ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્તતા ઝૂંટવી લઈ સરકારી બનાવી દેવાયેલી ગુજરાત સાહિત્ય અકાદમી 'શબ્દસૃષ્ટિ' નામનું સામાયિક ચલાવે છે.
આ સામયિકના જૂન-૨૦૨૧ના અંકમાં પૃષ્ઠ ૮૯ પર “ના, આ કવિતા નથી, 'કવિતા'નો અરાજકતા માટેનો દુરુપયોગ છે …" એવા મથાળા હેઠળ એક લખાણ છપાયું છે, જે લખનારનું નામ લખવાની અનિવાર્ય જવાબદારી બાજુ પર મૂકીને લખાયું છે જેને કોઈપણ સરકારી કામકાજની દૃષ્ટિએ અનૈતિક, ગુનાહિત અને જોખમી પ્રવૃત્તિ ગણવી રહી.
વળી કોઈ ચોક્કસ કવિતા વિશે કોઈ લેખક પોતાનાં નામ સાથે પોતાના વિચારો મૂકે, ટીકા કરે, વખોડે એ તો સહજ સ્વીકાર્ય વાત છે જ. તંદુરસ્ત લોકશાહીમાં ટીકા ટીપ્પણ, ચર્ચા, ખંડન-મંડન તો એનાં પ્રાણરૂપ છે.
પરંતુ અહીં કોઈ પણ ચોક્કસ કવિતાનો ફોડ પાડ્યા વિના, કવિનું નામ પણ લખ્યા વિના, તેના વિશે મોઘમમાં ટીકા ટીપ્પણ કરી છે અને જે તે કવયિત્રી ભૂતકાળમાં અકાદમી દ્વારા લાભાન્વિત (ઉપકારદર્શક) કરાયાં છે તેવો વિશેષ ઉલ્લેખ કરાયો છે.
આ કવિતા ખરાબ છે પણ કવિ સારાં છે, એવું હાસ્યાસ્પદ વિધાન કરી, કવિઓએ શું ન લખવું અને શું લખવું એવા ઇશારા દ્વારા સત્તાવાહી કલમે ૧૯૭૫ના કટોકટીકાળ – ઈમરજન્સીને યાદ અપાવે એવી પરોક્ષ ધમકી ગુજરાતના કવિઓ, સાહિત્યકારોને આપવાનો અહીં પ્રયત્ન થયો છે (૧૯૭૫ના કટોકટીકાળમાં, છાપાં- સામયિકોનાં લખાણ માર્ગદર્શિકા પ્રમાણે સરકારી બાબુઓ પાસે મંજૂર કરાવવાનાં રહેતાં.) જે સર્વથા વખોડવા લાયક અને ગુજરાતી સર્જકોનાં સ્વાતંત્ર્ય અધિકારનો મૃત્યુઘંટ વગાડવા સમાન અને કલમ પર હથોડા ઠોકવા સમાન છે.
ખાસ તો, આ કવિતાએ દેશ વિરોધી, વિઘાતક, 'લિટરરી નક્સલ', દેશમાં અરાજકતા ફેલાવવા મથતાં તત્ત્વો, જેવાંઓને પ્રોત્સાહિત કર્યાં છે અને તેઓ બધાં આ કવિના ખભે બંદૂક મૂકી, ફોડીને દેશ વિરોધી કૃત્ય કરી રહ્યાં છે, એવો આક્ષેપ કરીને લોકશાહી ઢબે સર્જનકાર્ય કરી સાંપ્રત સમાજનો અવાજ બનનારા લેખકો અને કવિતાના લાખો ભાવકો તરફ ઉશ્કેરણીભર્યું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન જે તે નનામા લેખકે કર્યો છે તે અત્યંત આઘાતજનક છે. અને ગરવી ગુજરાતી સાહિત્યની પરંપરાનું ગળું દબાવતાં, લોકશાહી માળખામાં કામ કરતી આ સરકારી સંસ્થાએ લોકહિત વિરુદ્ધ જે પ્રથા ઊભી કરવાના દરવાજા ખોલ્યા છે તે જોખમી અને ફાસીસ્ટ વલણ ધરાવે છે, જેને અમે સૌ વખોડી કાઢીએ છીએ.
