધિરાભિસરણ તંત્રમાં પણ ફરક પડી જાય. ટૂંકમાં રસી અને શરીરમાં ચુંબકત્વને કાંઈ લેવાદેવા નથી.
જે લોકો મૅગ્નેટમેન બની ગયા છે તે બધાને ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવશે કે શરીરના જે ભાગ ઉપર રૂંવાટી નથી ત્યાં આવી વસ્તુઓ ચોંટેલી દેખાય છે. એટલે કે જે ભાગ ઉપર રૂંવાટી નથી ત્યાં ચામડી ખૂબ જ લીસી હોવાના કારણે તેમના શરીર ઉપર આવી બધી વસ્તુ ચોંટે છે. સ્ટીલનાં વાસણો, સિક્કા, રિમોટ કે મોબાઇલ જેવી વસ્તુઓની સપાટી પણ લીસી હોય છે.
અત્યારે વરસાદની તૈયારી છે એટલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે, તેથી શરીર ઉપર પરસેવો વધુ થાય અને ચિકાસ જેવું થઈ જવાને કારણે સરફેસટૅન્શન ખૂબ જ વધી જાય છે. ગુજરાતીમાં તેને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રના પૃષ્ઠતાણના નિયમને કારણે શરીરની ચામડી પર આવી કોઈ વસ્તુ ચીપકી જાય એમાં કોઈ ચમત્કાર નથી. અને હા, અહીંયાં વસ્તુઓ ચોંટી જતી નથી, પણ પૃષ્ઠતાણને કારણે થોડોક સમય ચામડી પર ટકી જાય છે. અને શરીરના જે ભાગ ઉપર રૂંવાટી હોય છે, ત્યાં પૃષ્ઠતાણ નહીંવત્ હોય છે, તેથી ત્યાં આવી વસ્તુઓ ચોંટી જતી નથી. આમ, કોરોનાની રસીને કારણે આવું થાય તે વાતમાં કોઈ તથ્ય નથી.
આપ સૌને યુનિવર્સ સાયન્સ ફોરમ તરફથી ખાસ વિનંતી કરીએ છીએ કે વર્તમાનપત્રો, ટી.વી. કે સોશિયલ મીડિયામાં મૅગ્નેટમેનના સમાચારોથી ગેરમાર્ગે દોરાશો નહીં, અંધશ્રદ્ધામાં ફસાશો નહીં, કોરોનાની રસી જલદીથી લઈ લેશો.
યુનિવર્સ સાયન્સ ફોરમ, મો. ૯૯૦૯૧ ૮૯૯૬૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 15
![]()


ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં પસાર કરાયેલા, રાજકીય રીતે લવજેહાદ વિરોધી કાયદા તરીકે પ્રચારિત, ‘ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક, ૨૦૨૧’ને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. સરકારે નિયમો ઘડી આ કાયદાનો ૧૬મી જૂન, ૨૦૨૧થી અમલ પણ શરૂ કરી દીધો છે. અગાઉ ભારતીય જનતા પક્ષ શાસિત ઉત્ત રપ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઉત્તરા ખંડમાં લવજેહાદ વિરોધી કાયદા ઘડાયા હતા. હવે ગુજરાત પણ તેમની પંગતમાં આવી ગયું છે. આ કાયદા મુજબ ૨૦૦૩ના ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓને બળજબરીથી, ફોસલાવીને કે કપટથી લગ્ન કરવાનો અસલી મકસદ ધર્મપરિવર્તનનો હોય, તો તેને ગુનો ગણી ત્રણથી દસ વરસની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં થયેલી ચર્ચાઓ અને હિંદુત્વ બળોની લવજેહાદ વિરોધી ઝુંબેશ પરથી સમજાય છે કે મુસ્લિમ પુરુષો દ્વારા બિનમુસ્લિમ સ્ત્રીઓને પ્રેમ અને લગ્નના નામે ફસાવી તેમનું ધર્માંતર કરાવવામાં આવી રહ્યાનું, તે માટેના સામૂહિક પ્રયાસો કે ષડ્યંત્રો થતાં હોવા જેવી બાબતોની જોગવાઈ ધરાવતા આ કાયદા પાછળ મૂળે રાજકીય હેતુ છે.
એક યુગ હતો જ્યારે રશિયા અને ચીનના સામ્યવાદી શાસકો તેમની પાર્ટી કૉન્ગ્રેસમાં જે ભાષણો કરતા અને ઠરાવો કરતા તેના વિષે દિવસોના દિવસો સુધી અર્થઘટનો કરવામાં આવતા. એક એક શબ્દની છણાવટ કરવામાં આવતી. આનાં બે કારણો હતાં. એક તો એ કે ઠરાવો અને ભાષણોની ભાષા ગૂઢ, સંકુલ તેમ જ જટિલ રહેતી. થોડું સુક્ષ્મ સમાજવિવેચનના કારણે અને વધુ કદાચ જાણીબૂજીને ‘થિયરી’ અને ‘લાઈન’ના ટિપીકલ સામ્યવાદી વળગણના કારણે. બીજું કારણ એ હતું કે ત્યારે સામ્યવાદી વિશ્વની સંભાવના નજરે પડતી હતી. અત્યારે ભલે સામ્યવાદી શાસન થોડાક દેશો પૂરતું મર્યાદિત હોય, પણ તેમનો ઉદ્દેશ જગતભરમાં ફેલાવાનો હતો. જે લોકો ડાબેરી હતા તેઓ તેમાં આશા શોધતા હતા અને જેઓ જમણેરી હતા તેઓ તેમાં ભયસ્થાન શોધતા હતા. આમાં પણ રશિયા કરતાં ચીનના નેતાઓના ઠરાવો અને ભાષણોની વધુ ઝીણી વિવેચના કરવામાં આવતી હતી. દલાઈ લામા કહે છે એમ માઓ ઝેદોંગ શત્રુ છે એમ માનીને તમે તેમને મળવા ગયા હોય અને તે મિત્ર છે એવો અભિપ્રાય બનાવીને પાછા ફરો. અત્યંત ગૂઢ નેતૃત્વ, ગૂઢ ભાષા અને ગૂઢ રાજકીય શૈલી ચીનનાં સામ્યવાદી શાસકોનાં લક્ષણો છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આવો અનુભવ થયો છે. અમદાવદમાં સાબરમતી નદીના તીરે વડા પ્રધાન શી ઝિંગપીંગને ઢોકળા ખવડાવતા હતા ત્યારે એ જ વખતે ચીની લશ્કર ભારતમાં લડાખમાં ઘૂસ્યું હતું.