માણસ જેવો માણસ થઈ, હોલા માફક ફફડે,
મોઢે કંઇ બોલે નહિ ને મનમાં મનમાં બબડે.
ઊઠ, ઊભો થા કઈં નહીં, દર્પણ સામે તો બોલ,
મળશે રસ્તો એમાંથી પણ, મનમાં કાં સબડે!
થઇ ને છેવટ થાયે શું ? એ તો કહે મારા મન,
ડર જે છે ને! એ જ તો! વારે વારે કરડે.
એં એં એં એં, ગેં ગેં ફેં ફેં શું કરે છે ભઇલા!
છો સાચો? તો મોઢે કે' શાને મનમાં સબડે.
ચિંતા મૂકી, દિલથી કહી દે! જે કહેવું હો તે,
સત્યનો સિક્કો તો સાચા સોના માફક ચમકે.
(મહુવા)
e.mail : mriyazlangda@gmail.com