મખમલ જેવું મન તીર્થ જેવી તપસ્યા,
ભક્તિ કેરી જ્યોત જલ બીચ કલિયાં.
જપી લે તું માનવ હરિ હરિ ઓ મનવા,
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રે પૂરણ મળિયા.
અંદર બહાર ફક્ત એક જ બ્રહ્મ છે,
ગગન મંડલ અલખ અલખ અખેડા સુનિયા.
અગ્નિ, પાણી પવન આકાશ ધરતી જી રે,
પાંચ તત્ત્વ લઈ ચૌદ બ્રહ્માંડ લોક પ્રકાશ્યાં.
મૂળ મહામંત્ર થકી ભક્તિ પંથ મહાધર્મ,
ભેદી ચાર વેદો મહાભક્તિનાં મૂળ જડિયાં.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


એક કેસમાં મુંબઈ હાઇકોર્ટે 16 માર્ચે એવો ચુકાદો આપ્યો છે કે માબાપ હયાત હોય એ કિસ્સામાં તેમની મિલકત પર દીકરો કોઈ હક કરી શકે નહીં. વાત એવી છે કે 2011થી, સ્મૃતિભ્રંશથી પીડાતા પિતાની તબિયત એટલી ખરાબ છે કે તે ઓક્સિજન સપ્લાય પર ટકેલો છે ને ખોરાક નળી વાટે ગ્રહણ કરે છે. કોઇની સાથે સંપર્કમાં રહી શકે એવી તેની સ્થિતિ નથી. તેને નામે મુંબઇમાં બે ફ્લેટ છે. આ સંજોગોમાં પત્નીએ અને તેની બે દીકરીઓએ પોતાને લીગલ ગાર્ડિયન નીમવા કોર્ટમાં અરજી કરી તો દીકરાએ એમ કહીને વાંધો ઉઠાવ્યો કે પિતાની મિલકત પર તેનો દીકરા તરીકે સંયુક્ત હક બને છે. કોર્ટે તેને પૂછ્યું કે દીકરા તરીકે તેણે પિતાની સારવારની કોઈ કાળજી લીધી છે કે પિતાને તે ડૉક્ટર પાસે લઈ ગયો છે કે તેની સારવારનો કોઈ ખર્ચ ઉઠાવ્યો છે? દીકરાએ હકની માંગણી કરતી વખતે તો એમ કહ્યું હતું કે તેણે છેલ્લાં થોડાં વર્ષોમાં પિતાની કાળજી લીધી છે, પણ કોર્ટના સોંસરા પ્રશ્નોનો દીકરો સામનો ન કરી શક્યો. દીકરાએ પિતાની સારવારના બિલો રજૂ તો કર્યાં, પણ તેની ચૂકવણી દીકરાએ નહીં, પણ તેની માતાએ કરી છે તેવું પુરવાર થયું. દીકરાએ એક પણ બિલ ચૂકવ્યું ન હતું. દીકરાના વકીલે એવો દાવો કર્યો હતો કે માબાપ ભલે જીવતાં હોય, પણ તેની મિલકતમાં દીકરાનો પણ સંયુક્ત હક લાગુ પડે છે. ન્યાયાધીશોને એ દલીલ એટલી અતાર્કિક લાગી કે તેનો કોઈ રીતે સ્વીકાર થઈ શકે નહીં એવું કોર્ટે કહ્યું. કોર્ટે ઠરાવ્યું કે માબાપની હયાતીમાં તેમની મિલકત પર દીકરાનો કોઈ હક બનતો નથી, એટલું જ નહીં, એ મિલકત પર દીકરાનો સંયુક્ત હક પણ લાગુ થઈ શકે નહીં. કોર્ટે બીમાર વ્યક્તિની પત્નીને તેમના સંયુક્ત બેન્ક ખાતાંને ઓપરેટ કરવાની અનુમતિ આપી ને બંને ફ્લેટ કોર્ટની સંમતિથી વેચવાની મંજૂરી પણ આપી.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં અપસેટ સર્જીને કાઁગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી (અને બીજા રાજ્યોમાં અદ્ધર ચાલી રહેલા ભા.જ.પ.ના રથને બે વેંત નીચો આણી દીધો), તે પછી અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાઓને બળ મળ્યું છે. એ સ્વાભાવિક પણ છે, કારણ કે દિલ્હી જેવા અડધા રાજ્યમાં અડધી સત્તા ભોગવતી આપની સુશાસનની ક્ષમતામાં વિશ્વાસ મૂકીને પંજાબની જનતાએ આખું રાજ્ય આપી દીધું એ જેવી તેવી સફળતા નથી.