રાષ્ટ્રવાદનું શિક્ષણ
વર્ગખંડથી શરૂ થાય છે,
પણ આજે
ભારતના નાગરિકોને
ગાળો આપીને મહેસૂસ કરાવાઈ રહ્યું છે.
એ કેવું અજીબ છે કે
એક જ રાષ્ટ્રનો નાગરિક
એ જ રાષ્ટ્રના નાગરિકને
અન્ય દેશમાં
મોકલવાની ધમકી આપી શકે છે.
આ રાષ્ટ્રવાદ
બંધારણના આત્માને ડંખી રહ્યો છે.
અને એવું નથી
કે કોઇને કાંઈ ખબર સુધ્ધા નથી.
બધી ખબર છે!
પણ,
એ પોતાની જાતને એટલો જ દિલાસો આપીને જંપી રહ્યો છે –
કે આપણે શું?