પ્રિય પ્રકાશભાઈ,
અત્યારે ગુજરાતી સાહિત્યજગતમાં સ્વાયત્તતાના નામનો જાણે કે સોપો પડી ગયો છે. સ્વાયત્તતા આંદોલન ક્યાં અદૃશ્ય થઈ ગયું? કે … પછી સ્વાયત્તતા વિના જીવવાની કે સ્વાયત્તતાની એસીતેસી કરી ખુલ્લે આમ સ્વાયત્તતા છોડીને સ્વાયત્તતા વગર મહાલવાની એક મોસમ બેઠી હોય એવું લાગી રહ્યું છે.
ક્યારેક સ્વાયત્તતાની હાસ્યાસ્પદ વ્યાખ્યા કરતાં એવું તર્કહીન વિધાન પણ થાય છે કે ચૂંટાયેલી લોકશાહી સરકાર છે, જે એ કાંઈ કરે છે તે સ્વાયત્ત જ છે. જોવાય છે કે એક પછી એક સ્વાયત્ત સંસ્થાઓનું ધીમે-ધીમે નિગહણ થઈ રહ્યું છે.
એક વાર મનેકમને સ્વાયત્તતા-આંદોલન સાથે જોડનારા મિત્રો પણ અસ્વાયત્ત-સમારંભોમાં મહાલતા થઈ ગયા છે કદાચ ‘સ્વાયત્તતા’ જેવો શબ્દ ગુજરાતી સાહિત્યમાં પરાયો અને અળખામણો બની ગયો છે.
સાહિત્ય પૂર્વજોએ રળેલું ધૂળધાણી થઈ રહ્યું છે. અને ઠંડેકલેજે મૂલ્યોના હ્રાસ પર ઉત્સવો અને સમાંરભો થતા રહે છે. સાહિત્યકારો મહાલતા રહે છે. મૂલ્યવિસ્તરણ સાથે એક પ્રકારની નફ્ફટાઈ વાતાવરણમાં ઊતરી આવે છે. સ્વાયત્તતાના અવસાન પર બમણા વેગે સાહિત્યકારો જયાફત ઉડાવી રહ્યા છે. આ દૃશ્ય ગુજરાતી સાહિત્યજગતના ભવિષ્ય માટે કરાયું છે.
ગુજરાતી સાહિત્યનો આ યુગનો આ સૌથી મોટો હ્રાસ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 03
![]()



દેશવટો ભોગવનારા મહાન સાહિત્યકારોમાં આફ્રિકન-અમેરિકન નવલકથાકાર નિબન્ધકાર જેમ્સ બાલ્ડવિનનું (1924-1987) નામ હંમેશાં લેવાય છે. ન્યૂ યૉર્કના હાર્લેમમાં જન્મેલા. અશ્વેત હતા. એક વાર કહેલું 'હા, મને ખબર છે કે હું બ્લૅક છું પણ મને એ પણ ખબર છે કે હું સ્માર્ટ છું'. ૧૯૪૮માં એક વાર એક રેસ્ટોરાંમાં જમવા ગયેલા તો ગોરી વેઇટ્રેસ કહે – અમે તમને સર્વ નથી કરી શકતા કેમ કે તમે આફ્રિકન-અમેરિકન છો. બાલ્ડવિને એના પર પાણીનો છૂૂટ્ટો ગ્લાસ ફૅંકેલો તે રેસ્ટોરાંના બાર પાછળનો કાચ તૂટીને ટુકડે ટુકડા થઈ ગયેલો. ૧૦ વર્ષના હતા ત્યારે ન્યૂ યૉર્ક પોલીસે એમને ચીડવેલા ને સતાવેલા. પોલીસ દ્વારા ઘટેલી રેસિસ્ટ હૅરેસમૅન્ટની એ ઘટના એમનાં ઊગતી જુવાનીનાં વર્ષોમાં પણ ઘટેલી. ૧૯૪૩માં 'હાર્લેમ રાયટ્સ' શરૂ થયેલાં એ જ દિવસે બાલ્ડવિનનો ૧૯મો જન્મદિવસ હતો. અશ્વેતો અને ગોરાઓ વચ્ચે હુલ્લડ ફાટી નીકળેલાં કેમ કે એક ગોરા પોલીસે એક આફ્રિકન-અમેરિકન સૈનિકને ગોળી મારેલી અને અફવા વહેતી થયેલી કે એ મરી ગયો છે. એ હુલ્લડ અશ્વેતો અને ગોરાઓ વચ્ચે અમેરિકાના જુદાં જુદાં શહેરોમાં પ્રગટેલાં છ હુલ્લડોમાંનું એક હતું. એ દિવસની કથા બાલ્ડવિને એમના સુખ્યાત નિબન્ધ 'નોટ્સ ઑફ અ નેટિવ સન'-ના પ્રારમ્ભે કરી છે. બાલ્ડવિનને ધર્મમાં શ્રદ્ધા હતી પણ કહેલું કે – ઈશ્વર એને જ કહેવાય જે આપણને વધારે વિશાળ, વધારે મુક્ત અને વધારે પ્રેમાળ બનાવે.
એક બીજા સાહિત્યકાર છે, જૉહ્ન મૅક્સવેલ કુત્ઝીય (1940- ). દક્ષિણ આફ્રિકામાં જન્મેલા. ગોરા છે. પણ એટલે જ ભેદભાવનો, ખાસ તો, તે સમયની આફ્રિકન સૅન્સરશિપનો, ભોગ બનેલા. ૨૦૦૩માં એમને નોબેલ પ્રાઈઝ અપાયું છે. દક્ષિણ આફ્રિકાની રંગભેદનીતિથી હેરાનપરેશાન થઇ દેશવટો ભોગવતા કુત્ઝીયની દેશદેશાન્તરમાં વીતેલી કારકિર્દીના ચડાવઉતાર જાણવા જેવા છે. આફ્રિકાના કૅપ ટાઉનથી ૧૯૬૨માં યુનાઇટેડ કિંગ્ડમ ગયેલા અને ત્યાં ત્રણ વર્ષ રહીને અમેરિકા પીએચડી કરવા ગયેલા. એમને આફ્રિકા જવું ન્હૉતું પણ અમેરિકામાં રહેવા માટેની એમની રૅસિડેન્સી ઍપ્લિકેશન ફગાવી દેવાયેલી. છેલ્લે હાલ ઑસ્ટ્રેલિયાના ઍડલેઈડમાં વસે છે. ત્યાંના સિટીઝન થઈ ગયા છે.
હવે, ખ્રિસ્તી અસ્પૃશ્યોના પરિવારમાં જન્મેલી અને હાલ અમેરિકામાં વસતી ભારતીય યુવતી સુજાતા ગિડ્લાનાં આ વીતક વચનો સાંભળો :