૧૫મી ઓક્ટોબરથી મનુભાઈ પંચોળી 'દર્શક'નું જન્મશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. દર્શકદાદાને ઇતિહાસના અભ્યાસુ, સાહિત્યકાર કે કેળવણીકાર તરીકે તો સૌ કોઈ ઓળખે છે, પણ તેમને 'જાણવા' માટે થોડું અંગત સાહિત્ય ઘણું ઉપયોગી થઈ પડે. મૃદુલા પ્ર. મહેતાને લખેલા પત્રોમાં તેઓ માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે ત્યારે એ પત્રોમાંથી થોડી પ્રસાદી પામીએ …
મનુભાઈ પંચોળી 'દર્શક'ને આપણે 'સોક્રેટિસ', 'ઝેર તો પીધાં જાણી જાણી', 'કુરુક્ષેત્ર', 'દીપનિર્વાણ' અને 'બંધન અને મુક્તિ' જેવી મૂલ્યવાન નવલકથાઓ, 'પરિત્રાણ' કે 'ગૃહારણ્ય' જેવાં નાટકો, 'વાગીશ્વરીનાં કર્ણફૂલો' જેવા વિવેચનગ્રંથો, 'આપણો વારસો અને વૈભવ' કે રોમ અને ગ્રીસની ઇતિહાસકથાઓ જેવા ઇતિહાસના ગ્રંથો તથા 'સદ્દભિઃ સંગ' જે
![]()


મનુભાઈ પંચોળી 'દર્શક'ને આપણે 'સોક્રેટિસ', 'ઝેર તો પીધાં જાણી જાણી', 'કુરુક્ષેત્ર', 'દીપનિર્વાણ' અને 'બંધન અને મુક્તિ' જેવી મૂલ્યવાન નવલકથાઓ, 'પરિત્રાણ' કે 'ગૃહારણ્ય' જેવાં નાટકો, 'વાગીશ્વરીનાં કર્ણફૂલો' જેવા વિવેચનગ્રંથો, 'આપણો વારસો અને વૈભવ' કે રોમ અને ગ્રીસની ઇતિહાસકથાઓ જેવા ઇતિહાસના ગ્રંથો તથા 'સદ્દભિઃ સંગ' જેવી માતબર-માર્ગદર્શક અનુભવકથાના લેખક તરીકે તો જાણીએ-સન્માનીએ છીએ, પણ તેઓ કવિતા પણ લખતા, એ ભાગ્યે જ કોઈ જાણતું હશે. 'કાવ્યનું સત્ય અન્ય શાસ્ત્રો કે અભિગમોના સત્ય કરતાં ચડિયાતું હોય છે' એવું માનનારા મનુભાઈની કવિતાનું કોઈ પુસ્તક નથી, પણ અંગત વ્યક્તિને લખેલા પત્રોમાં તેમનાં કાવ્યો વાંચવા મળે છે. મૃદુલાબહેનને લખેલા એક પત્રમાં મનુદાદાએ વિશ્વ કોસ્મોસ સંદર્ભે પોતે લખેલી એક કવિતા મોકલેલી :
લોકજીવન એટલે લોકોનું જીવન, જનસાધારણનું જીવન, ભારતના વિશાળ ગ્રામીણ લોકસમાજના સાધારણ મનુષ્યનું જીવન. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં નાટકો – કાવ્યો – કથાઅોમાં વર્ણવાતો સમાજ સામાન્ય રીતે સમાજના ઉચ્ચ કે વિશિષ્ટ વર્ગનો પ્રતિનિધિ હોય છે − રાજા, દેવ, મંત્રી, શ્રેષ્ઠી, સમૃદ્ધ ગણિકા અથવા તેમની સાથે તેમના અનુષંગે જોડાતો સેવકો, ભૃત્યો, મિત્રો, વિદૂષકો, શિષ્યો, વિટ-ચેટ વગેરે પાત્રોનો સમાજ હોય છે. પણ અા બધાં સિવાય પણ એક વિશાળ પ્રજાવર્ગ – પોતાની કશી જ વિશિષ્ટ અોળખ વિનાનો વિશાળ લોકસમુદાય – ભારતના ભૂમિપટ પર હંમેશા અસ્તિત્વ ધરાવતો હતો, કોઈ પણ પ્રજામાં હોય જ. અાવા સમાજનાં થોડાંક ચિત્રો અાપણને વિવિધ સુભાષિતો – સુભાષિતસંગ્રહોમાં છૂટાંછવાયાં વેરવિખેર વેરાયલાં જોવા મળે છે ખરાં.