લોકશાહી પરંપરામાં કવિતા લખવી અને કવિતા દ્વારા સમાજના પ્રહરી બનવું, સાંપ્રત ઘટનાઓનું ખંડન-મંડન કરવું, સત્તા ઉપર બેઠેલાઓનાં પગલાં કે નિષ્ક્રિયતાને કલમ દ્વારા વખોડવી એ પણ તંદુરસ્ત લોકશાહીનો હિસ્સો છે એવું અમે માનીએ છીએ. હમણાં જ ગયા અઠવાડિયે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જે મહત્ત્વની વાત કહેવાઈ છે કે 'સરકારની ટીકા કરવી એ રાષ્ટ્રદ્રોહ નથી’, તેને અહીં યાદ કરી ગુજરાતી ભાષા અને ગુજરાતને લાંછનરૂપ આ લખાણ પાછું ખેંચાય તેવી અપીલ અમે 'શબ્દસૃષ્ટિ'ના તંત્રી, અકાદમી અધ્યક્ષ અને ગુજરાત સરકારને કરીએ છીએ.
અનિલ જોશી, અભિજિત જોશી, અભિજિત વ્યાસ, અદિતિ દેસાઈ, અમિત દવે, અમિતા શાહ, અમિતાભ મડિયા, અમૃત ગાંગર, આનંદ પંડ્યા, અશ્વિન કારીયા, આતિશ ઇંદ્રેકર છારા, આનંદવર્ધન યાજ્ઞિક, આનંદ મઝગાંવકર, ઇલા જોશી, ઇન્દિરા હિરવે, ઇશ્વરસિંહ ચૌહાણ, ઇલિયાસ શેખ, ઉર્વીશ કોઠારી, ઉત્તમ પરમાર, ઉત્પલા દેસાઈ, કબીર ઠાકોર, કલ્પના સુતરિયા, કરતારસિંહ, કલ્પેશ દલાલ, કમલ વોરા, કમલેશ ઓઝા, કાનજી પટેલ, કિરણ ત્રિવેદી, કિશોર ગૌડ, કિરણ ચૌહાણ, કેતન રૂપેરા, કૌશિક અમીન, કૌશિક મહેતા, કુસુમ ડાભી, કુસુમ પોપટ, ગાલા જોશી, ગાર્ગેય ત્રિવેદી, ગૌરાંગ જાની, ગુલામ મોહમ્મદ શેખ, ઘનશ્યામ શાહ, ચંદુ મેહરીયા, ચિનાર શાહ, જાગૃત ગાડિત, જગદીશ પટેલ, જતીન શેઠ, જયંતિ પટેલ, જયશ્રી સોની, જયેશ દુધરેજીયા, જીગ્નેશ મેવાણી, જોસેફ મેકવાન, જ્યોતિ ભટ્ટ, ઝરણા પાઠક, ઝાકિયા સોમન, ડંકેશ ઓઝા, તખુભાઇ સાંડસુર, તન્મય તિમિર, તિમિર અમીન, દક્ષિણ છારા, દેવ દેસાઈ, દિપક દોશી, દીવાન ઠાકોર, દિલીપ ધોળકિયા, દિપ્તી જોશી, દિવ્યશા દોશી, દુર્ગેશ મોદી, દ્વારિકાનાથ રથ, નફીસા બારોટ, નટુભાઇ નિમ્બાર્ક, નટુભાઇ પરમાર, નટવર ગાંધી, નેહા રાવલ, નેહા શાહ, નિખિલ ગાંધી, નિર્ઝરી સિંહા, પ્રકાશ ન. શાહ, પલ્લવી ગાંધી, પંચમ શુક્લ, પંકિત દેસાઈ, પન્ના ઇરેસ્મસ, પન્ના નાયક, પાર્થ ત્રિવેદી, પરસીસ જિનવાલા, પ્રબોધ પરીખ, પ્રફુલ્લ રાવલ, પ્રતિષ્ઠા પંડ્યા, પ્રવીણ પંડ્યા, પ્રીતિ સેનગુપ્તા, પ્રસાદ ચાકો, ફ્રાન્સિસ પરમાર, બાબુ સુથાર, બારીન મહેતા, બિનીત મોદી, બીના જાદવ, બિંદુ પ્રસાદ, બિપિન પટેલ, બિપિન શ્રોફ, ભાનુભાઇ પુરોહિત, ભરત મહેતા, ભાર્ગવ ઓઝા, ભાવિક રાજા, ભાવના રામરખિયાણી, માધવી દેસાઇ, મધુભાઇ ભાવસાર, મધુસૂદન વ્યાસ, મહાશ્વેતા જાની, મહેશ યાજ્ઞિક, મલ્લિકા સારાભાઇ, મનહર ઓઝા, મણિલાલ ગાલા, મનીષી જાની, મંજરી મેઘાણી, મીનાક્ષી જોશી, મહેબૂબ દેસાઇ, મેહુલ દેવકલા, મેહુલ મંગુબેન, મિકી દેસાઇ, મીનલ દવે, મોહન ત્રિવેદી, યજ્ઞેશ દવે, યશવંત મહેતા, યોસેફ મેકવાન, રજની દવે, રાજા પાઠક, રમણ સોની, રમેશ બાપોદરા, રમેશ ઓઝા, રમેશ સવાણી, રામસાગર પરિહાર, રાજેશ ઠાકર, રાજુ પટેલ, ઋતા શાહ, રીતિ શાહ, રોહિત પ્રજાપતિ, રુચિર જોશી, રૂપા મહેતા, રૂપાલી બર્ક, લાલુભા ચૌહાણ, ડો. વિજય મહેતા, વજેસિંહ પારગી, વર્ષા ગાંગુલી, વીણા પંડ્યા, વૈભવ કોઠારી, વિપુલ કલ્યાણી, શરીફા વિજળીવાલા, શીબા જ્યોર્જ, શેફાલી બલસારી શાહ, સલિલ ત્રિપાઠી, સમીર ભટ્ટ, સમિક્ષા ત્રિવેદી, સંધ્યા ભટ્ટ, સંજય ભાવે, સંજય છેલ, સંજીવ શાહ, સાહિલ પરમાર, સિદ્ધાર્થ ગુજરાતી, સૌમ્યા બલસારી, સુભાષ જોશી, સુધીરચંદ્ર, સુખદેવ પટેલ, સુમન શાહ, સ્વાતિ દેસાઇ, સ્વાતિ ગોસ્વામી, સ્વાતિ જોશી, સરૂપ ધ્રુવ, હાજીભાઇ બાદી, હનીફ લાકડાવાલા, હરીશ મંગલમ, હર્ષ બ્રહ્મભટ્ટ, હેમંતકુમાર શાહ, હેમંત શાહ, હિરેન ગાંધી, હિમાંશી શેલત.
![]()


નીવડ્યો. આવી પ્રતીતિ ભાવક માટે સર્વથા પરિતોષની અનુભૂતિ લઈને આવે અને એ પરિતોષ ભાવકની શ્રદ્ધાની પુષ્ટિ કરાવનાર નીવડે છે.
