19 જુલાઈ 2025ના રોજ સવારે 7 વાગ્યે ફરી યલોસ્ટોન નેશનલ પાર્કમાં ‘Old Faithful Geyser’ને નિહાળવા રવાના થયા.
અમે 8.25 વાગ્યે ‘Old Faithful Geyser’ પહોંચ્યા ત્યારે તે સાવ સુષુપ્ત હતો. લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ એક પ્રખ્યાત ગીઝર એટલા માટે છે કે તે નિયમિત વિસ્ફોટો માટે જાણીતો છે, સામાન્ય રીતે દર 90 મિનિટે થાય છે. આ વિસ્ફોટો હવામાં 100 ફૂટથી વધુ ઊંચાઈએ પાણી અને વરાળ ઉડાડે છે અને ઘણી મિનિટો સુધી ટકી શકે છે.
8.30 કલાકે આ સુષુપ્ત ગીઝરમાંથી વરાળ નિકળવાની શરૂઆત થઈ. જોતજોતામાં પ્રચંડ ગતિએ વરાળ અને પાણી સુસવાટા સાથે બહાર નીકળવા લાગ્યું. એક મિનિટથી વધુ સમય સુધી વિસ્ફોટનું અદ્દભુત દૃશ્ય જોવા મળ્યું.

આ વિસ્ફોટ દરમિયાન 14,000થી 32,000 લિટર ઉકળતાં પાણીને 106થી 185 ફૂટની ઊંચાઈ સુધી ફેંકી શકે છે. જે અડધી મિનિટથી 5 મિનિટ સુધી ચાલે છે. બે વિસ્ફોટ વચ્ચેનો સમયગાળો 34 થી 125 મિનિટનું રહ્યો છે, જે 1939માં સરેરાશ 66½ મિનિટનું અંતર હતું. 2000 થી ધીમે ધીમે વધીને સરેરાશ 90 મિનિટનું અંતર ધરાવે છે, જે ભૂગર્ભ જળ સ્તરને અસર કરતા ભૂકંપનું પરિણામ હોઈ શકે છે. ઓલ્ડ ફેથફુલ ગીઝર હજારો વર્ષ જૂનો છે.
‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ – આવું જુદા જ પ્રકારનું નામ કેમ આપવામાં આવ્યું હશે? આ પ્રશ્ન થયો.
1870માં Washburn expedition – વોશબર્ન એક્સપિડિશન દ્વારા ‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ નામ આપવામાં આવ્યું હતું. કેમ કે તે સતત અને અનુમાનિત વિસ્ફોટો કરતું હતું. આ expedition – અભિયાનના સભ્યોએ નોંધ્યું હતું કે તેમાં અન્ય ઘણા ગીઝરથી વિપરીત નિયમિત અંતરાલે વિસ્ફોટ થતાં હતાં. તેના કારણે US નેશનલ પાર્ક સર્વિસ દ્વારા તેને ‘ઓલ્ડ ફેથફુલ’ નામ આપ્યું હતું. આ નિયમિતતા, જેના કારણે તેના વિસ્ફોટોમાં કેટલીક આગાહી થઈ શકતી હતી, તે એક મુખ્ય લાક્ષણિકતા હતી જે તેને અન્ય ગીઝરથી અલગ પાડે છે.
‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ વિસ્ફોટ થાય ત્યારે પ્રવાસીઓ રોમાંચિત થઈ ઊઠે છે ! દર વરસે લગભગ 45 લાખ લોકો કુદરતની આ કમાલ નિહાળે છે !
20 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
 




