આ તે કેવાં બંધનનાં સ્પંદનો?
છુટાં છવાયા વાદળો પણ કાબૂમાં આવી જાય,
જ્યારે વર્ષાની ગર્જના થાય.
જેમ આભ ગુમાવ્યાની વેદના
ખરતા તારા સિવાય
કોઈ જાણી શકતું નથી,
તદ્દન એવું જ થાય છે
આ રહસ્યમય જીવનમાં,
દૂર વસતાં આપ્તજનોનો
સાથ હોવો એ આજે
ઓકિસજન જેવું ફરજિયાત બની ગયું છે,
સંબંધો હવે લાગણીનાં
વેન્ટીલેટર ઉપર પાંગરે છે.
લાગણીની ભિનાશની ખપ વર્તાય છે.
સાચવી લેજો આ સંબંધો ને,
નહીં તો એ દિવસ દૂર નથી,
જયાં લાગણીઓનાં પણ બેસણાંમાં જવું પડશે.
e.mail : payaldholakia666@gmail.com