આખી દુનિયાને; એક ખૂણો નિરાંતનો બસ છે,
હો ભલે જગતનાં સુખ તમામ નિત્ય ખ્વાબમાં.
આ જિંદગી કેવી ઉતાવળથી જીવાતી જાય છે,
યુગયુગોની ક્ષણ ગણું છું ફજરની નમાઝમાં.
કિંતુ હજી ય દિલચસ્પ છે મનોરમ્ય જીવનની કથા,
ચશ્માં જેવી આંખથી વાંચે અનેક નકશા નકાબમાં
ૐ તત્સત્ સ્વયંભૂ જેમાંથી પત્રકમળ ખીલેલાં,
બહાર અંદરથી એક જ નકશો સફરના માર્ગમાં.
હું જર્જરિત છું ને સઘળા બંધનથી મુક્ત છું,
હળવો ફૂલ બની ફરું છું; ચમનની ફૂલછાબમાં.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()



આ વખતના 'સાર્થક જલસો'માં હું કોમવાદી બનવામાંથી કેમ બચ્યો તે વિશે લખવાની ગણતરી હતી. પરંતુ એ અરસામાં પાંચ વિધાનસભાનાં પરિણામ આવ્યાં. તેના પગલે ગુજરાતમાં આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ભીંત પર ચીતરાઈ ગયાં હોય તેવી રાજકીય નશાયુક્ત ઉજવણી જોવા મળી. એટલે ગુજરાત ભા.જ.પ.ની ઓછી અને ગુજરાત કાઁગ્રેસની ઘણીબધી વાતો કરવા જેવી લાગે છે.