શાસક ક્યારે શોષક બને
એનું કોઈ ગણિત નથી.
જાતરખોપા બાજુ પર મુકાય
કોઈનો ચહેરો ઓઢીને લોક બધું
રમતમાં જોતરાય,
આંખોમાં ટીવી પડદો આંજી
અંજાઈ જાય,
ફ્રેમમાં મઢાયેલાં દૃશ્યો
હકીકત મનાય,
ઇતિહાસની સચ્ચાઈને
અસતનો વરખ ચડાવી
સમસ્ત પ્રજાને ભરમાવાય
કશાં લેખાંજોખાં ના થાય.
શાસકને એની ખુરશી
અદકેરી અને કાયમી લાગે
શાસકની આ વરવી વર્તણૂંકને
રોકે
કે ટોકે
એ બધું ય વંઠી જાય
પછી બીજું શું થાય?
તો પણ
આ કંઈ ગણિત નથી
શાસકના શોષક થવાનું
એટલું જો સમજાય
તો …..
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 02
![]()


સપ્ટેમ્બર ૧૯૭૭માં હું ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં જોડાયો. ૨૭ વર્ષનો મારો દીર્ઘમાં દીર્ઘ અધ્યાપનકાળ ભાષાભવનમાં વીત્યો છે. લૅકચરર તરીકે જોડાયેલો. પછી રીડર થયો, વિભાગીય અધ્યક્ષ થયો, પ્રોફેસર થયો, પ્રોફેસર-ઇમેરિટસ થયો; વક્તા થયો, વિવેચક થયો, વાર્તાકાર થયો, વગેરે વગેરે જે કંઇ થયો, એ સારી પૅઠે અમદાવાદમાં થયો.
વડીલોમાં સૌથી વધુ કોઇ અમારે ત્યાં આવ્યું હોય તો તે ઉમાશંકર જોશી હતા.