લઈ લો … લઈ લો …
કરતો આવ્યો છે વેચણહારો વણઝારો!
કવિઓ તાબોટા પાડી પાડીને મંડી પડ્યા છે ગાવા
જીવો વણઝારા વ્હાલમ, જીવો વણઝારા ..
વેચણહારો વણઝારો પોઠ ભરીને લાવ્યો છે
સરકારી કંપનિયું, બસના અડ્ડા, રેલવેસ્ટેશનું,
થોડીક નદિયું,ચપટીક સમંદર, ચાંગળુક પર્વતો!
લાગે કે જાણે સરકાર રંડાણી!
પછી તો ભાઈ લેવા માંડ્યું હંધુય
કાં અદાણી, કાં અંબાણી, કાં કોઈ પણ રાણીએ મા આણી!
વેચાયા પછી બની જાય છે
બસનો અડ્ડો, ચકચકતો મોલ!
માતાજીનો ભૂવો માથાના વાળથી પગની પાની લગી
ફેરવે સાવરણી એમ
તમે પ્રવેશો કે કંઇક ફેરવે છે સુરક્ષાકર્મીઓ!
તમે ચ્યાંક આતંકવાદી તો નથી ને?
પણ આપણને તો મિનિટ બે મિનિટ હારું લાગે હોં!
જાણે આપણેય ન હોય મોટ્ટા વીઆઈપી!
વળી આપણે આ વીઆઈપીપણામાંથી ભાનમાં આવીએ
ન આવીએ, ત્યાં તો ફેંકાય ..
થૅન્ક્યૂ, હેવ અ ગુડ ડે સર …
આપણને થાય કયાં ગ્યાં
પેલાં શેરડીના રસના ગ્લાસ લઈને આવનારાં છોકરાંવ?
ખાટીમીઠી ને શીંગચણાવાળા?
દંતમંજન અને ખોટ્ટાં ઘરેણાંવાળા?
જે ઘરેણાં લઈ, જાણે સાચ્ચેસાચા લીધા હોય એમ મલકાતી
નવી વહુવારુ?
'જો, જો લ્યા, કોઈનું ખિસ્સું કપાય ન હોં? માદરબખત અહીં
રખડતા હોય છે’
કહી બૂમો પાડતા દાદાનું જ કપાતું ખિસ્સું!
એ ખડ ખડ હસી પડતા, માળો મારા પર જ કળા કરી ગયો!
આપણે તો હાળું હસાયેય નંઈ ને રડાય નંઈ
કયાં ગ્યા એ દાદા?
કયાં ગ્યા હશે એ ખિસ્સાકાતરુ?
પણ ઊભા રો, ઊભા રો
આ વેચણહારા વણઝારાની મોં કળા
ઓલા ખિસ્સાકાતરુ હારે કાં મળતી આવે?
એનો પોતરો બોતરો જ લાગે છે!
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 05
![]()


ભારતમાં રાજકીય પક્ષો રોજગારી સર્જવામાં નિષ્ફળ ગયા છે. એના વિકલ્પે સરકારમાં સર્જાતી રોજગારી વહેંચી આપવાની નીતિ એમણે અપનાવી છે. શરૂઆતમાં એસ.સી. અને એસ.ટી., એમ બે વર્ગો માટે અનામત હતી. એમાં સમય જતાં અન્ય પછાત વર્ગો (ઓ.બી.સી.) માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૧ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ ભારત સરકારે એક પરિપત્ર બહાર પાડીને સરકારમાં ૧૦ ટકા જગ્યાઓ, આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામત જાહેર કરી. આ અનામત એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સિવાયના વર્ગોને લાગુ પડે છે. એમની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી છેઃ કુટુંબની આવક બધાં ક્ષેત્રોમાંથી ૮ લાખથી વધારે ન હોવી જોઈએ. કુટુંબ પાસે કોઈ સંપત્તિ હોય, દા.ત. ૫ એકર જમીન ખેતી માટે હોય અથવા સો ચોરસ વારનો રેસિડેન્શિયલ પ્લૉટ હોય. (જાહેર કરવામાં આવેલી મ્યુનિસિપાલિટીઓના વિસ્તારમાં અથવા અન્ય મ્યુનિસિપાલિટીઓમાં ૨૦૦ ચોરસ વારનો પ્લૉટ હોય તો આવકની ગણતરી કર્યા વિના આર્થિક રીતે પછાત વર્ગોમાંથી તે કુટુંબને બાદ કરવામાં આવશે. કુટુંબમાં પતિ-પત્ની, મા-બાપ એમનાં ૧૮ વર્ષથી નીચેનાં સંતાનોનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને જતાંજતાં એક નિવેદન કર્યું હતું કે ભારત સામે કોઈ દેશ દાદાગીરી કરી શકતા નથી અને પોતાની શરત લાદી શકતા નથી, જ્યારે પાકિસ્તાનને જગતના દેશો દબાવે છે. ઇમરાન ખાનના આ નિવેદનથી આપણે બહુ પોરસાવાની જરૂર નથી, કારણ કે તેમનું આ નિવેદન રાજકીય હતું. ઇમરાન ખાન પાકિસ્તાનની જનતાને એમ કહેવા માગતા હતા કે પાકિસ્તાન અમેરિકાનું ગુલામ છે અને અમેરિકાની દાદાગીરી સામે લાચારી ભોગવે છે. તેઓ પાકિસ્તાનને અમેરિકાની દાયકાઓ જૂની જોહુકમીથી બચાવવા માગતા હતા અને માટે અમેરિકાને ઇશારે તેમની સામે રાજકીય પક્ષોએ ભેગા મળીને કાવતરું કર્યું છે અને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્તાના રાજકારણમાં આ કોઈ નવી વાત નથી. સત્તાધીશો જ્યારે સુરક્ષિત હોય ત્યારે પોતે, આપણો દેશ અને આપણી પ્રજા મહાન અને પ્રતિકૂળતા પેદા થાય વિદેશી કાવતરાંની વાતો કરીને દયામણા બનવાની કોશીશ કરતા હોય છે. જરૂર પડે તો દુશ્મન દેશને પણ આપણા કરતાં મહાન ચિતરવામાં તેઓ છોછ અનુભવતા નથી. ઇમરાન ખાનનો ભારત માટેનો આદર આ પ્રકારનો છે. ભારતમાં ઇન્દિરા ગાંધી પણ કાવતરાંની થિયરીનો આશરો લેતાં હતાં.