એક વાઇરસ
રોજ 8000 બાળકોનો જીવ લઈ લે છે.
એ વાઇરસનું નામ છે, 'ભૂખ.'
એની રસી શોધાઈ છે : 'ખોરાક'.
આ મરણ કે આ રસી વિશે
છાપાં કે ટી.વી. કશું નહીં બતાવે.
કેમ કે કોઈ પૈસાદાર ભૂખે મરતા નથી.
આપણી અગ્રીમતાઓ
ફેરતપાસવાનો સમય પાકી ગયો છે,
જો જો, મોડું ન થઇ જાય.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 03