એમ કહેવામાં આવતું કે તું ગઝલ સિવાય બીજું પણ લખ. મારાં થોડાંક કાવ્યો ‘કુમાર’માં, થોડાંક ‘નવનીત-સમર્પણ’માં પ્રગટ થયેલાં છે, જેને ભજનની પરંપરા કે ગીતની પરંપરા સાથે જોડી શકાય. પણ વચ્ચે એક એવો સમયગાળો આવ્યો કે હું લગભગ પાંચેક વર્ષ સુધી સંપૂર્ણ મૌન થઇ ગયો. અને સંપૂર્ણ મૌન એટલે વિચારો પણ નહીં, બધા જ વિચારોથી મુક્ત. કોઈ એને રાઈટર્સ બ્લોક કહે છે, પણ એવું પણ નહોતું. હું મારું રોજિંદુ કામ કરું, પણ મને એવું ન લાગે કે મારે કોઈ વિચારોની જરૂર છે. ધીરેધીરે મને એવું લાગ્યું કે હવે જીવનમાં હું ક્યારે ય લખી નહીં શકું. મિત્રોને એવું લાગ્યું કે આ બોલતો પણ ઓછો થઇ ગયો છે. પણ એ પાંચ વર્ષ પછીના ગાળામાં મેં ઓચિંતા કાવ્યો લખ્યાં. પછી બસ કાવ્યો લખાતાં ગયાં. એ કાવ્યોની વાત જુદી હતી, મને ત્યારે એવું થયું કે મારાં કાવ્યો ભક્તિ માર્ગ તરફ જઈ રહ્યાં છે. પણ ભક્તિ માર્ગની એક વિશેષતા હું જાણતો હતો, કે આ ઉપનિષદ પરંપરાને લીધે બધા બહુ ઝળહળ ઝળહળ લખે છે, એનાથી મને પૂછવાનું મન થાય કે આવો કંઇક અનુભવ છે ખરો? અનહદ શબ્દ વાપર્યો છે પણ અનહદ શું છે એ ખ્યાલ છે ખરો? આવો પ્રશ્ન મને થાય, કારણ કે મને તો એવો કશો અનુભવ થતો જ નહોતો. અને કોઈક અનુભવ થાય તો એ કાલ્પનિક પણ હોઈ શકે. એ સમયમાં મને ઉપનિષદ મદદરૂપ થયું. એ સમયે સદગુરુની પરંપરા મને મદદરૂપ થઇ. ખ્યાલ આવે છે કે ભક્તિનો આવેશ પણ હોય છે અને ભક્તિનો પ્રવેશ પણ હોય છે. લાકડા પર ઉકળતું પાણી જોયું હશે, એ પાણીની અંદર સહેજ પણ હાથ નાખીએ તો દાઝી જવાય, ચામડી નીકળી જાય. આ અગ્નિનો પાણીમાં આવેશ હોય છે કારણ કે એ પાણી પાછું ઠરી જાય પછી એમાં હાથ નાખો તો કશું નથી હોતું. અમુક સમયે બહુ ઊંચી અવસ્થા છે એવું લાગ્યા કરે અને પછી ફરી ત્યાંથી નીચે ઉતરીએ ત્યારે આપણે સાવ સામાન્ય કક્ષાના માણસ કરતાં પણ ઉતરતાં એવા થઇ જઈએ. તો એ ભક્તિનો આવેશ છે. પણ લાકડું જે સળગાવ્યું છે એમાં જ્યારે અગ્નિનો પ્રવેશ થાય છે ત્યારે લાકડું અંગારો બની જાય છે અને એ જ અંગારો પછી ભસ્મ બની જાય છે. આ અગ્નિનો પ્રવેશ છે. આ આખું રૂપાંતર થઇ ગયું, મનનું. જો ભક્તિ એ મનનો અવેશ જ હોય, એનાથી મનનું રૂપાંતર ન થતું હોય તો કવિતાઓમાં ઝળહળ ઝળહળ લખવાનો બહુ અર્થ નથી, આવું હું સ્પષ્ટપણે માનું છું. મજાની વાત કેવી છે કે એને લીધે બે-ત્રણ વર્ષની અંદર લગભગ પ૦૦ જેટલી કવિતાઓ લખાઈ ગઈ. એ સમયમાં મેં અગાઉ કહ્યું તેમ વિચારો બંધ થઇ ગયા હતા. એ દરમ્યાન હું ખૂબ ફર્યો. મેં હિમાલયની યાત્રાઓ કરી, જંગલોમાં ફર્યો. મેં બીજી અંદરની યાત્રા પણ શરૂ કરી, વાંચતો ગયો. અને જે કાવ્યો આવ્યાં, એમાંનાં એક કાવ્યની વાત કરું તો મને એમ થયા કરતું