"સાહેબ, એક જબ્બર આઇડિયા છે. આ આફત છે, પણ એને આપણે અવસરમાં ફેરવી શકીએ એમ છીએ."
"આપણે અંદરોઅંદર જુમલા ફટકારવા પડે એ હદે સ્થિતિ કથળી ગઈ છે?"
"ના, સાહેબ. સૉરી. મને થયું કે આપણે આ કોરોનાને લગતા ખાસ સિક્કા બહાર પડાવીએ તો કેવું? એમાં એક બાજુ વાઇરસનું ચિત્ર હોય અને બીજી બાજુ …"
"બ્રિલિયન્ટ! આ મને કેમ ન સૂઝ્યું?"
"સાહેબ, મને પહેલેથી હિસ્ટ્રીમાં બહુ રસ. તો પેલા એક બાદશાહે કંઈક આવું જ કરેલું. રાજધાની બદલેલી ને સિક્કા ય પડાવેલા. તો મેં'કુ આપણાથી કેમ ન થાય?"
"સાહેબ, વધુ એક આઇડિયા. આપણે એક જબ્બર ફેસ્ટીવલ યોજીએ. એનું નામ જ 'કોરોના પરાજય ઉજવણી મહોત્સવ' રાખવાનું. બધી ભાષાઓમાં એનાં બેનર ચીતરાવવાનાં."
"પછી?"
"સાહેબ, તમેય શું મશ્કરી કરો છો! પછીનું તો બધું લોકો જ ઉપાડી લે ને.”
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 જૂન 2020
![]()


અમદાવાદમાં કોરોનાના કેસ ઓછા થવાનું જરા ય નામ જ નથી લઈ રહ્યા! પરિણામે કોરોનાને નિયંત્રણમાં લાવવા નવી ટીમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર પણ નિયુક્ત કરાયા. નવી ટીમે અમદાવાદને ૭મીથી ૧૫મી મે સુધી સંપૂર્ણ લૉક ડાઉન હેઠળ જાહેર કર્યું. દૂધ અને દવાની દુકાન સિવાય કંઈ જ ખુલ્લું રાખવાની પરવાનગી નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજના મુજબ એ એક અઠવાડિયામાં શાકભાજીના ફેરિયાઓ અને કરિયાણાની દુકાનના દુકાનદારોના કોરોના ટેસ્ટ કરીને તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યાં, જેથી કરીને તેમનામાંથી કોઈ કોરોના સંક્રમિત હોય તો તેમને 'સુપર સ્પ્રેડર' બનતા અટકાવી શકાય.
સદીમાં એકાદ વાર આવે એવી મહામારી અને એવા અસાધારણ સંજોગોમાં લેવાયેલા લૉક ડાઉનના નિર્ણયથી ભારત જેવા દેશનાં ચક્રો ચાલતાં બંધ થઈ ગયાં. આટલા લાંબા સમય સુધી દેશભરમાં રેલવે બંધ રહી હોય એવું અગાઉ ભાગ્યે જ બન્યું હશે. દેશવાસીઓના મોટા હિસ્સાએ જાણે નજરકેદ વેઠવાની આવી — ભલે તેનો આશય પોતાની ને કુટુંબની સલામતીનો હતો. છેલ્લા થોડા વખતથી તબક્કાવાર લૉક ડાઉનની સાંકળ ઢીલી કરાઈ રહી હતી હતી, છેવટે આજથી જાહેર પરિવહન, એસ.ટી. બસ અને સિટી બસ શરૂ થઈ છે. કેટલીક ટ્રેનો પણ. આટલા લાંબા સમયથી જકડાયેલાં સૌને મુક્તિનો આનંદદાયક અહેસાસ લાગશે. જૂજ કન્ટેઇન્મેન્ટ ઝૉનમાં પણ આખો વિસ્તાર આવરી લેવાને બદલે તેમને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે, મર્યાદિત પેટાવિસ્તાર પૂરતા ચાલુ રખાયા છે.