જરાક
કાન સરવા કરી સાંભળો
મારા સાહેબો.
શહેરને સુવિધાઓ આપનારા
ગામડિયા મજૂરિયા માણસની લાશની ચીસો!
એ ઘરે જવા નીકળેલા
પણ અધવચ્ચે
રોકાઈ ગયા છે
સાપ જેવી સડકો પર એમના શ્વાસ
ને એમની નહીં સળગાવેલી
લાશો
પાડે છે ચીસો
રોટી, કપડાં, મકાન
માનસંન્માન
કદાચ મળ્યાં હોત એમને એક વાર!
આ પ્રજાતંત્ર
આંધળું તો હતું જ
અચાનક કોરોનાના કહેરને કારણે
બહેરું પણ થયું છે.
હવે કોઈ આ પ્રજાતંત્રની
જીભ કાપી લે તો સારું
કોઈ કોઈના મનની વાત કહે જ નહીં
સમગ્ર દેશ બની જાય
બાપુના ત્રણ વાંદરા !
શ્રમિકોના
શોષણને જોવું નહીં
એમની ચીસો સાંભળવી નહીં
ને એમના પક્ષમાં બોલવું નહીં
આખું વિશ્વ બની જાય
હોમો સેપિયન્સ
એટલે કે
વાંદરા !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 મે 2020
![]()


પ્રાણીચિકિત્સા(વેટરિનરી)માં માસ્ટર્સના અભ્યાસ માટે હું થોડા મહિના પહેલાં આસામ આવી, ત્યારે મને ખ્યાલ નહીં કે માનવજાત માટે સદીની સૌથી મોટી આફત ગણાવાયેલા કોવિડ-૧૯નો સામનો મારે ઘરેથી દૂર રહીને કરવાનો આવશે. છેલ્લા દોઢેક મહિનાથી હું દેશના એક ખૂણે ગૌહત્તીમાં આવેલી મારી હૉસ્ટેલના રૂમમાં સહીસલામત બેઠી છું. સલામત જ વળી. કેમ કે, ઇશાન ભારતનાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાતમાંથી ચાર રાજ્યો કોવિડ-૧૯ મુક્ત છે—અને કેમ ન હોય? કાતિલ સચ્ચાઈ ધરાવતી એક ટિપ્પણી વાંચી હતીઃ ‘બાકીના દેશે તો ઇશાન ભારત સાથે પહેલેથી જ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખ્યું?’