
અપર સુબન્સરી, અરુણાચલ પ્રદેશ, માર્ચ – ૨૦૧૨
આદિત્ય ત્યાગી! તમે હમણાં જ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટના અનુસ્નાતક નિષ્ણાત બન્યા છો. એ અગાઉ તમે દિલ્હી યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના સ્નાતકની પદવી મેળવી હતી. ભારતના વડા પ્રધાને શરૂ કરેલા, પછાત ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની નવી તકો શોધવા અપાતી ફેલોશીપની (Prime Minister’s rural development fellowship) પહેલી બેચમાંથી તમે ઊગતા સૂર્યના આ સાવ પછાત અને પર્વતાળ વિસ્તારમાં પહેલું કદમ મુક્યું છે. આવા બીજા ૧૫૦ તરવરતા યુવાનો પણ દેશના વિવિધ ભાગોમાં આવી કામગીરીમાં જોડાયા છે. આખા ય ભારત દેશમાં સવારની સૌથી પહેલી રોશની આ રાજ્યમાં પ્રગટે છે. પણ અહીંની સ્થાનિક પ્રજા સાવ અજ્ઞાન, અંધકાર અને દરિદ્રતામાં સબડે છે.
તમને અભ્યાસ દરમિયાન મળેલ જ્ઞાન અને ભારત સરકારે આ કામ માટે આપેલી અઢી મહિનાની પાયાની તાલીમના આધારે તમે ‘કાંઈક નવું’ કરવા કટિબદ્ધ બન્યા છો. ૨,૦૦૦ કિલોમિટર લાંબા રૂટ પર, મેકમોહન રેખાની સમાંતરે, હાઈવે બનાવવાનું કામ તો હાથમાં લેવાય ત્યારે ખરું; પણ થોડાક જ અભ્યાસ બાદ તમને આ વિસ્તારમાં ભૂતકાળમાં પ્રચલિત અને અહીંની પ્રજાની જીવાદોરી જેવા વેપારની જાણ થઈ છે. પગપાળા અને ખચ્ચર / યાકના સહારે ચાલતો એ વ્યવસાય હવે સાવ મૃતપ્રાય બની ગયો છે. તમારી કુશાગ્ર બુદ્ધિ આ વ્યવસાયને પુનર્જિવિત કરી શકાય કે કેમ ? – તેનો અભ્યાસ કરવા તમને પ્રેરે છે. હાઈવે તો બનવાનો જ છે, અને પગપાળા વેપાર ફરીથી ચાલુ ન કરી શકાય, પણ આ પર્વતાળ અને રમણીય વિસ્તારમાં યુવાનોમાં સાહસિકતા પ્રગટાવે તેવી ‘ટ્રેકિંગ-તાલીમ’ યોજના બનાવી શકાય, તેવી કલ્પના તમારા દિમાગમાં ઝબકી ગઈ છે. એ કામ શરૂ થાય તો અહીંની ખડતલ પ્રજા માટે રોજગારી અને બીજા વ્યવસાયોની તક ઊભી કરી શકાય.
એવરેસ્ટ સર કરનારા સાહસિકોની સાથે જોડાયેલા શેરપા યુવાનોની ટીમ તમે તૈયાર કરો છો. પાંચ દિવસના પગપાળા પ્રવાસના અંતે તમે જી.પી.એસ.માં ચાલી શકે તેવો આધુનિક નકશો તૈયાર કરી દીધો છે. સાથે સાથે રાતવાસા માટે સગવડ અને આપત્તિમાં બચાવ માટે ઊભા કરવાના સૂચિત મથકો સ્થાપવા માટેની પાયાની માહિતી પણ તમે ભેગી કરી દીધી છે.
ડિસેમ્બર – ૨૦૧૫
તમે કરેલ સંશોધન અને અભ્યાસના આધારે, વેપારી તેમ જ સાહસવૃત્તિને ઉત્તેજન આપતા ટ્રેકિંગ પ્રોજેક્ટનાં કામનો હવાલો તમને સોંપવામાં આવ્યો છે. તમે આ દૂરંદેશીવાળા અને નવતર પ્રોજેક્ટમાં ગળા ડૂબ ખૂંપી ગયા છો. સાથે સાથે સાડા ત્રણ વર્ષના આ પ્રદેશના વસવાટે તમને અહીંનાં બાળકોનાં શિક્ષણ માટે પણ સજાગ બની ગયા છો.
