આજે સર્વત્ર હિંદુ અને મુસલમાનોની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા હિન્દી કવિ કુંવર નારાયણની એક કવિતા યાદ આવી જાય છે ..
કવિ લખે છે : ‘મારે મુસલમાનોને ખૂબ ધિક્કારવા છે પણ મને "મિર્ઝા ગાલિબ" આડો આવે છે, મારે અંગ્રેજોને પણ ખૂબ ધિક્કારવા છે, પણ મને "શેક્સપિયર" આડો આવે છે’… ‘સાચો સર્જક કોઈને ધિક્કારી શકતો નથી,…'
બહુ લાંબો વિચાર કોઈપણ જાતના ઉશ્કેરાટ વિના કરીએ છીએ, ત્યારે એક વાત તરત સમજાય છે કે સાહિત્ય એ કોઈ એક વિચારધારાનું વહન નથી કરતું, પણ અનેક વિચારધારાઓનું ‘સંગમતીર્થ’ છે …
હું મુસ્લિમ બંધુઓને ધિક્કારવાનું પાપ નહિ કરું .. કારણ કે … દેશના તિરંગી ઝંડાને આકાર આપવામાં રેહાના તૈયબનો હાથ હતો … સહુ પ્રથમવાર ‘જય હિન્દ’નો નારો આબીદ હસન સફરાનીએ આપ્યો હતો .. ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’નો નારો હસરત મોહાનીએ આપ્યો હતો … ‘ભારત છોડો’નો નારો યુસૂફ મહેરઅલીએ’ આપ્યો હતો … દેશભક્તિનું યાદગાર ગીત ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ’ કવિ બિસ્મિલ અજીમાબાદીએ ૧૯૨૧માં લખ્યું હતું, અને … ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા’ એ વિખ્યાત ગીત અલ્લામા ઇકબાલે લખ્યું હતું … આથી થોડા આગળ વધીએ તો ‘મહાભારત’ને યાદગાર ટેલીવિઝન સીરિયલ રાહી માસુમ રઝાએ લખી હતી, દેશભક્તિનાં યાદગાર ગીતો મોહંમદ રફીસાહેબે ગાયાં છે, અરે કૃષ્ણભક્તિનાં ઉત્તમ કાવ્યો મુસ્લિમ રસ ખાને લખ્યા છે … હસરત મોહાની જેણે ચૂપકે ચૂપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ’ જેવી વિખ્યાત ગઝલો લખી તે હાથમાં વાંસળી લઈને કાયમ મથુરા જતા હતા.
મહેબૂબ ખાને ‘સન ઓફ ઇન્ડિયા’ ફિલ્મ બનાવી હતી. એનું એક ગીત તમને યાદ છે? ‘નન્હા મુના રાહી હૂં દેશકા સિપાહી હૂં …. બોલો મેરે સંગ જય હિન્દ … જયહિન્દ … જયહિન્દ .. ‘ એ ગીતના કવિ શકીલ બદાયુની મુસલમાન હતા. સંગીતકાર ‘નૌશાદ હતા અને પરદા પર જે આ ગીત ગાય છે તે સાજીદ ખાન પણ મુસલમાન હતો. આ ફિલ્મ ૧૯૬૨માં બની હતી .. દેશની એકતાને ટકાવી રાખવામાં મુસલમાનોનું ‘અદ્દભુત પ્રદાન’ છે એ વાત ભૂલવા જેવી નથી …
અમૃત ઘાયલસાહેબનો એક શેર યાદ છે ?
ના હિંદુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા,
ચાદર હટાવી જોયું તો ‘ઇન્સાન’ નીકળ્યા.
https://www.facebook.com/dhruvbhatt56
કુંવર નારાયણની આ કવિતાની ચંદ પંક્તિઓ :
'एक अजीब सी मुश्किल में हूं इन दिनों-
मेरी भरपूर नफरत कर सकने की ताकत
दिनों-दिन क्षीण पड़ती जा रही,
मुसलमानों से नफ़रत करने चलता
तो सामने ग़ालिब आकर खड़े हो जाते
अब आप ही बताइए किसी की कुछ चलती है
उनके सामने?
अंग्रेजों से नफ़रत करना चाहता
जिन्होंने दो सदी हम पर राज किया
तो शेक्सपियर आड़े आ जाते
जिनके मुझ पर न जाने कितने अहसान हैं
और वह प्रेमिका
जिससे मुझे पहला धोखा हुआ था
मिल जाए तो उसका खून कर दूं!
मिलती भी है, मगर
कभी मित्र, कभी मां, कभी बहन की तरह
तो प्यार का घूंट पीकर रह जाता ….
(इन दिनों : 2002)