1.
પણ !?
જુનેદની મા
નજીબની અમ્મી
અને ઈશરતની અમ્મા
મમ્મી થવાના ભારેખમ
દિવસોમાં
સફૂરા ઝરગર માટે
દુઆ કરવા હાથ તો
ઉઠાવે છે; પણ !?
2.
પારિતોષ
લાડલી ભીખીની
‘માસ્ક માસ્ક’ રમવાની
જિદ પૂરી કરવા ……..
શેઠના બંગલાની કચરાપેટીમાંથી
બે-ચાર રદ્દી માસ્ક મળી જતાં
લક્ષ્મીબેને
‘હાશ’ ! કહ્યું.
3.
જોઈએ
તમારા વિકાસથી
હવે, સૌને ડર લાગે છે !
જોઈએ,
પ્રજા ક્યારે કરશે
તમારું
અહિંસક એન્કાઉન્ટર!?
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ. 12
![]()