આ ગઈ સાલની જ વાત લો ને? તમારા ઘરની ઓસરીમાં તમે સેલ ફોન પર યુ-ટ્યુબ વીડિયો જોઈ રહ્યા હતા, ત્યાં જ અચાનક તમારા ધ્યાનમાં આવ્યું કે, તમારી પાછળ કોઈક ઊભું છે. તમે પાછળ જોયું તો, ઘરમાં કામ કરવા આવતી બાઈની સાથે આવેલો તેનો છ વર્ષનો દીકરો બહુ જ ધ્યાનથી વીડિયો જોઈ રહ્યો હતો. તમે એને બાળકોનાં શિક્ષણને લગતા બે વીડિયો બતાવ્યા અને એક વીડિયો ગેમ રમવાનું પણ શીખવાડ્યું. પછી તો આ લગભગ રોજનો ક્રમ બની ગયો.
ત્રણ મહિના પછી કામવાળી બાઈ હરખાતી હરખાતી આવી અને તમને એના દીકરાનું માર્ક શીટ બતાવી. ડાબી બાજુથી પાંચમાં નંબર રાખતા અને લગભગ દરેક વિષયમાં નાપાસ થતા, તેના દીકરાનો ક્લાસમાં દસમો નમ્બર આવ્યો હતો. તે બધા જ વિષયોમાં પાસ પણ થયો હતો. ગણિતમાં તો ૯૨ માર્ક લાવ્યો હતો. તમે એક ટેબ્લેટ તેના દીકરાને ઈનામમાં અપાવ્યું. મા દીકરો તો રાજીના રેડ બની ગયાં. તમે તેના થોડાક મિત્રોને તમારા ઘેર બોલાવ્યા અને તેમને પણ આ નવી તરાહના શિક્ષણથી માહેર કર્યા. તે બધા પણ બરાબર ભણતા થઈ ગયા.
અને … આદિત્ય ત્યાગી! એ દિવસથી તમારા જીવનને એક નવી જ દિશા મળી ગઈ.
બાળકોનાં શિક્ષણમાં રસ હોય તેવા મિત્રોને તમે આ વાત કરી અને તેમને પણ આમાં રસ પડ્યો.
અને એક નવી નક્કોર સંસ્થા શરૂ કરવાનો સંકલ્પ તમારા દિમાગમાં દૃઢ બની ગયો.
આઈ-સક્ષમની વેબ સાઈટ પરથી ઘણી બધી માહિતી આ રહી …

આઈ-સક્ષમની શરૂઆત બિહારના એક જિલ્લા જમુઈના મુખ્ય મથક જમુઈમાં થઈ. નક્સલવાદીઓના ત્રાસથી પીડાતા જનુઈમાં શિક્ષણ સાવ ખોરંભે પડ્યું હતું. આઠમા ધોરણનો વિદ્યાર્થી બીજા ધોરણના દાખલા પણ બરાબર કરી શકતો ન હતો. તેના ઉદ્દભવની આ કથા આપણા દિલો દિમાગમાં એક નવી જ અનુકંપા જગવી જશે.
http://isaksham.blogspot.in/2015/02/the-day-when-idea-of-i-saksham-was.html
ત્યાં શિક્ષણ વ્યવસ્થામાં આ નવા અભિગમને `સમાવી લેવાના પ્રતાપે ૧૧મા ધોરણની વિધાર્થિની મમતાનું જીવન જ બદલાઈ ગયું છે. તેને ભણવા માટે જન્મજાત મુશ્કેલી હતી. તેના લગ્ન પણ સાવ નાની ઉમરે નક્કી થઈ ગયા હતા. માબાપને સમજાવી તેને નવી તરાહથી સહાય કરવામાં આવી, અને તેનાં લગ્ન મુલતવી રખાયા. આજે તે બીજાં બાળકોને ભણાવે છે, અને મહિને ₹ ૩૦૦૦ કમાતી થઈ ગઈ છે. આવી જ એક કિશોરી, આગતા હાંસદા સ્ત્રીઓ અને કિશોરીઓને માસિક સ્રાવ વિ. સ્ત્રીઓ અંગેની બાબતોમાં શિક્ષણ આપતી થઈ છે.