હાલની ‘ગાહાસત્તસઈ’ પ્રાકૃત પદ્યોનો એક વિશ્વસાહિત્યમાં સ્થાન પામી શકે તેવો અદ્દભુત સંચય છે. અાપણે એને પ્રાકૃત પદ્યોની Golden Treasury અવશ્ય કહી શકીએ. પ્રાકૃતમાં ‘ગાહાસત્તસઈ‘ એટલે સંસ્કૃતમાં ‘ગાથાસપ્તશતી’. નામ પ્રમાણે એમાં સાતસો ગાથાઅો છે. એ હાલની કહેવાય છે પણ સંભવત: હાલ માત્ર એનો સંપાદક છે. એ નામે સાતવાહન વંશનો એક રાજા ઇસુની બીજી સદીમાં અાન્ધ્રમાં થઈ ગયો. પોતાના સમયમાં એના પ્રદેશમાં ગાથાઅોનું જે વિશાળ લોકરચિત સાહિત્ય લોકસમુદાયમાં પ્રચલિત હશે તેમાંથી એણે ઉત્તમ પદ્યો તારવીને અા સાતસોનો સંગ્રહ તૈયાર કર્યો હશે. ગાથા એટલે અાર્યા, માત્રામેળ છંદ, સ્થિતિસ્થાપક, ઘણીવાર વ્યાકરણની ઉપર ઊઠતી લોકભાષાના પ્રવાહી લયને બરાબર ઝીલી શકે તેવો.
થોડાંક ચિત્રો સાથે મનોહર પ્રકાશન કર્યું છે : એનું શીર્ષક જ એમણે તો महिलाएँ (Raka Prakashan, 40-A, Moti Lal Nehru Road, Allahabad – 211 002 Phone no. 9415307687) એવું અાપ્યું છે ! અાપણા દેશમાં જેવી પ્રકૃતિ અનેક નિર્બંધ રમણીય સ્વરૂપોમાં પ્રગટ થતી રહી છે (હવે કદાચ ‘થતી રહી હતી’ એમ કહેવાનો વારો પણ અાવે !) એટલાં જ નિર્બંધ રમણીય રૂપો સ્ત્રીઅોની ચિત્તવૃત્તિઅોનાં − એમની પ્રણયપ્રેરિત પ્રવૃત્તિઅોનાં અહીં પ્રગટ થયા કરે છે. એ પદ્યોને નીતિશાસ્ત્રના માપદંડોથી માપવા જઇશું તો એમાંની કવિતા અાપણા હાથમાંથી સરકી જશે. નૈતિક-અનૈતિક, ઉચિત-અનુચિત જેવાં ખાનાંઅોમાં એને વહેંચવાને બદલે એમાં જીવનનો ઉન્મુક્ત સ્વીકાર અને નારીહૃદયમાં ઊઠતી સહજ ભાવનાઅોનું સરળ નિર્દંભ નિરૂપણ જોઇશું તો અા લોકજીવનને ખુલ્લાશથી અાલેખતાં લોકકાવ્યને અાપણે વધારે માણી શકીશું. વળી એવું પણ નથી કે બધાં જ પદ્યો અાવી ઉન્મુક્ત સ્ત્રીઅોની પ્રણયપ્રવૃત્તિઅોને જ અાલેખે છે. સરસ પ્રણયનાં, શીલવતી ગૃહિણીઅોનાં, દાંપત્યજીવનના અાનંદના પણ અનેક ચિત્રો અહીં મળે છે. સંક્ષેપમાં જેટલી સ્ત્રીઅો, જેટલી એમની મનોવૃત્તિઅો, જેટલી એમની પ્રવૃત્તિઅો, જેટલી એમની પ્રણયછટાઅો વિવિધ છે એટલાં એમનાં રચેલાં અા અાર્યાપદ્યોમાંનાં ચિત્રો વિવિધ છે. અાપણે પદ્યો જ જોઇએ :