(ઉચ્ચાસને મહાજન, નીચ્ચાસને સમુદાય, શંખનાદ સાથે પડદો ખૂલે. તાળીઓના ગડગડાટ અને જયકાર, પણ કોના નામનો તે જાણી ન શકાય.)
મહાજન ઃ છોકરાં રે !
સમુદાય ઃ ઓ રે !
મહાજન ઃ હું બોલાઉં તેમ જ બોલશોને ?
હું વંચાઉં એ જ વાંચશોને ?
હું દેખાડું તે જ જોશોને ?
સમુદાય ઃ હાં રે ! હાજી, હાજી, હાં રે !
એક અત્યંત ક્ષીણ અવાજ : ના રે, નાજી, નાજી, ના રે !
મહાજન ઃ એ કોણ ‘ના’ બોલ્યું ? આગળ આવો જોઉં !
(કોઈ આગળ નથી આવતું. અંદર-અંદર ગણગણાટ)
મહાજન ઃ મેં ‘ના’ સાંભળી છે. અવાજ ભલે ધીમો હતો પણ અમે કાનના તેજ, બદ્ધું સાંભળીએ. ચલો, ઝટપટ આગળ આવો. નહીં તો પુનરાવર્તન વખતે પકડાઈ જશો. છોકરાં રે ! બોલો બોલો, છોકરાં રે !
સમુદાય ઃ ઓ રે !
મહાજન ઃ હું બોલાઉં તેમ બોલશો કે ?
સમુદાય ઃ હાં રે ! હાજી, હાજી, હાં રે !
(આ વખતે ત્રણ-ચાર ક્ષીણ અવાજ એકસાથે) ના રે ! ના રે !
(મહાજન ચીલઝડપે ‘ના’ કહેનારને પકડે.) ઃ તું ? ને તારી સાથે બીજા કોણ-કોણ હતાં ? ક્યાં છે એ વિનિપાત આવાહકો ? ક્યાં છે એ ભ્રષ્ટ અને વિધ્વંસક પરિબળો ? તમામને શિક્ષા થાય તે કરતાં જે નાફરમાની આદરે છે તે જાતે કબૂલે અપરાધ.
(સહુ આમતેમ આંગળી ચીંધે પણ કોઈ ચોક્કસ દિશાને અભાવે મહાજન મૂંઝવણમાં)
મહાજન ઃ (મુક્કી પછાડી, ઘાંટો પાડી) બંધ કરાવી દઈશ તમારા ખેલ, સમજો છો શું તમે ? ફટવી મૂક્યા છે તમને, આજથી બધું બંધ. ને તમે, પેલા લેખક મહાશયને કહું છું, તમે કોની પરવાનગી લઈને મંદિર સાથે સંકળાયેલી પ્રથાને જાહેરમાં ઉછાળી ? ને ઓ પેલાં બહેન, તમે પાછળ જાવ. તમારે ક્યાંયે નથી જવાનું. વિદેશ જઈને દેશ માટે ભચડી આવો છો જે ફાવે તે !
એક મંદ અવાજ : પણ હે મહાનલ ! આપણે તો મૌલિક વિચારોના સ્ફુિલ્લંગો ! વૈચારિક ક્રાંતિનાં બીજ, નિરામય વિરોધ તો સમાજના આરોગ્ય માટે અનિવાર્ય, એવું નહીં ? તે વિના આપણી સમૃદ્ધિ શી રીતે સચવાશે ?
મહાજન ઃ તમે તમારું માથું સાચવો. સંસ્કૃિતની રક્ષા માટે તત્પર એવાં સૈન્યો વાઢી નાખશે તો શું કરશો ? પેલા લેખક હૉસ્પિટલમાં છે, તે બીજા એક તો હવે કલમ પકડવાના નથી ક્યારે ય, એટલે જે બોલો તે જરા વિચારીને બોલજો ! સંસ્કૃિત તમારી ચિંતાનો વિષય નથી. ગંદીગોબરી ફિલ્મો જોવી છે અને વાત કરવા નીકળ્યા છો સંસ્કૃિતની ! દેશની આબરૂના ધજાગરા કરવા છે ?
એક સ્પષ્ટ અવાજ : પણ સર, ગોબરી તો પેલી ઘટના હતી, ફિલ્મ તો પછી બની, મૂળ ઘટના અંગે …
મહાજન ઃ ચૂપ ! એકદમ ચૂપ ! છે ને કોરટકચેરી ? મળશે ન્યાય બધાંને, તમે તમારું સંભાળો, ને કહીએ એમ કરો, સહુ સારાં વાનાં થશે. ચાલો, પોતપોતાની જગ્યાએ જતાં રહો. મૌનથી સંસ્કૃિતની રક્ષા જેટલી થાય, એટલી બીજી કોઈ રીતે નથી થતી, એ સુવર્ણ અક્ષરે લખેલું સૂત્ર વીસ વાર લખી લાવો, ચાલો, બેસી જાવ સહુ.