અરુણાચલમાં પ્રગટેલા આ સૂર્યોદયની રોશની દેશમાં ઠેર ઠેર ફેલાવા લાગી છે. ટેબ્લેટના ઉપયોગથી વીડિયો / રમત / કોયડા વિ. જાતજાતની અને ભાતભાતની રીતે વિશ્વ કક્ષાનું શિક્ષણ બાળકો મેળવી શકે છે, નિશાળમાં ભણેલા પાઠની પ્રેક્ટિસ જાતે કરી શકે છે.

અત્યાર સુધીમાં ૪,૦૦૦ વિદ્યાર્થીઓને આઈ-સક્ષમે આમ તૈયાર કર્યા છે. એમને દોરવણી આપી શકે તેવા શિક્ષકો તૈયાર કરવાનું અને આવા પછાત વિસ્તારોના યુવાન યુવતીઓમાં નવ જાગૃતિ લાવવાનું યજ્ઞ કાર્ય પણ તેઓ કરે છે. અલબત્ત એના માટે થોડીક ફી જરૂર રાખી છે, જેથી આ અભિયાનનો થોડોક ખર્ચ નીકળે. આવા ૪૦ આઈ-સક્ષમ મિત્રોની સેના પણ આ કામમાં જોટાઈ છે. અલબત્ત ભારતમાં અનેક ભાષાઓના કારણે આ કામ અંગ્રેજી જેટલું સહેલું નથી જ. વળી સાધન સામગ્રી ખરીદવાનો અને તેમની મરામતનો પ્રશ્ન તો ઊભો જ છે. પણ દેશની અનેક સંસ્થાઓએ આ ઉમદા કામમાં મદદનો હાથ લંબાવ્યો છે. મોટા પાયે, સાદી ડીઝાઈનના ટેબ્લેટ ઓછી કિમ્મતે ખરીદવા અને જરૂરી સોફ્ટવેર મેળવવા આઈ-સક્ષમ કટિબદ્ધ છે. આ ત્રણ વર્ષમાં ઊભા કરાયેલા માળખાના આધાર પર કોઈ સંસ્થા સ્થાનિક ભાષામાં કામ કરવા તૈયાર હોય તો તેમને પણ ઉત્તેજન આપવા આદિત્ય અને તેના સાથીઓ તૈયાર છે.
સાભાર – શ્રેયા પરીખ , Better India, ઈ-સક્ષમ
સંદર્ભ –
https://www.facebook.com/aditya.tyagi.313?lst=548087885%3A582054047%3A1490556062
વાચકોની જાણ સારુ –
અમદાવાદની હીરલ શાહે એકલા હાથે આવાં કામને માટે જરૂરી સામગ્રી તૈયાર કરવાના યજ્ઞની નોંધ લેવા, નીચેની વેબ સાઈટની મુલાકાત લેવા વિનંતી, તેને મદદ કરવા કોઈ વાચક તૈયાર થાય તો સોનામાં સુગંધ ભળે.
