આબરૂ લૂંટશે રહેવા દે,
જીવતર બાળશે રહેવા દે.
તું કહે તેમ મોત ના આવે,
દૂત પડકારશે રહેવા દે.
ટેક લઈને સ્વમાન સાચવજે,
કટું વચન બોલશે રહેવા દે.
સભ્યતાની મહોર લાગી છે,
મુખ મચકોડશે રહેવા દે.
દાદ-ફરિયાદ કોણ સાંભળશે!
નિયમો થોપશે રહેવા દે.
e.mail : addave68@gmail.com
![]()




૧૯૬૭માં અમેરિકા અને વિએતનામ વચ્ચેનું યુદ્ધ તેની ચરમસીમાએ હતું ત્યારે ૨૫ વરસના મહમ્મદ અલીની બોક્સિંગમાં કેરીઅર પણ ચરમસીમા આંબી રહી હતી. આકાશ આંબવાના મનોરથ હતા અને ઝડપભેર રસ્તો બનતો જતો હતો. પણ એની વચ્ચે એક વિઘ્ન આવ્યું. અમેરિકામાં યુદ્ધભરતીનો કાયદો છે. અમેરિકાની સરકારને જો એમ લાગે કે આ યુદ્ધ માટે નાગરિકોની લશ્કરમાં ભરતી કરવી જરૂરી છે તો તે મિલીટરી કૉન્સ્ક્રીપશન એક્ટ હેઠળ કોઈની પણ (ખાસ કરીને યુવાનોની) ભરતી કરી શકે છે. વિએતનામ યુદ્ધમાં લડવા માટે અમેરિકન સરકારે મહમ્મદ અલીની પસંદગી કરી. મહમ્મદ અલીએ સૈન્યમાં ભરતી થવાની ના પાડી દીધી. મારો અંતરાત્મા યુદ્ધને કબૂલ નથી કરતો. તેના પર ખૂબ દબાણ આવ્યું, જેલમાં ધકેલવાની ધમકી આપવામાં આવી અને અને બોક્સિંગમાં કારકિર્દીનો અંત આવી શકે એમ હતો. પણ મહમ્મદ અલી ટસનો મસ ન થયો. હું વરખ ચડાવેલા અને નશીલા રાષ્ટ્રવાદને નામે કોઈની હત્યા નહીં કરું.