સમુદાયમાં પાંચ-છ જણ : નો સર, અમે આ નથી માનવાનાં. આવી અનુદાર અને સહિષ્ણુવૃિત્તને અમારું સમર્થન નથી, અમે જીવને જોખમે પણ …
મહાજન ઃ ભલે, સૂત્રધાર, આ સજ્જનો-સન્નારીઓને પેલાં ટોળાંઓની તસવીરો દેખાડો …
સૂત્રધાર ઃ કયાં ટોળાં, મહાનુભાવ ? લેખકને તાણી ગયા તે, કે ચૅનલ પર બૉમ્બ ફેંક્યો તે, કે પછી પેલાં …
(પડદો)
સૌજન્ય : ‘તિર્યકી’, “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 20
![]()


કોઈ પણ સર્જકના સર્જનની મૂલવણી તેના અંગત જીવન અને વિચારોની દૃષ્ટિએ કરી શકાય? હાલ યુરોપમાં ફરી એકવાર આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. યુરોપ અને ખાસ કરીને ફ્રાંસના કેટલાક જૂથો ૨૦મી સદીના મહાન આર્કિટેક્ટ લ કોર્બુઝિયર(લા કોર્બુઝિયર કે લ કોર્બુઝિયે ઉચ્ચાર પણ કરાય છે)નું બધું જ સર્જન નકામું હોવાથી તેને ફગાવી દેવાનું કહી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે, પાઠયપુસ્તકોમાંથી લ કોર્બુઝિયરની મહાનતાની વાતોનો છેદ ઉડાવી દેવો જોઈએ તેમ જ જાહેર સ્થળોએ અપાયેલું તેનું નામ પણ રદ્દબાતલ કરવું જોઈએ. આ પાછળનું કારણ છે, લ કોર્બુઝિયરના અંગત જીવન પર પ્રકાશિત થયેલાં બે પુસ્તકો. પહેલું પુસ્તક છે ઝેવિયર દ જર્સી નામના પત્રકાર-લેખકનું 'લ કોર્બુઝિયર, અ ફ્રેંચ ફાસિઝમ' અને બીજું પુસ્તક છે ફ્રેન્કોઇઝ ચેઝલિનનું 'અ કોર્બુઝિયર'.



ચેાથો વાંદરો આજકાલ વિવિધ પક્ષીઓની સાથે વાર્તાલાપ કરવામાં મશગૂલ છે. ઉનાળાની મધુર અને મહેકતી કો’ક સવારે તેને બુલબુલ અને કાબરનો સંવાદ સંભળાય છે. કાબર બધાને હુકમના સ્વરે કહે છે, લેણમેં ખડે ર્યો – લેણમેં ખડે ર્યો અને બુલબુલ કહે, હાલ્યા જાવ, હાલ્યા જાવ. પેલો દરજીડો તો આખો વખત આ બહુ મોટું છે અને આ બહુ લાંબું છે, તેની જ રટ લગાવી રહ્યો હોય છે. હોલા તો ‘પ્રભુ તું – પ્રભુ તું’ કરતાં હોલીની પાછળ પૂરા ઠાઠ સાથે ફરતા રહે છે. તેણે ગરમાળાના ઝાડ તરફ નજર દોડાવી. આ એક જ વૃક્ષ સ્વચ્છતા – અભિયાનમાં માનતું હોય તેમ જણાયું. ઉનાળો આવે અને નવી સીઝન શરૂ થાય તે પહેલાં બધાં જ જૂનાં પાંદડાં તે ખંખેરી નાંખે છે. બસ નવા નાકે જ દિવાળી કેમ કરાય તે તો કોઈ આ અમલતાસ પાસેથી શીખે. આજી ફેરા પેલા બિનમોસમ વરસાદ અને ઓલાવૃષ્ટિને કારણે ફૂલોનાં ઝુમ્મરો બેસવામાં મોડું તો થયું હતું. પરંતુ ભમરા અને લાવરીનાં જોડાં તેની આજુબાજુ આંટા મારતાં થઈ જ ગયેલાં. આ બધા જીવોનું આ જ સુખ : સરકારી રાહત આવે તેની રાહ જોવાની જરૂરત જ નહીં.