e.mail : surpad2017@gmail.com
![]()


માતૃભાષાની મીઠાશથી મહેકતો ‘વિશ્વ ગુજરાતી દિવસ’ ત્રણ દિવસ પહેલા જ ગયો. મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો, સુન્દરમ્ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહેતા, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશી જેને ‘નવા યુગનો નાંદી’ ગણે છે; નવયુગનો પ્રહરી, યુગવિધાયક સર્જક, નિર્ભય પત્રકાર, પ્રેમશૌર્યનો કવિ, સુધારાનો સેનાની એવાં એવાં વિશેષણોથી જેને નવાજવામાં આવે છે એ વીર કવિ નર્મદનો એ દિવસે જન્મદિન હતો. પણ આ બધાં બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમ હતી, એમની જિંદગી હતી. કહેતા, ‘ઝટ્ટ ડોળી નાખો રે મનજળ થંભ થયેલું’ સાહિત્ય, સમાજ, શિક્ષણ, ધર્મ, જીવન તમામ ક્ષેત્રે સ્થગિતતા અને બંધિયારપણાનો સતત વિરોધ કરનાર નર્મદ, અર્વાચીન ગુજરાતી ભાષા આમ તો દલપતરામથી પ્રગટી ગણાય, છતાં અર્વાચીનોમાં આદ્ય ગણાય છે, કેમ કે નર્મદના સાહિત્યમાં અર્વાચીનતા તેના સાચા અને પૂર્ણ અર્થમાં પ્રગટી છે.
સુધારાના વિચારોને વાચા આપવા નર્મદે 1864માં ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું. ડાંડિયો એટલે પ્રહરી. પહેલા અંકના પહેલા પાને ડાંડિયો એટલે શું તે સમજાવતી પંક્તિઓ મૂકી હતી: અમારા નિશ ઘનઘોરમાં ચોરીધાડનો ભોય, ઘરમાં વસ્તી દીપકની ને બહાર ડાંડિયો હોય; ડાંડીની મહેનતથી ધજાડાંડી સોહાય, દેશતણો ડંકો વળી બધે ગાજતો થાય …’ કુરિવાજોના અંધકારમાં ઘેરાયેલા સમાજને જગાડવા માટે લખાતા ‘ડાંડિયા’ના લેખોએ જ નર્મદને ‘સુધારાના સેનાની’નું બિરુદ અપાવ્યું. નર્મદ એના સમય કરતાં ઘણા આગળ હતા. દેશાભિમાન, સ્વતંત્રતા, સ્વરાજ જેવી ભાવનાઓ ગાંધીયુગમાં પ્રચલિત બની તે નર્મદે એનાથી વર્ષો પહેલાં સેવી હતી.
હકીકત’ લખી નર્મદ મહાત્મા ગાંધીના સમર્થ પુરોગામી બન્યા છે. ‘આ તો બસ એક ખરડો છે જે હું લોકો સમક્ષ મૂકું છું.’ એવી નમ્રતા દાખવનાર નર્મદ ગુજરાતી ભાષાના માનસન્માન માટે અત્યંત જાગૃત હતા અને એને માટે બેધડક લડતા. પોતાની કવિતાની યોગ્યતા દર્શાવવા દલપતરામ સાથે સ્પર્ધામાં ઊતર્યા પણ તેને અંગત માનસન્માનનો વિષય ન બનાવવા સજાગ રહ્યા. એમના ઘરનું નામ ‘સરસ્વતીમંદિર’ હતું.
‘યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી …’ પોતાના વીરત્વ, સત્ય, રસિકતા, સર્જન અને ટેક વિશે કેટલો સાચો આત્મવિશ્વાસ! એથી જ તો નર્મદનો જન્મદિવસ વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઊજવાય છે.