હતું કે આ કોઈ ચાલીને જાય છે, આ પગપાળા જવાનો અર્થ શું છે? કોઈ ભજન કરતું હોય તો મને એમ થાય કે આ ભજનનો અર્થ શું છે? કોઈ શીર્ષાસન કરતું હોય, યોગમાર્ગી હોય, એને મને પૂછવાનું મન થાય કે પેલો માંહ્યલો તો અંદર બેઠો છે અને તું આ શરીર શું કરવા તોડે છે? આ બધાએ મને કેડીઓ બતાવી અને આ કાવ્યો આવ્યાં. એમાંની એક કવિતાની કડી કહીશ તો તમને મજા આવશે. 'આ તો કેવળ વિધિ રે મનવા ભરચક મન ખાલી કરવાની, સિદ્ધાસન કે પદ્માસન કે જપ-તપ પૂજા-પાઠ, કળથી બળથી ઉકેલવાની જેની જેવી ગાંઠ, ભજન મહી પણ ભટકે સઘળે, તારે શું તાળી કરવાની? આ તો કેવળ વિધિ રે મનવા ….. ધૂપ, દીપ, આરતિ નૈવેદ્ય ચંદન, ચોખા ને ગંગાજળ, ખૂણે ખૂણેથી બાવળ જાળાં કાઢીને થઇ જાવું નિર્મળ, મબલખ કાંટા તોયે બોરડી શબરીને વ્હાલી કરવાની, આ તો કેવળ વિધિ રે મનવા ભરચક મન ખાલી કરવાની ……’ મહાવીર સ્વામીને નિર્ગ્રંથ કહ્યા છે. આપણે નિર્ગ્રંથ થવાનું છે. ગ્રંથિઓ છૂટે એ કરવાનું છે. આવાં કાવ્યોનાં દસ પુસ્તક પ્રગટ થયાં એને મેં ‘કાવ્ય-સત્સંગ’ નામ આપ્યું છે. કાવ્યમાં અધ્યાત્મ, અધ્યાત્મમાં કાવ્ય. તો મારાં કાવ્યનું સ્વરૂપ આમ બદલાયું. 
ઉત્તર : નથી સંકળાઈ શકાતું. દુનિયાદારીની દૃષ્ટિએ બહુ ગણતરીબાજ હોવું જોઈએ, બહુ કુશળ, વ્યવહારદક્ષ હોવું જોઈએ, એ રીતે નથી થવાતું. પણ જતે દિવસે દુનિયા આપણને સમજી જાય છે કે આની જોડે ગણતરીથી વાત નહીં કરવી. ક્યારેક અમસ્તા રડવા બેસી જવાય, ક્યારેક સાવ ખાલી થઇ જવાય, ક્યારેક સારા સારા અનુભવો થાય એને પણ કેમ યાદ ન કરીએ? પણ આમ ઉપાસક તરીકે મને દુનિયાદારીમાં ફાવતું નથી, જરઠ વાતોમાં ફાવે નહીં, દુનિયાદારીના રિવાજો પાળવા ફાવે નહીં. મને લાગે છે કે મને પરમ ચૈતન્યએ આ ભૂમિકા ભજવવાની કહી છે, એટલે આ ભૂમિકા ભજવું છું. 
૨૦૦૭માં ધર્મશાલામાં દલાઈ લામાને મળવાનો અવસર મળ્યો ત્યારે તેમણે અમને કહ્યું હતું કે, “મારી જિંદગી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે ઊંધી ગણતરી (કાઉન્ટડાઉન) ચાલી રહી છે. મને ખબર નથી કે પહેલાં મારી જિંદગીનો અંત આવશે કે પછી ચીની સામ્યવાદી સરમુખત્યારશાહીનો.’ મેં તેમને કહ્યું હતું કે અત્યારે વિશ્વસમાજનો મિજાજ જોતા તમે ચીનમાં લોકશાહી જોઇને જશો એની મને ખાતરી છે.
મુસલમાનો લોકશાહીની માંગણી સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા. તેમને બંધારણીય રાજ જોઈતું હતું. તેમને કાયદાનું રાજ જોઈતું હતું. બીજા શબ્દોમાં કહીએ તો ત્યાની પ્રજાને બંધારણને, ન્યાયતંત્ર અને પ્રજાને જવાબદાર પ્રજાસત્તાક રાજ્ય જોઈતું હતું. ભારતમાં પણ ૨૦૧૧માં રાજ્યને વધારે જવાબદાર બનાવવા માટે આંદોલન થયાં હતાં એ તમને યાદ હશે.