ઝળહળે ગામ આખું ઝળહળે
પણ કોઇ ખૂણે વાસમાં દીવો મુરઝાતો જોવા મળે,
ગામ, પાદર, સીમ, ચોરો, શ્વાસ લેતું જોવા મળે,
પણ છેવાડે પેલા વાસમાં જીવન રીબાતું જોવા મળે,
નદી વૃક્ષ મંદિર ઘટાટોપ વનરાઇ બધું અહીં હેમખેમ જોવા મળે,
પણ બાળ પેલી છેવાડાની વસ્તીમાં સૂનમૂન જોવા મળે,
વિકાસની વાતો કરી ચોરો આખો હરખાયા કરે,
પણ છેક છેવાડે પેલા વાસનું જર્જરિત ઝૂંપડું અભાવોની સાક્ષી પૂરે,
ભાવભીનું હરખઘેલું સ્વાગત થાય તમારું ગામમાં,
પણ વાસનો એ માણસ, માણસમાંથી લોપાતો જોવા મળે,
સાવ સઘળું, સૌનું બધું અહીં હેમખેમ જોવા મળે,
પણ એ માણસનું પેલા વાસમાં કશું કાંઇ ન જોવા મળે,
ઝળહળે ગામ આખું ઝળહળે,
પણ એકાદ ખૂણે વાસમાં દીવો મુરઝાતો જોવા મળે.
તા. ૧-૬-૨૦૧૪
e.mail : koza7024@gmail.com