આ ગુલઝાર. 18 ઑગસ્ટે તેમને 88 વર્ષ પૂરાં થયાં. એ પહેલા ત્રણ દિવસે આઝાદીના સુવર્ણમહોત્સવ સમો સ્વાતંત્ર્યદિન ગયો. અનેક શહેરોમાં ભાગલા અને સ્વાતંત્ર્યને લગતાં પુસ્તકોનાં વિમોચન અને પ્રદર્શન થયાં. તેમાં ગુલઝારનાં ભાગલાવિષયક કાવ્યોનું એક અંગ્રેજી પુસ્તક ધ્યાન ખેંચતું હતું : ‘ફૂટપ્રિન્ટ્સ ઑન ઝિરો લાઈન’. મૂળ ઉર્દૂ પુસ્તકનું અંગ્રેજી રક્ષંદા જલિલ નામની યુવાન લેખિકાએ કર્યું છે, પ્રકાશક હાર્પર કૉલિન્સ. તેનું વિમોચન અમૃતસરના પાર્ટિશન મ્યુઝિયમમાં થયું હતું. દેશભરનાં અખબારો અને અન્ય માધ્યમોએ તેની નોંધ લીધી હતી. પંદરેક વર્ષ પહેલા ગુલઝારનાં જ ગીતોની મહેફિલ રચી પ્રીતિબહેન કોઠીએ ગુલઝારના પુસ્તક ‘રાવી પાર’ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું હતું. પ્રકાશક એન.એમ. ઠક્કર. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે આવેલા ગુલઝાર કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી ઉપસ્થિત રહ્યા હતા. ગુલઝારની વાત કરીએ ત્યારે એક પ્રકારની ‘સીલન’નો અનુભવ થયા કરે. સીલન ગુલઝારનો પ્રિય શબ્દ છે જેનો અર્થ થાય છે ભીનાશ. તરબોળ કરતી નહીં, જરા જરા ઝમતી ઠંડી ભીનાશને સીલન કહે છે.
ગૈરફિલ્મી ગુલઝારની હસ્તી ફિલ્મી ગુલઝાર કરતાં ઘણી મોટી છે. પાંચ કાવ્યસંગ્રહ, બે વાર્તાસંગ્રહ અને સોળ બાળપુસ્તકો તેમના નામે બોલે છે. ઉપરાંત પણ તેમની અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે. માત્ર વિગત નોંધીએ તો પણ લેખનું ફલક નાનું પડી જાય. આજે વાત કરીશું એમની થોડી વાર્તાઓની. આ વાર્તાઓમાંની અમુક આપણે 1993થી 1995 સુધી પ્રગટ થતી ગુલઝાર દિગ્દર્શિત સિરિયલ ‘કિરદાર’માં જોઈ છે. કિરદાર એટલે પાત્ર. જિંદગીના રંગમંચ પર જીવતાં પાત્રો આ વાર્તાઓમાં સાકાર થયાં હતાં. તેનું શીર્ષકગીત જગજિત સિંહે ગાયું હતું. શબ્દો અલબત્ત, ગુલઝારના હતા: કિતાબોં સે કભી ગુઝરો તો યું કિરદાર મિલતે હૈં, ગયે વક્તોં કી ડ્યોઢી મેં ખડે કુછ યાર મિલતે હૈં; જિસે હમ દિલ કા વીરાના સમઝકર છોડ આયે થે, વહાં ઉજડે હુએ શહરોં કે કુછ આસાર મિલતે હૈં’ – ગુલઝારની વાર્તાઓમાં આ છે: ઉજ્જડ લાગતા હૃદયમાં છુપાયેલી એક સૃષ્ટિ અને એ સૃષ્ટિના અવશેષોમાં પોતાને શોધતાં પાત્રો ઉર્ફે આપણે સહુ.
કિશોર માનસને કળવું અઘરું છે: પણ ગુલઝાર તેને બરાબર સમજે છે. ‘જીના યહાં’નો અગિયાર વર્ષનો સમીર છે તો રાજકુમાર પણ બીમારીઓથી ઘેરાયેલો. લોકોની હમદર્દીથી તેનો અહમ એટલો આળો બન્યો છે કે તેના પિતા જ્યારે લગ્ન કરીને નવી રાણી લાવે છે ત્યારે તેનું સૌના આકર્ષણ અને હમદર્દીનું કેન્દ્ર બની જવું તેનાથી સહેવાતું નથી. ‘દાદી ઔર દસ પૈસા’નો ગરીબ ચક્કુ દાદીના સંઘર્ષને સમજી શકતો નથી અને તેના પર ગુસ્સો કરી ભગવાનની વાટકીમાંથી દસ પૈસા ચોરી ઘરમાંથી ભાગી જાય છે. રાત્રે એક સ્ટેશને ઊતરે છે અને અભાનપણે દાદી જેવી દેખાતી એક ભિખારણની ચાદરમાં સૂઈ જાય છે. સવારે તેને ખબર પડે છે કે એ બાઈ તો ક્યારની મરી ગઈ છે.