આહ!
એક ચિત્કાર સાથે …
એ નીચે બેસી પડી …
બે હાથોમાં માથું પકડી ..
આંખોમાં ઝળહળિયાં ..
હોઠ ભીડી ..
દર્દને સહેવાની કોશિશ વચ્ચે …
હ્રદય પર સહ્ય બોજ સહેતી
પ્રસ્વેદથી તરબતર …
એ દર્દ ને પીડાની પરાકાષ્ઠાએ
આસપાસ નજર ફેંકી
પણ ..
ત્યાં તો હતું ..
તમાશબીન ટોળું
માણસાઈના મૃત્યુની વાત કહેતું ..
જુગુપ્સા આશ્ચ ર્ય.. કે સવાલો લઈ આવેલું ..
હમદર્દી ઈન્સાનિયત
કે અનુકંપા દયા કરુણા ભૂલાવી
ભૂખ્યા વરુઓની લાલસા લઈ
જીભ લબલબાવતું …
નહોર કાઢી ફાડી ખાવા તૈયાર …
નિસહાય લાચાર એ કળસતી રહી ..
શ્વાસના સંબંધ સુધી …
આંખોમાં આજીજી
મદદની અપેક્ષા એ
મોઢે ફીણ વળ્યાં.
અને
દમ તોડ્યો …
એ તમાશબીન સામે …
કદાચ ઉત્કૃષ્ટ દર્દ પીડાને નામે
તાળીઓ મળી જાય ….
**
e.mail : kiranpiyushshah@gmail.com