
વિજયભાઈ આચાર્યે આ તસવીર એમના એક મિત્ર વિપુલભાઈની ફેઇસબૂક વોલ પરથી લીધી છે. તે અહીં સાભાર પ્રસ્તુત. આ તસવીર જોઈને સ્ફૂરેલું કાવ્ય :
આજ દિવાળી, કાલ દિવાળી
ઘરમાં છે પણ બોલતાં નથી,
દિવેલ છે પણ પૂરતાં નથી,
એરિયું મેરિયું દિવાળીનું પેરિયું ……..
આજે તો દિવાળીનો લાગો લેવાનો હતો ને
શેઠાણીનાં છોકરાંને એમની
આનબાનશાન વધે તેવાં ગાણાં ગાવાનાં હતાં.
માએ પકડાવી દીધેલાં આ ફૂલોના ગજરા
કોઈ શેઠાણીના અંબોડાની શાન બને એવી
આશમાં આ નિંદરડી કયાંથી આવી લાગી!
આજે
બાપુ ફટાકડા ને મીઠાઈ લાવે,
મા પૂરીઓ તળે, બેના રંગોળી પૂરે
અને
અમે એરિયાંમેરિયાં ગાઈને ગામ ગજવીએ
એવી આશા કયાં ઊડી ગઈ?
લે, એને પકડી લીધી!
જો તો ખરો!
પેલો ઘેલો માણસ બધાં ગજરા લઈને
એની માશૂકાને મનાવી રહ્યો છે!
એણે આપેલી આ સોની નોટ
વખતે
ઘરમાં દીવો પ્રગટાવશે.
કદાચ શીરો પણ બને!
તનકતારાનો અજવાસ દિલને પણ અજવાળે!
મા, બાપુ ને બેન સાથે કદાચ સાલ મુબારક થઈ જાય!
અરે!
આ કોણ જગાડે છે મને?
લઈ લો શેઠ, લઈ લો આ ગજરા,
આ તો રહી ગયા હાથમાં જ,
કોઈ છે કે મારી દિવાળી ઝળહળ કરે!
![]()


ગયા નાણાકીય વર્ષમાં, દેશની જનતાએ ૨૭,૩૨,૯૦૩ લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં કર કે બીજાં સ્વરૂપમાં જમા કરાવ્યા હતા, જેને સરકારની મહેસૂલી આવક કહેવામાં આવે છે. આની સામે એટલી જ રકમ અને કદાચ એનાં કરતાં ઘણી મોટી રકમ છેલ્લાં દસ વરસમાં દસથી પંદર હજાર લોકો બેંકોમાંથી મારી ગયા છે. સરકારને થયેલી મહેસૂલી આવક સિવાયના બાકીના આંકડા હું અહીં આપી શકવાની સ્થિતિમાં એટલા માટે નથી કે સરકાર એને છૂપાવે છે. દાખલા તરીકે સ્ટ્રેસ્ડ એસેટની સરખી વ્યાખ્યા કરવામાં આવતી નથી, અને બેંકો તેને છૂપાવી ન શકે એવી જોગવાઈ કરવામાં આવતી નથી, એટલે આનો કોઈ તાળો જ મળી શકે એમ નથી. તમે જે કોઈ કલ્પના કરો એ ખોટી ઠરાવી શકાય છે.